આ રીતે 1000 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં બનાવો હોમ મેડ AC, 6 સરળ સ્ટેપથી બનશે તમારું AC.

0
1898

મિત્રો, ઉનાળો શરુ થઈ ગયો છે, અને પોતાનો પ્રકોપ દેખાડી રહ્યો છે. હમણાં તો ઘરમાં પંખો ફૂલ સ્પીડમાં ચાલી રહ્યો હોય તો પણ ગરમી લાગે છે. એવામાં જો એસીની હવા મળી જાય તો મજા જ આવી જાય. પણ સામાન્ય માણસનું એસી ખરીદવાનું બજેટ નથી હોતું. પણ એના માટે ચિંતા કરવાની જરૂર નથી.

કારણ કે આજે અમે તમારા માટે હોમ મેડ એસી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે કઈ રીતે તમે હોમ મેડ એસી બનાવી શકો છો. અને તમારે આના માટે કોઈ ખાસ જગ્યાએ જવાની જરૂર નથી. એમાં માટે કેટલીક વસ્તુઓ તમારે ખરીદવી પડશે. અને ફક્ત 6 સ્ટેપની આ પ્રોસેસ પૂરી કરીને તમે જાતે જ એસી બનાવી શકશો. (તમે નીચે વિડીયોમાં જોઇને પણ શીખી શકો છો.)

ઘર પર એસી બનાવવાના માટે જરૂરી સામગ્રી :

ઢાંકણાં વાળી પ્લાસ્ટિકની ડોલ (કિંમત 100-150 રૂપિયા). મિત્રો, આની જગ્યાએ તમે કલરની જે ડોલ આવે છે, તેનો પણ ઉપયોગ કરી શકો છો.

નાનો પંખો (કિંમત 300-400 રૂપિયા).

પ્લાસ્ટિકનો મોટો પાઇપ કે શેલોટ પાઇપ (કિંમત 100 રૂપિયા).

કાપવાના માટે ધારદાર ચાકુ (કિંમત 100 રૂપિયા).

ચીપકાવના માટે ડક્ટ ટેપ (Duct Tape, કિંમત 20-25 રૂપિયા).

ડ્રાય આઈસ (કિંમત 70-80 રૂપિયા per/kg).

સ્ટેપ નંબર 1 :

એસી બનાવવા માટે સૌથી પહેલા તો પ્લાસ્ટિકની ડોલ લો. પછી એના ઢાંકણાં પર નાનો પંખો રાખીને પેન કે અન્ય વસ્તુથી નિશાન બનાવી લો. પછી એને ધ્યાનથી કાપો.

સ્ટેપ નંબર 2 :

ત્યારબાદ ઢાંકણની અંદરની તરફ બે ટુકડા ડકટ ટેપના લગાવો.

ટેપ આવી રીતે લગાવો કે જેથી આનો ગળા વાળો હિસ્સો ઉપરની તરફ હોય.

આવું કરવાથી પંખો સરળતાથી ડોલના ઢાંકણ પર ચીપકી જશે.

સ્ટેપ નંબર 3 :

ત્યાબાદ ઢાંકણને ડોલ પર રાખો અને પંખાને ઢાંકણના કાપેલા ભાગ પર રાખો. (પંખો અંદર લાગેલ ટેપ પર ચીપકી જશે અને ડોલની અંદર પડશે નહિ.

પછી ઢાંકણની ઉપર મુકેલા પંખાને ચારેય તરફથી ટેપની મદદથી ચિપકાવી દો.

સ્ટેપ નંબર 4 :

પંખો ચીપકાવ્યા પછી ઢાંકણને દુર કરો અને ડોલમાં ત્રણ હોલ બનાવો.

અને એ હોલ એટલા મોટા હોવા જોઈએ કે એમાં પાઇપ સરળતાથી ફિટ થઇ શકે.

પાઇપની સાઈઝના પરફેક્ટ હોલ બનાવવા માટે ડ્રિલની જરૂર પડી શકે છે. અને જો ડ્રિલ મશીન ન હોય તો ચાકુને ગરમ કરીને હોલ બનાવી શકાય છે.

સ્ટેપ નંબર 5 :

હવે પાઇપના 3 એકસરખા ટુકડા કરી લો, અને એને ડોલમાં બનવેલા હોલમાં નાખીને અંદર અને બહારથી સારી રીતે ચિપકાવી લો.

સ્ટેપ નંબર 6 :

ડોલમાં ડ્રાય આઈસ એટલે કે સુકો બરફ ભરો અને ઉપરથી પંખા વાળું ઢાંકણું લગાવી દો.

હવે રૂમને ચારે બાજુથી પેક કરી દો. જેમ લોકો એસી ચાલુ કરતા પહેલા કરતા હોય છે એમ.

હવે પાંખો ચાલુ કરો. થોડા સમય પછી તમારો રૂમ એકદમ મસ્ત એસી જેવો ઠંડો થઇ જશે.

વિડિઓ જુઓ :