આ સોલર ટ્રીથી પૂરું થઇ જશે વીજળીનું સંકટ, જાણો ખાસિયતો અને બધી જ જાણકારી.

0
1710

ભારતમાં ઉર્જાના સ્ત્રોતનું સંકટની સમસ્યાને દૂર કરવા માટે એક વૈજ્ઞાનિકે એવું સોલર પાવર ટ્રી બનાવ્યું છે કે સૌર ઉર્જાથી વીજળીનો જથ્થો પૂરો પાડે છે. આ ઝાડમાં સૌથી પહેલી ખાસિયત એ છે કે આને ઓછી જગ્યામાં અને ક્યાય પણ ઉપયોગ કરી શકાય છે.

“ભારતમાં સૌર શક્તિ માટે જો સૌથી મોટી જરૂરિયાત છે એ છે જમીન”. આજ સમસ્યાના કારણોને તપાસીને ‘સોલર પાવર ટ્રી’ ને તૈયાર કરવામાં આવી છે. ઉદાહરણ માટે પાંચ કિલોવોટ સોલર પાવરનું ઉત્પાદન કરવા માટે લગભગ 500 વર્ગ ફૂટ જમીનની જરૂરિયાત હોય છે.

પરંતુ પાંચ કિલોવોટનો સોલર પાવર ટ્રી ગોઠવવા માટે ચાર વર્ગ ફૂડની જરૂર હોવી જોઈએ, “એવું જાણવા મળ્યું છે કે, મેકેનિકલ ઇજિનિયરિંગ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટના પ્રધાન વૈજ્ઞાનિક ડો.સિબનાથ મૈતી આ સોલર પાવર ટ્રીને સીએસઆઇઆર-સીએમઈઆરઆઈ (સેન્ટ્રલ મેકેનિકલ ઇજિનિયરિંગ અનુસંધાન સંસ્થાન)ના ડૉ સિબનાથ મૈતી દ્વારા બનાવામાં આવ્યું છે. સોલર પાવર ટ્રી એક ઝાડનો આકાર છે. જેની ઘણી શાખાઓ છે. આમાં 30 સોલર પેનલ લગાવી શકાય છે.

પાવર ટ્રી ની વિષે જાણકારી આપતા ડો.સિબનાથ જણાવે છે કે, “સોર ઉર્જા બનાવવા માટે દેશના કોઈ પણ રાજ્યને હરિત ઉર્જા પર બનાવી રાખવા માટે હજારો એકર જમીનની આવશ્યકતા પડશે. પરંતુ સોલર પાવર ટ્રી લાગવાથી જમીન વિના હજારો મેગાવોટ વીજળી ઉત્પાદન કરી શકાય છે. ભારતમાં એવું સૌ પ્રથમ મોડલ તૈયાર કરવામાં આવેલ છે. જે વીજળી ઉત્પાદન કરવામાં હેલ્પ કરશે.

સોલર પાવર ટ્રી ને વર્ષ 2008માં જ તૈયાર કરી દેવામાં આવેલ હતું. સેન્ટ્રલ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી ડો.હર્ષવર્ધને પોતાના આવાસ પર ‘સોલર પાવર ટ્રી’ નું શુભારંભ કર્યો હતો. ઉદઘાટન કરતા તેમને જણાવ્યું હતું કે આજ દેશમાં જે વીજળીનું સંકટ છે. તેમાં સોલર પ્લાટની ખાસ કરીને જરૂરિયાત રહેશે.

જે રીતે હરિત ક્રાંતિને લોકો પ્રોત્સાહન આપી રહ્યાં છે. તે જ રીતે આ અભિયાનને પણ પ્રોત્સાહન આપો. જેથી વીજળીનું સંકટ દૂર કરી શકાય. ડો.હર્ષવર્ધન એ આગળ જણાવ્યું કે વીજળીના સંકટને દૂર કરવામાં સોલર પ્લાંટની મહત્વની ભૂમિકા છે.

“સૌથી પહેલા 3 કિલોવોટ, 5 કિલોવોટ તેના પછી 7.5 કિલોવોટ સુધી સોલર પાવર ટ્રી અમે તૈયાર કરી છે. આગળ પ્રયાસ ચાલી રહ્યા છે કે 9 કિલોવોટ સુધીના ટ્રી તૈયાર કરું. દેશના એવા ગામડા જ્યાં વીજળી પહોચાડવી શક્ય નથી ત્યાં આ ઝાડ લગાવીને ઘરોમાં વીજળી આપવામાં આવશે.” ડો.સીબનાથ એ જણાવ્યું.

પોતાની વાતને ચાલુ રાખતા ડો.મૈતી આગળ જણાવે છે, “જો કોઈ આને લગાવા માંગે છે. તો તે પાંચ કિલોવોટ લગાવી શકે છે, જેની કિંમત પાંચ લાખ છે. લુધિયાના, દિલ્હી સાથે ઘણી જગ્યાઓ પર આ ઝાડને લગાવવામાં આવ્યું છે અને સારી પ્રગતિ કરી છે. 7.5 કિલોવોટથી 45 યુનિટ તૈયાર થાય છે. 7.5 કિલોવોટના પાવર ટ્રી થી પાંચ ઘરોમાં વીજળી આપી શકાય છે.

દુનિયાભરમાં ઉર્જાના જૈવિક સ્ત્રોતમાં ઝડપથી ઓછી થઇ રહી છે, જયારે ઉર્જાની માંગ દિવસ-પ્રતિદિવસ વધતી જઈ રહી છે. એવામાં વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સોલર પાવર ટ્રી આ સમસ્યા દૂર કરે છે.

સોલર પાવર ટ્રી ના માટે તમે કેન્દ્રીય મેકેનિકલ ઇજિનિયરિંગ અનુસંધાન સંસ્થાનના ડો.સિબનાથ મૈતી સાથે સંપર્ક કરી શકો છો. એ માટે ગૂગલ

સોલર પાવર ટ્રી ના ફાયદા :-

૧) ખુબ ઓછી જગ્યામાં ખુબ વીજળી ઉત્પાદન કરી શકાય છે.

૨) આ ટ્રી નો ઉપયોગ 35 વર્ષ સુધી સરળતાથી કરી શકાય છે.

૩) વાવાજોડું આવે ત્યારે પાડવાનો ડર રહેતો નથી.

૪) ટ્રીને એ રીતે તૈયાર કરવામાં આવેલ છે કે પેનલનો છાંયડો બીજી પેનલમાં નથી પડતો, બધું સરળતાથી ચાર્જ થઇ જાય છે.

૫) નદીના કિનારે, રસ્તો અને સમુદ્રના કિનારે આ ટ્રી ને લગાવી શકાય છે.

૬) આમાં ટ્રીની પેનલને વખતો વખત સાફ કરવા માટે ઉપરના ભાગ પર પાણીનો ફુવારો લાગેલો હોય છે.

૭) ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોના માટે આ અનુકૂળ ટ્રી છે.

૮) આની પેનલ વધારે ઉંચાઈ પર લાગેલા હોય છે તેથી જમીન પર લાગેલ પેનલની સરખામણીમાં વધારે તડકો મળે છે. આનાથી વધારે પાવરનો પ્રયોગ કરી શકાય છે.