આ સરળ રીતથી ઘરે જ બનાવો મુંબઈનો પ્રખ્યાત મુંબઈ કરાચી હલવો, જાણી લો બનાવવાની રીત.

0
1883

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે મુંબઈનો પ્રખ્યાત મુંબઈ કરાચી હલવો બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. આ એકદમ સરળ રીત છે. એની મદદથી તમે જાતે જ બજારમાં મળે એવો મુંબઈ કરાચી હલવો બનાવી શકો છો. તો આવો તમને એની રેસીપી જણાવીએ.

હલવો બનાવવા માટે જરૂરી સામગ્રી :

કૉનફલાર : 1 કપ

પાણી : 2 કપ

ખાંડ : 2 1/2 કપ

ફુડ કલર (પીળો) : 1 ચપટી

લીંબુનો રસ : 1/2 ચમચી

કાજુ (જરૂરીયાત અનુસાર)

ઈલાયચી પાવડર (સ્વાદ અનુસાર)

ઘી (જરૂરીયાત અનુસાર)

હલવો બનાવવાની રીત :

હલવો બનાવવા માટે સૌથી પહેલા તો એક વાસણ લો, અને તેમાં પાણી અને કલર નાખી દો. પછી એને સારી રીતે મિક્ષ કરી દો.

ત્યારબાદ ગેસ ચાલુ કરીને એના પર નોનસ્ટિક વાસણ મુકી એમાં સાકર અને પાણી એડ કરી દેવાનું છે. અને ખાંડને ઓગળવા દેવાનું છે. (જો નોનસ્ટીક વાસણ ન હોય તો પણ ચાલશે.) અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે. ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરવાનો છે, અને તેને પાછું હલાવી દેવાનું છે.

ત્યારબાદ તેમાં કૉનફ્લોરનું મિશ્રણ એડ કરવાનું છે, અને તેને સતત હલાવતા રહેવાનું છે. જેથી તે નીચે ચોંટી જાય નહિ. અને જયારે મિશ્રણ થોડું જાડુ થાય એટલે તેમાં 2 ચમચી ઘી ઉમેરો અને તેને મિક્ષ કરી દો. એ મિક્ષ થઇ જાય ત્યારબાદ તેમાં ફરી 2 ચમચી ઘી ઉમેરો અને હલાવો. પછી એમાં કાજુના ટુકડા અને ઈલાયચી પાઉડર ઉમેરી એને સારી રીતે હલાવીને મિક્ષ કરી દો. તમે એમાં વિકલ્પ તરીકે મગજતરીના બીજ પણ નાખી શકો છો.

હવે આ બધું એડ થઇ ગયા પછી તેને ફરી એક વાર હલાવી દો, અને તેમાં ફરી 2 ચમચી ઘી એડ કરી દો. જયારે આ મિશ્રણ પારદર્શક થઇ જાય, તો એને એક ઘી લગાવેલી થાળીમાં કાઢી લો અને તેને ઠંડુ થવા મૂકી દો. જયારે તે ઠંડુ થઇ જાય એટલે તેને કાપી લો. હવે તમારો મુંબઈ કરાચી હલવો સર્વિંગ માટે તૈયાર છે.

જેવું કે અમે પહેલા જણાવ્યું તેમ તમે આમાં મગજતરીના બીજ પણ નાખી શકો છો. એ નાખ્યા પછી ફરી એક વાર 2 ચમચી ઘી નાખી મિશ્રણ પારદર્શક થઈ જાય એટલે તેને ઘી લગાવેલા થાળીમાં ઠંડુ કરવા મુકો દો. ઠંડુ થઈ જાય તેને કટ કરી લો. અને ખાવાની મજા લો. તમે આ માપથી હલવો બનાવશો તો એ બહાર મળે એવો જ બનશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.