આ શહેરનું રેલવે સ્ટેશન પહેલા હતું ખૂબ પાછળના ક્રમે હવે કુદરતી શોભાથી બની રહ્યું છે નમ્બર વન

0
1490

એક વર્ષ પહેલા જયારે રેલ્વે સ્ટેશન સ્વચ્છતા સર્વેક્ષણમાં ૩૪માં નંબર ઉપર આવ્યું હતું, ત્યાર પછી થી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

સફાઈ ત્રણ પાળીમાં ૨૪ કલાક થઇ રહી છે, તેની ઉપર ૨૦ લાખ રૂપિયા મહિનાનો ખર્ચ થઇ રહ્યો

ઇન્દોર. સફાઈમાં નંબર વન ઇન્દોરના રેલ્વે સ્ટેશન એકદમ બદલાઈ ગયું છે. સ્ટેશનના બે પ્લેટફોર્મ વચ્ચે છોડ ઉગાડીને ગાર્ડનનું સ્વરૂપ આપ્યું છે. જુના એન્જીનના પાર્ટ્સ માંથી મૂર્તિઓ, કળાકૃતિઓ તૈયાર કરી છે. તેને સ્ટેશનના તમામ ભાગમાં લગાવ્યા છે. સફાઈ ઉપર પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે, સ્ટેશન પરિસરનો થોડો પણ કચરો બહાર નથી જઈ રહ્યો.

સ્ટેશન ઉપર જ કચરા માંથી ખાતર બની રહ્યું છે. સફાઈ પણ ત્રણ પાળીઓમાં ૨૪ કલાક ચાલી રહી છે. પ્રવાસીઓને બેસવાની જગ્યા, પ્લેટફોર્મ, યાર્ડ બધુ જ ચકાચક છે. એક વર્ષ પહેલા જયારે રેલ્વે સ્ટેશન સ્વચ્છતા સર્વેક્ષણમાં ૩૪માં નંબર ઉપર આવ્યું હતું, ત્યાર પછી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી કે ઇન્દોર સ્ટેશન હવે નંબર વન બને. તેના માટે સ્ટેશન પરિસરની અંદરથી બહાર સુધી માટે પ્લાનિંગ કરવામાં આવ્યું. ત્યાર પછી તે ફેરફાર જોવા પણ મળ્યો છે.

સફાઈ : ૨૦ લાખ રૂપિયા મહિનાના ખર્ચા ઉપર : સફાઈ ત્રણ પાળીમાં ૨૪ કલાક થઇ રહી છે. તેની ઉપર ૨૦ લાખ રૂપિયા મહિનાનો ખર્ચ થઇ રહ્યો છે. યાર્ડમાં પ્લાન્ટ લગાવ્યા છે. અહિયાં કચરા માંથી ખાતર બનાવવામાં આવે છે. રતલામ રેલ મંડળનો પહેલો પ્લાંટ અહિયાં લગાવ્યો છે. સ્ટેશન ઉપર પાર્કિંગથી અંદર સુધી પેન્ટિંગ કર્યા છે.

રોશની : આખા સ્ટેશન ઉપર એલઈડી લાઈટ લગાવી : યાર્ડથી સ્ટેશન પરિસરમાં એલઈડી લાઈટ લગાવવામાં આવી. હાઈમાસ્ટ પણ લગાવવામાં આવ્યા. રાતના સમયે સ્ટેશન કે યાર્ડ સુધી આખું પરિસર તે લાઈટથી ઝગમગતું રહે છે. સોલર સીસ્ટમ પણ લગાવી છે. તેનાથી રેલ્વે વીજળીનો ખર્ચ પણ અડધો થઇ ગયો છે.

જોધપુર : નંબર ૧ કેમ કે ૨૪ કલાક સુપરવિઝન : હાલમાં નંબર ૧ જોધપુર રેલ્વે સ્ટેશન ઉપર ૨૨૦૦ સફાઈ કર્મચારીઓ છે. ડાયરેક્ટરની નિયુક્તિ કરી, જેનું કામ હતું સફાઈ ઉપર ધ્યાન રાખવાનું. પ્રવાસીઓને જાગૃત કર્યા. પ્લાસ્ટિક બોટલનો નાશ કરવા માટે બોટલ ક્રશર મશીન લગાવવામાં આવ્યું.

નિરીક્ષણ : ટીમે પ્રવાસીઓ પાસે લીધી ફીડબેક : રેલ્વે સ્ટેશનને સ્વચ્છતા સર્વે (ક્વોલેટી કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, કયુસીઆઈ) માટે દિલ્હીથી ટીમ રવિવારે ઇન્દોર પહોચી. ટીમે સ્ટેશન ઉપર સફાઈ વ્યવસ્થા જોઈ. પ્લેટફોર્મ, યાર્ડનું નિરીક્ષણ કર્યું. પ્રવાસીઓ પાસે ફીડબેક લીધી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.