આ શ્રાવણમાં પોતાના મનોરથો પૂરા કરવા માટે શિવજી પર ચઢાવો આ વસ્તુઓ, બની રહેશે શિવ કૃપા.

0
1198

ભગવાન ભોલેનાથનો સૌથી પ્રિય મહિનો શ્રાવણ ૧૭ જુલાઈ ૨૦૧૯થી શરુ થવાનો છે, ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મહિનો ઘણો જ વિશેષ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે લોકો ઘણા પ્રકારના કાર્યો કરે છે, એવું જણાવવામાં આવે છે કે જો ભોલેનાથ કોઈની ભક્તિથી પ્રસન્ન થઇ જાય છે, તો એ વ્યક્તિના જીવનમાંથી તમામ દુઃખ દુર થાય છે અને વ્યક્તિ પોતાનું જીવન આંનદપૂર્વક પસાર કરે છે.

પોત પોતાની મનોકામનાઓ પૂરી કરવા માટે વ્યક્તિ તેમની શક્તિ મુજબ ભોલેનાથની પૂજા અર્ચના કરે છે, આજે અમે તમને આ પોસ્ટ દ્વારા તમારી કઈ ઇચ્છાઓ માટે તમે ભગવાન શિવજીને કઈ વસ્તુ અર્પણ કરો. જેનાથી તમારી ઇચ્છાઓ તરત પૂરી થઇ જાય છે, તેના વિષે જાણકારી આપવાના છીએ.

શ્રાવણમાં ઈચ્છા પુરતી માટે ભગવાન શિવજી ઉપર અર્પણ કરો આ વસ્તુઓ

જો તમારા કુટુંબમાં કોઈને કોઈ પ્રકારના ઝગડા થતા રહે છે, તમારા ઘરમાં અશાંતિ જળવાઈ રહે છે, તો એ સ્થિતિમાં તમે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને દૂધની ધારાથી અભિષેક કરો. તેનાથી કુટુંબમાં સુખ શાંતિ આવશે અને એમ કરવાથી મુર્ખ વ્યક્તિ પણ બુદ્ધીશાળી બની શકે છે.

જો તમે તમારી મનોકામના પૂરી કરવા માગો છો, તો ભગવાન શિવજી ઉપર જળની ધારાથી અભિષેક કરો.

જો તમે કામ સુખ અને ભોગના વધારો કરવા માગો છો, તો તેના માટે ભગવાન શિવજી ઉપર અત્તરની ધારા અર્પણ કરો.

જો તમે ભગવાન શિવજીના અભિષેક મધથી કરો છો, તો તેનાથી ટીબી જેવી બીમારીઓનો પણ નાશ થઇ જાય છે.

જો તમે તમારા જીવનને આનંદમય બનાવવા માગો છો, તો તેના માટે તમે ભગવાન શિવજીના અભિષેક શેરડીના રસથી કરો. તેનાથી તમારા જીવનમાં આનંદ આવશે.

જો તમે ભગવાન શિવજીના અભિષેક ગંગાજળથી કરો છો, તો તેનાથી તમને તમામ સુખની પ્રાપ્તિ થાય છે.

ભગવાન શિવજીને તમામ દેવતાઓમાં સૌથી તરત પ્રસન્ન થવાવાળા દેવતા માનવામાં આવે છે. જે ભક્ત પોતાના સાચા મનથી ભક્તિ પૂર્વક તેમને એક લોટો જળ પણ અર્પણ કરી દે છે. તો તે એટલામાં જ પ્રસન્ન થઇ જાય છે. જો તમે ઈચ્છો છો કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાઈ રહે અને તમારા જીવનના તમામ દુઃખોમાંથી છુટકારો પ્રાપ્ત થાય તો તમે ઉપર જણાવેલી વસ્તુને ભગવાન શિવજી ઉપર અર્પણ કરી શકો છો, તેનાથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે અને એ વસ્તુને અર્પણ કરવાથી તમને ઘણા પ્રકારના લાભ પ્રાપ્ત થશે.

શ્રાવણનો મહિનો ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે. એટલા માટે તમે આ તકને તમારા હાથમાંથી જવા ન દેશો અને તમે આ વિશેષ વસ્તુથી ભગવાન શિવજીને અભિષેક કરજો. એમ કરવાથી તમને શિવજીની કૃપા પ્રાપ્ત થશે અને જીવનની સમસ્યાઓ ભગવાન શિવજી દુર કરશે. આ વસ્તુને અર્પણ કરીને તમે તમારા કુટુંબને આનંદમય બનાવી શકો છો.

આ માહિતી હિન્દૂ બુલેટિનઅને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.શિવ કૃપા