જો તમે મેથીના દાણાને આવી રીતે ખાસો, તો વૃધાવસ્થા સુધી તમારી નજીક પણ નહિ આવે કોઈ બીમારી

0
7014

જો તમે પહેલાના જમાનાના વૃદ્ધો વિષે જાણશો તો તમને એવું જાણવા મળશે કે તેઓ આજના 50 વર્ષની ઉંમરના લોકો કરતા વધારે સ્વસ્થ રહેતા હતા. એમના શરીર અંદરથી એટલા શક્તિશાળી હતા કે એમને બીમારીઓ ઓછી થતી હતી. કારણ કે એમનો ખોરાક એવો હતો. ત્યારે આજના જમાનામાં મળતા ફાસ્ટફૂડ હતા નહિ. એટલે એમનું સ્વાસ્થ્ય પણ વધારે સારું હતું.

અને જો આજકાલ જે પણ વ્યક્તિ વૃદ્ધાવસ્થા સુધી સ્વસ્થ અને હટ્ટા-કટ્ટા રહેવા માંગે છે એ દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તેમને ડાયાબિટીસ, બ્લડપ્રેસર, હ્ર્દય રોગ અને સાંધાના દુ:ખાવા જેવી કોઈ બીમારી થાય નહિ. તો એવા દરેકને જણાવી દઈએ કે તમારે મેથીદાણાનું દરરોજ સેવન કરવું જોઈએ. અને એ પણ નીચે જણાવેલ વિધિ મુજબ. આમ કરવાથી તે આ બધી બીમારીઓથી દુર રહી શકશે. આવો જાણીએ કઈ રીતે.

મેથીના દાણાના ફાયદા :

મિત્રો જેટલા વર્ષ તમારી ઉંમર હોય, તેટલા જ મેથીના દાણા લઈને ધીરે ધીરે ખુબ ચાવી-ચાવીને દરરોજ ખાવા. એને ખાવાનો સમય સવારે ખાલી પેટ કે સાંજે પાણીની મદદથી એનું સેવન કરવું જોઈએ. જો તમને ચાવવામાં તકલીફ હોય તો પાણીની મદદથી એને ગળી શકો છો. જણાવી દઈએ કે એવું કરવાથી વ્યક્તિ હંમેશા માટે નિરોગી અને ચુસ્ત બની રહે.

એના સેવનથી ડાયાબિટીસ, સાંધાના દુ:ખાવા, સોજો, બ્લડ પ્રેસર, બલગમી બીમારીઓ, અપચો વગેરે જેવા અનેક રોગોથી રક્ષણ મળે છે. તેમજ વૃદ્ધાવસ્થાની વ્યાધિઓ જેવી કે સાયટીકા, ઘૂંટણમાં દુ:ખાવો, હાથ પગ સુન્ન પડી જવા, માંસપેશીઓમાં ખેંચાવ, ભૂખ ન લગાવી, વારંવાર પેશાબ થવો, ચક્કર આવવા વગેરે તમારી નજીક પણ નહિ આવશે. તેમજ જોશ અને સ્ફૂતિમાં વૃદ્ધિ થઇને વ્યક્તિ દીધાર્યુ થશે.

મેથીના દાણાનું સેવન કરવાની રીત :

જાણકારી માટે જણાવી દઈએ કે અલગ-અલગ બીમારીઓના ઈલાજ માટે મેથીના દાણાનો પ્રયોગ ઘણા પ્રકારે કરવામાં આવે છે. મેથીના દાણા પલાળીને તેનું પાણી પીવું, કે પલાળેલા મેથીના દાણાનું ધોળ ગાળીને પીવું, એને અંકુરિત કરીને ચાવીને કે એનો રસ કાઢીને પીવું, તેને ઉકાળીને તેનો રસ કે શાક બનાવીને ખાવું.

તેમજ ખીચડી કે કઢી બનાવતા સમયે તેમાં નાખીને એનું સેવન કરવું. મેથીના આખા દાણા સવારે ચાવીને ખાવા અને રાત્રે મેથીના દાણા પાણી સાથે ગળી જવા. તેને સેકીને કે તેનો દલિયા કે ચૂર્ણ બનાવીને તાજા પાણીની સાથે કોગળા કરવા. મેથીદાણાના લાડવા બનાવીને ખાવા. આ બધી એનું સેવન કરવાની રીત છે. પણ મેથીના દાણાના સેવનની સલામત અને સૌથી સારી રીત છે તેનો ઉકાળો કે ચા બનાવીને પીવું.

વિશેષ :

મિત્રો ઉનાળામાં તેની ફાકી લેવા કરતા રાત્રે એને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખો. અને બીજા દિવસે સવારે એ મેથીના દાણાને ચાવીને ખાઈ લો, અને ઉપરથી આજ પલાળેલું પાણી પી લો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.