ઊંઘતા પહેલા સતત 7 રાત સુધી આને ચહેરા પર લગાવવાથી, એટલો ગ્લો આવી જશે કે બધા જોતા રહી જશે.

0
4229

સુંદર દેખાવા માટે ચહેરાની દેખભાળ રાખવી ઘણી જરૂરી છે. પણ આજકાલના વ્યસ્ત જીવનમાં દિવસે વ્યસ્ત રહેવાને કારણે સ્કિનની સંભાળ રાખવી ઘણું મુશ્કેલ બની જાય છે. તો એના માટે તમે રાત્રે સુતા પહેલા અમુક ખાસ વસ્તુઓ ચહેરા પર લગાવી શકો છો. જે તમારા ચહેરાની રંગતને વધારી શકે છે. આ વસ્તુઓમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને ન્યુટ્રીએંટ્સ ફેરનેસને વધારે છે.

આજે અમે તમને આ લેખમાં એવી જ વસ્તુઓ વિષે જણાવીશું જે સતત 7 રાત સુધી ચહેરા પર લગાવવાથી ચહેરાનો ગ્લો વધે છે. તો આવો તમને એવી 9 વસ્તુઓ વિષે જણાવીએ જેને રાત્રે ચહેરા પર લગાવવાથી ગ્લો વધે છે.

આ 9 વસ્તુઓ લગાવવાથી વધશે સુંદરતા :

૧. કાચું દૂધ :

જાણકારી માટે જણાવી દઈએ કે, કાચું દૂધ ચહેરા પર લગાવવાથી ડેડ સ્કિન નીકળી જાય છે, અને સ્કિનનો ગ્લો વધે છે. સ્કિનને ટાઈટ રાખવા માટે કાચું દૂધ ચહેરા પર લગાવવું જોઈએ. આ તમને રિંકલ્સથી બચાવે છે.

૨. એલોવેરા જ્યુસ (કુંવારપાઠુંનું જ્યુસ) :

રૂ ની મદદથી એલોવેરાના જ્યુસને ચહેરા પર લગાવવાથી ફેરનેસમાં વધારો થાય છે. એનાથી ચહેરાની ડ્રાયનેસ એટેલ કે ચામડી સુકાઈ જવાની સમસ્યા દૂર થાય છે. અને આ ઉપાય દરેક ઋતુમાં સ્કિન માટે ફાયદાકારક હોય છે.

૩. ગુલાબ જળ :

જાણકારી માટે જણાવી દઈએ કે, ચહેરા પર ગુલાબ જળ લગાવવાથી સ્કિનની કોમળતા વધે છે. જે લોકોની સ્કિન રફ છે તેમણે મલાઈમાં ગુલાબ જળ મિક્સ કરી લગાવવું જોઈએ જેથી ઘણો ફાયદો થશે.

૪. બટાકાનો રસ :

બટાકાનો રસ ચહેરા પર લગાવવાથી રંગ ગોરો થાય છે અને ચહેરાની ચમક પણ વધે છે. જો સમય ઓછો હોય તો બટાકાની સ્લાઈડ(કટકી)નો ઉપયોગ પણ કરી શકો છો.

૫. મધ :

આ ઉપરાંત મધમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના ડાઘા દૂર થાય છે, અને ચહેરાની ફેરનેસ વધે છે. જો તમે ઈચ્છો તો ચણાના લોટમાં મધ મિક્સ કરીને પણ વાપરી શકો છો. આમ કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે.

૬. કાકડીનો રસ :

જણાવી દઈએ કે, કાકડીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી કરચલીઓથી બચી શકાય છે. એનાથી ત્વચા કોમળ થાય છે. અને એને કુંવારપાઠાના જ્યુસમાં મિક્સ કરીને લગાવવાથી પણ ઘણો ફાયદો થાય છે.

૭. નારિયેળ તેલ :

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે, ચહેરા પર નારિયેળ તેલથી માલિશ કરવાથી રિંકલ્સ એટલે કે કરચલીઓ દૂર થાય છે. ત્વચાની કોમળતા વધારવા માટે નારિયેળ તેલ ઘણું ફાયદાકારક હોય છે. આંખની નીચે થયેલા કાળા ડાઘા પર નારિયેળ તેલની માલિશ કરવાથી તે દૂર થઈ જાય છે.

૮. ગ્રીન ટી :

ગ્રીન ટી નો ઉપયોગ તમે ચહેરાની રંગત વધારવા માટે કરી શકો છો. એના માટે ગ્રીન ટી ને રૂ મારફતે ચહેરા પર લગાવો અને થોડી વાર પછી ધોઈ લો. એનાથી સ્કિનનો ગ્લો વધે છે. અને ગ્રીન ટી બેગનો ઉપયોગ તમે તમારા વાળને તંદુરસ્ત રાખવા પણ કરી શકો છો.

૯. ચણાનો લોટ :

મિત્રો ચણાના લોટમાં દહીં મિક્સ કરીને એને ચહેરા પર લગાવવાથી બ્લેક હેડ્સ(નાક પાસે જમા થતો કાળો પદાર્થ) નીકળી જાય છે. તેમજ આને ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમક બમણી થાય છે.