આ રીતે તમે પણ તમારા વાળની લંબાઈ 10 ગણી વધારી શકો છો. વાળ લાંબા કરવાનો આ સચોટ ઉપાય છે.

0
3091

નમસ્કાર મિત્રો, જો તમે પણ તમારા ટૂંકા વાળથી પરેશાન છો અને વાળની લંબાઈ વધારવા માંગો છો, તો આજનો આ લેખ તમારા માટે મદદરૂપ સાબિત થશે. કારણ કે આજના આ લેખમાં અમે તમને એ જણાવીશું કે, તમે તમારા શેમ્પુની સાથે કઈ વસ્તુનો ઉપયોગ કરીને તમારા વાળની લંબાઈ વધારે શકો છો. જણાવી દઈએ કે આનો ઉપયોગ કરવાથી વાળ લાંબા થવાની સાથે સાથે એમાં ડેન્ડ્રફ પણ નહિ રહે. તો આવો તમને એ વસ્તુ વિષે જણાવી દઈએ.

આપણા વાળની લંબાઈ ઓછી થવાનું કારણ :

મિત્રો વાળ લાંબા કરવાનો ઉપાય જણાવતાં પહેલા એ જણાવી દઈએ કે, આપણા વાળ ટૂંકા કેમ રહે છે? અને ખરી કેવી રીતે જાય છે? આપણા વાળની લંબાઈ ઓછી થવાનું સૌથી મોટુ જે કારણ છે તે છે આપણી દિનચર્યા.

જણાવી દઈએ કે, જો તમે તમારા વાળની સારી રીતે દેખભાળ નથી રાખતા, અને તમારા વાળમાં ગંદકી રહે છે, એટલે કે તમે તમારા વાળને સારી રીતે ધોતા નથી, તેમજ સારી રીતે માથામાં મસાજ વગેરે નથી કરતા, તો આ બધા કારણો સર વાળ કમજોર બની જાય છે. અને સાથે સાથે તેનો ગ્રોથ અને એની લંબાઈ ઓછી થઇ જાય છે. એટલા માટે જો તમે તમારા વાળની લંબાઈ વધારવા માંગો છો, તો આ બાબતોને સુધારો.

મિત્રો તમને જણાવી દઈએ કે, આ નુસખાનો ઉપયોગ તમારે વાળમાં શેમ્પુ કર્યા પછી કરવાનો છે. આ નુસખાનો પ્રયોગ કરતા પહેલા તમારે સૌથી પહેલા કોઈ પણ શેમ્પુથી માથું ધોઈ લેવાનું છે. જે તમને સારો લાગે છે તે શેમ્પુ તમે વાપરી શકો છો. પણ કોઈ હર્બલ કે આયુર્વેદિક શેમ્પુ વાપરો તો વધારે સારું.

પણ એક વાતનું ધ્યાન રહે કે, શેમ્પુનો ઉપયોગ તમારે અઠવાડિયામાં બે વાર જ કરવાનો છે. કારણ કે આનાથી તમારા વાળ ડ્રાય થઇ જાય છે. આનો વધારે ઉપયોગ કરવાથી તમારી ઉપરની જે સ્કિન હોય છે તે ડ્રાય થઇ જશે, જેનાથી તમારા વાળ ખરવા લાગશે. તેનાથી ડેન્ડ્રફ પણ જોવા મળશે. કોઈ પણ શેમ્પુ હોય કુદરતી હોય કે કેમિકલ વાળો શેમ્પુ અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરવાનો છે.

હવે તમારે શેમ્પુનો ઉપયોગ કર્યાના 30 મિનિટ પછી કોઈ પણ નારિયેળનું તેલ લેવાનું છે, અને એ નારિયનના તેલથી વાળના મૂળમાં મસાજ કરવાની છે. નારિયેળના તેલને મૂળમાં લગાવવાથી ખુબ કમાલનો ફાયદો થાય છે. આનાથી એ ભાગનું બ્લડ સર્કુલેસન એટલે કે લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે.

આમ કરવાથી તમારા વાળનો ગ્રોથ બની રહેશે. લોહી સારી રીતે તમારા વાળ પર ફ્લો કરશે, અને તમારી સ્કિનમાં પણ ફલો કરશે. આનાથી તમારા વાળ મજબૂત થશે, અને લાંબા પણ થશે. આની સાથે અન્ય એક વસ્તુનો ઉપયોગ કરી શકો છો અને એ છે એલોવેરા જેલ.

જણાવી દઈએ કે, એલોવેરા જેલમાં મોઈસચરાઇઝેશનના ગુણ હોય છે. એટલે તમે આને પોતાના વાળમાં ઉપયોગ કરી શકો છો. એટલે દરરોજ નારિયેળનું તેલ અને એલોવેરા જેલને મિક્ષ કરીને એનો ઉપયોગ કરવાથી તમારા વાળ કાળા અને ભરાવદાર બનશે.