આ પેસ્ટને અઠવાડિયામાં એક વાર લગાવી દો, તમારા વાળની તમામ સમસ્યાઓથી તમને છુટકારો મળી જશે.

0
3549

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. વર્તમાન સમયમાં ઘણા બધા લોકોને વાળને લગતી કોઈ ને કોઈ સમસ્યા હોય જ છે. એમાં અકાળે વાળ સફેદ થવા, વાળ ખરવા અને ખોડો મુખ્ય છે. અને એના માટે લોકો જાત જાતના ઉપાય પણ કરે છે. પણ આજે અમે તમને એક એવો ઉપાય જણાવવાં જઈ રહ્યા છીએ, જેની મદદથી તમારી વાળને લગતી તમામ સમસ્યાઓ દુર થઈ જશે. તો આવો જાણીએ આજના લેખમાં શું છે ખાસ?

પહેલા તો એ જણાવી દઈએ કે, દેશી હિના કે મહેંદી વાળ માટે સર્વશ્રેષ્ઠ સૌંદર્ય પ્રસાધન છે. અને સદીઓથી ભારતના લોકો આ શક્તિશાળી ઔષધિનો ઉપયોગ કરતા આવ્યા છે. તેમજ આની ભેટ દુનિયામાં પણ વહેંચવામાં આવી છે. આમ તો પહેલા મહેંદીનો ઉપયોગ વાળ સંબંધિત રોગોનો ઉપચાર માટે કરવામાં આવતો હતો, પણ હવે આધુનિક મહિલાઓ આનો ઉપયોગ વાળના રંગ, ચમક અને લંબાઈ વધારવા માટે કરે છે. હકીકતમાં મહેંદી વાળની કુદરતી ડાઇ માટે સર્વશ્રેષ્ઠ છે, અને આના બીજા પણ ઘણા ફાયદા છે.

પેસ્ટ બનવવા માટે જરૂરી સામગ્રી :

મહેંદી – 5 વાટકી

તલનું તેલ – 250 મિલી.

દહીં – 2 ચમચી

લીંબુનો રસ – 3 ચમચી

ખાસ નોંધ : જો તમારા વાળ નાના છે, તો તમે તેના હિસાબથી આપેલ સામગ્રીની માત્રા 1/2 કે 1/4 ભાગ જેટલી લઈને એને ઉપયોગમાં લઇ શકો છો.

પેસ્ટ બનાવવાની રીત :

ઉપર જણાવેલી બધી સામગ્રીને એક સાથે સારી રીતે મિક્ષ કરો. ત્યારબાદ એને તમારા વાળમાં લગાવીને રાખો. જયારે તે સુકાય જાય ત્યારે એને ધોઈ નાખો.

મહેંદી વાળનો વિકાસ વધારે છે :

જણાવી દઈએ કે, મહેંદીનો કુદરતી ગુણ વાળને ઝડપથી વધારવામાં મદદ કરવાનો છે. એના માટે અઠવાડિયામાં એક વાર આ પેસ્ટ બનાવીને લગાવો, અને સુકાઈ જાય પછી વાળ ધોઈ લો.

મિત્રો, મહેંદી પાઉડરથી તમે એક ખાસ તેલ પણ બનાવી શકો છો, જે વાળનો વિકાસ વધારે છે. આના માટેની વિધિ નીચે મુજબ છે.

250 મિલી. તલનું તેલ ત્યાર સુધી ઉકાળો જ્યાં સુધી તેમાંથી ધુમાડો ના નીકળવા લાગે. પછી એમાં 5 વાટકી મહેંદી નાખો અને 5 મિનિટ સુધી ફરી ઉકાળો. આ તેલને અઠવાડિયામાં 2-3 વાર લગાવો.

મહેંદી વાળને કન્ડિશનર કરે :

જાણકારી માટે જણાવી દઈએ કે, મહેંદી વાળોને ઊંડાઈ સુધી કન્ડિશનર કરી તેને મુલાયમ અને સ્વસ્થ બનાવે છે. મહેંદીના આ ફાયદાને મેળવવા માટે આ વિધિનું પાલન કરો. સાદી ચા નો ઉકાળો બનાવો અને એને ઠંડો થવા દો. પછી એમાં પર્યાપ્ત માત્રામાં મહેંદી મિક્ષ કરી એની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ એમાં 3 ચમચી લીંબુનો રસ મિક્ષ કરો, અને 30 મિનિટ પછી 2 ચમચી ઘી પણ એમાં મિક્ષ કરો. પછી આ મિશ્રણ વાળ પર લગાવો. પછી એક કલાક બાદ એને શેમ્પુ દ્વારા ધોઈ લો.

મહેંદી વાળ ખરવાનું ઓછું કરે છે :

મહેંદી અને સરસવના તેલનું મિશ્રણ વાળના ખરવાની સમસ્યાનું અદભુત સમાધાન છે. એના માટે 250 મિલી સરસવનું તેલ ઉકાળો, અને એમાં કેટલીક મહેંદીના પાંદડા કે પાઉડર નાખીને એને ઉકળવા દો. આ તેલનો ઉપયોગ અઠવાડિયામાં 2-3 વાર કરો. અને આ તેલ એક જ મહિનામાં પૂરું કરો.