આ સુંદર એક્ટ્રેસ સાથે હતું કપિલ દેવનું જબરજસ્ત અફેયર, પણ આ કારણે નહિ થઇ શક્યા લગ્ન.

0
5688

વર્તમાન સમયમાં ભારતમાં ક્રિકેટના ચાહકોનો ઘણો મોટો વર્ગ છે. અને લોકોમાં ક્રિકેટ પ્રત્યે જે જુનુન અને લગાવ છે, તેનો સૌથી મોટો શ્રેય કપિલ દેવન મળે છે. તમે બધા જાણતા જ હશો કે, કપિલ દેવે પોતાની આગેવાની હેઠળ 1983 માં ભારતને પહેલો વિશ્વકપ અપાવ્યો હતો. એ સમયે દુનિયાના બીજા બધા દેશોને એવું લાગતું હતું કે, ભારત વર્લ્ડ કપ જીતવા માટે સક્ષમ નથી. પણ કપિલ દેવની આગેવાની હેઠળ ભારતીય ટીમે બધાને ખોટા સાબિત કરી દીધા.

જયારે કપિલ દેવ ક્રિકેટ રમતા હતા, એ સમયે દેશમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધી કપિલ દેવ અને ક્રિકેટના દીવાના બની ગયા હતા. આજ કારણ હતું કે 80 ના દશકમાં કપિલ દેવની લોકપ્રિયતા દેશમાં લોકોના માથા પર ચડી બેસી, રાજનીતિથી લઈને સિનેમા જગત સુધી કપિલ દેવની ચર્ચા થવા લાગી.

અને એવામાં વધતી લોકપ્રિયતાને કારણે એમની ફિલ્મી ઇન્ડસ્ટ્રીના લોકો સાથે ઓળખાણ બની ગઈ. અને પરિણામ એ આવ્યું કે, કપિલ દેવનું દિલ તે સમયની સૌથી સુંદર એક્ટ્રેસ પર આવી ગયું. જો કે કપિલ પહેલાથી જ એક સંબંધમાં હતા. હા, જે પ્રખ્યાત ક્રિકેટરને આજે તમે તેના રમત માટે જાણો છો, તે ક્યારે પ્રેમ માટે પણ જાણીતો હતો. આજે અમે તમને ક્રિકેટર કપિલ દેવની એ જ લવ સ્ટોરી વિષે જણાવવાના છીએ.

જણાવી દઈએ કે, ક્રિકેટમાં લોકપ્રિયતા મેળવતા પહેલા કપિલ દેવ પોતાના કોલેજના દિવસોમાં જ રોમી ભાટિયાને પ્રપોઝ કરી ચુક્યા હતા. ત્યારે બંને વચ્ચે એક સામાન્ય પ્રેમિઓની જેમ તકરાર થતી રહેતી હતી. આ વચ્ચે જયારે ક્રિકેટ જગતમાં કપિલનું કરિયર ઝડપથી સફળતા મેળવવા લાગ્યું, ત્યારે તેમની નજર તે સમયની સૌથી સુંદર અભિનેત્રી સારિકા જોડે મળી, અને કપિલ પર સારિકાનાં હુસ્નનો જાદુ એવો ચાલ્યો કે, તે તેમના દીવાના થઇ ગયા. એવામાં આ બંનેના અફેયરની ઘણી ચર્ચા થવા લાગી.

એ સમયે આ બંને જણા એકસાથે ઘણી બધી જગ્યાએ જોવા મળતા હતા. જાણકારી અનુસાર ઘણી વાર સારિકા, કપિલને મળવા માટે ચંદીગઢ પણ જતી હતી. ત્યાં કપિલ પણ બોલીવુડ પાર્ટીઓમાં સારિકાની સાથે જતા હતા. પણ સારિકા અને કપિલનો સંબંધ જેટલી ઝડપથી આગળ વધ્યો તેટલી જ ઝડપથી ખત્મ પણ થઇ ગયો. આ બંનેના સંબંધમાં એવું અંતર આવ્યું કે સારિકાએ અચાનક જ અભિનેતા કમલ હસન જોડે લગ્ન કરી લીધા.

આ રીતે અભિનેત્રી સારિકા અને કપિલના રસ્તા હંમેશ માટે અલગ થઇ ગયા. અને પછી કપિલ દેવ એકવાર ફરી પોતાની જૂની પ્રેમિકા રોમી ભાટિયા પાસે પાછા આવી ગયા. રોમી અને કપિલના સંબંધમાં જાણવામાં આવ્યું છે કે, વર્ષ 1979 માં કપિલ દેવ અને રોમી ભાટિયાની મુલાકાત એક કોમન ફ્રેંડ દ્વારા થઇ હતી. રોમી જોડે મળ્યા પછી કપિલ દેવ તેમને પ્રપોઝ કરવા માટે એક વર્ષ સુધી વિચારતાં જ રહ્યા હતા. પછી જયારે એક વર્ષ પછી કપિલ પોતાના કેટલાક મિત્રો અને રોમી સાથે એક ટ્રીપ પર ગયા હતા, ત્યારે જઈને તેમણે રોમીને પ્રપોઝ કર્યુ હતું.

આમ તો કપિલ દેવની આ પ્રેમની રાહ પણ સરળ હતી નહિ. જયારે આ બંનેના પ્રેમના સમાચાર ઘર વાળાઓને મળ્યા તો બંનેના પરિવાર વાળા નારાજ થઇ ગયા હતા. એવામાં રોમીએ કપિલ જોડે ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યુ. પણ કપિલે આવું કરવાની ના પાડી અને પછી બંનેએ પ્રેમમાં સફળતા મેળવવા માટે ઘણા વર્ષો સુધી રાહ જોઈ. છેલ્લે અફેયરના 11 વર્ષ પછી બંનેના લગ્ન પારંપરિક રીતે થયા.