ટીવી જગતના આ કલાકાર પોતાની પત્નીને રાણીની જેમ રાખે છે, 6 નંબર વાળો તો કરે છે ખુબ પ્રેમ

0
2491

પતિ-પત્નીનો સંબંધ ઘણો જ વિશેષ માનવામાં આવે છે. તે પ્રેમ અને ખાટીમીઠી તકરારોથી ભરેલો હોય છે. એને હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર ઘણો પવિત્ર સંબંધ માનવામાં આવ્યો છે. પતિ-પત્ની એક બીજાના જન્મો જન્મના સાથી હોય છે, અને તે સુખ-દુ:ખમાં એક બીજાનો સાથ આપે છે. તેમજ દરેક પરિસ્થિતિમાં એક બીજાનો સાથ આપવો તેમનું પરમ કર્તવ્ય હોય છે. તે ઉપરાંત બન્ને વચ્ચે વિશ્વાસ હોવો જોઈએ, કેમ કે જો એક બીજા ઉપર વિશ્વાસ ન હોય તો તે પતિ-પત્નીનો સંબંધ વધુ સમય સુધી નથી રહેતો.

વર્ષોથી લોકોનું એવું કહેવું છે કે જોડીઓ તો સ્વર્ગ માંથી જ બનીને આવે છે. અને ક્યાંક ને ક્યાંક એ વાત સાચી પણ હોય છે. એટલા માટે આજે અમે તમને ટેલીવિઝનના થોડા જાણીતા સ્ટાર્સની વાત કરીશું, જેને જોઇને તમને ખરેખર કહેશો કે ખરેખર તેમનો સંબંધ સ્વર્ગમાં જ નક્કી થઇ ગયો હતો.

૧. ધીરજ ધૂપર :

ધીરજ ધૂપરને તમે જાણતા જ હશો. ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાં એમનું નામ શામેલ છે. અને આજકાલ તે ઝી ટીવીના પ્રખ્યાત શો ‘કુંડલી ભાગ્ય’ માં જોવા મળી રહ્યા છે. વર્ષ ૨૦૧૬ માં ધીરજે ટીવી અભિનેત્રી વિન્ની અરોડા સાથે લગ્ન કર્યા હતા. ધીરજ વિન્નીને ઘણો પ્રેમ કરે છે, અને તેનું સન્માન પણ કરે છે. ધીરજ વિન્ની સાથે એટલો પ્રેમ કરે છે કે તે તેને પોતાની આંખો ઉપર બેસાડી રાખે છે. તે પોતાની પત્નીની દરેક વાતની તકેદારી રાખે છે.

૨. રજત ટોક્સ :

રજત ટોક્સને પણ તમે ઓળખતા જ હશો. એમણે ટીવી સીરીયલ ‘જોધા અકબર’ માં અકબરનું પાત્ર ભજવ્યું હતું. તે ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા જ હેન્ડસમ અને સફળ કલાકાર છે. તે સ્ટાર પ્લસના ફેમસ શો ‘પૃથ્વી રાજ ચોહાણ’ માં પણ કામ કરી ચુક્યા છે. તેમણે ઘણી નાની ઉંમરમાં જ આટલી બધી સફળતા મેળવી લીધી છે.

જણાવી દઈએ કે તેમણે ઘણી નાની ઉંમરમાં જ લગ્ન પણ કરી લીધા હતા. રજતએ વર્ષ ૨૦૧૫ માં સૃષ્ટિ સાથે લગ્ન કર્યા છે, અને તે સૃષ્ટિને ખુબ પ્રેમ કરે છે. એટલા માટે તો તે પોતાની પત્નીને રાણીની જેમ રાખે છે.

૩. કરણવીર બોહરા :

જણાવી દઈએ કે ટીવીજગતમાં કરણ વીર બોહરાનું નામ પણ ઘણું પ્રખ્યાત છે. તેમજ તે બીગ બોસ જેવા હીટ શો માં જોવા મળી ચુક્યા છે. વર્ષ ૨૦૦૬ માં કરણવીરે ટીજે સિદ્ધુ સાથે લગ્ન કર્યા હતા. એમની બે વ્હાલી-વ્હાલી જોડિયા દીકરી પણ છે. કરણવીર અને ટીજેનો પ્રેમ જોઇને એવું લાગે છે, કે તે બન્ને એક બીજા માટે જ બન્યા છે. તે દરેક સમયે પોતાની પત્ની પ્રત્યે પ્રેમ દર્શાવે છે.

૪. શોએબ ઈબ્રાહીમ :

આ યાદીમાં આગળનું નામ છે શોએબ ઈબ્રાહીમ. એમણે ટીવીની પ્રસિદ્ધ અભિનેત્રી દીપિકા કક્કર સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન ઘણા ચર્ચાઓમાં રહ્યા હતા. કારણ કે દીપિકા કક્કરે એમની સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કર્યો હતો. દીપિકા પણ બીગ બોસમાં જોવા મળી ચુકી છે. શોએબ દીપિકા સાથે ઘણો પ્રેમ કરે છે ત્યારે તો દીપિકાએ તેના પ્રેમ માટે ધર્મ સુધી બદલી દીધો.

૫. શબ્બીર અહલુવાલિયા :

આ યાદીમાં આગળનું નામ છે શબ્બીર અહલુવાલિયા. તે ઝી ટીવીના ફેમસ શો ‘કુમકુમ ભાગ્ય’ માં મુખ્ય કલાકાર તરીકે જોવા મળ્યા છે. શબ્બીરે ૨૦૧૧ માં કાંચી કોલ સાથે લગ્ન કર્યા હતા. આ બન્નેના લગ્નના સાત વર્ષ થઇ ગયા છે, પરંતુ તેમની વચ્ચેનો પ્રેમ પહેલા જેવો જ છે. તેમના બે ક્યુટ બાળકો પણ છે જેમના નામ અજાઈ અને લવર છે.

જણાવી દઈએ કે શબ્બીર અહલુવાલિયા પોતાની પત્ની અને બાળકો સાથે ખુબ જ પ્રેમ કરે છે. એટલા માટે તે પોતાની પત્નીને એક રાણીની જેમ રાખે છે.

૬. રવી દુબે :

જણાવી દઈએ કે ટીવી જગતમાં રવી દુબે એક ફેમસ નામ છે. તેમણે ટીવીના ડાંસ શો અને ખતરો કે ખેલાડી વગેરેમાં ભાગ લીધેલો છે. અને રવી એંકર તરીકે પણ જોવા મળે છે. રવી દુબેએ પોતાના કેરિયરની શરૂઆત દુરદર્શનની સીરીયલ ‘સ્ત્રી..ટેરી કહાની’ થી કરી હતી. ત્યારબાદ રવી દુબે ‘ડોલી સજા કે’, ‘યહા કે હમ સિકંદર’ જેવી સીરીયલમાં પણ જોવા મળી ચુક્યા છે.

પણ ઝી ટીવીની પ્રખ્યાત સીરીયલ ‘જમાઈ રાજા’ થી તેમને પ્રસિદ્ધિ મળી હતી. રવી દુબેએ ૨૦૧૩ માં સરગુન મહેતા સાથે લગ્ન કર્યા હતા. રવી પોતાની પત્નીને ઘણો પ્રેમ કરે છે અને મીડિયા સામે એમણે ઘણી વખત સરગુન સાથે પોતાના પ્રેમની રજૂઆત પણ કરી છે. તેઓ એકબીજાને ઘણો પ્રેમ કરે છે.