આ નાની નાની ભૂલોથી વધે છે મોટાપો.

0
1106

મોટાપો કોઈપણ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. મોટાપો એટલે બીમારીનું ઘર. એજ કારણ છે કે મોટાપાથી દરેક દુર રહેવા માંગે છે. મોટાભાગના લોકોનું માનવું છે કે મોટાપો સામાન્ય રીતે ખાવા પીવાથી વધે છે. જો કે એવું જરાપણ નથી. મોટાપા માટે આપણું જીવનધોરણ મહત્વની ભૂમિકા ભજવે છે. કહેવાનો અર્થ એ છે જે આપણે દિવસ દરમિયાન એવી તમામ નિર્દોષ ભૂલો કરીએ છીએ જેને કારણે મોટાપો આપણેને જકડી રાખે છે. આવો આ નિર્દોષ ભૂલો વિષે જાણીએ.

મોડેથી ઊંઘવું :

બસ પાંચ મિનીટ વધુ. દરેક ઘરમાં સવારે આવા પ્રકારના શબ્દો સાંભળવા મળે છે. ખરેખર ઊંઘ આપણી જરૂરિયાત છે. પરંતુ બદલાતા જીવધોરણે શારીરિક કામ બંધ કરી દીધું છે. તેવામાં મોડે સુધી ઊંઘવું આપણા બેડોળ શરીર માટે જવાબદાર હોઈ શકે છે.

ટીવી જોતા જોતા જમવું :

ટીવી જોતા જોતા હાથમાં ચિપ્સ, કુરકુરે જેવી ન જાણે કેટલી વસ્તુ હોય છે. જયારે ટેસ્ટ વધુ સારો કરવો હોય તો કોલ્ડ ડ્રીન્કસનો પણ તેમાં સમાવેશ કરી દેવામાં આવે છે. પરંતુ આ બધા વચ્ચે તમને એ નથી ખબર રહેતી કે તમે બેઠા બેઠા અસંખ્ય કેલરી ખાઈ ગયા છો. કેલેરી મોટાપા માટે જવાબદાર છે.

વારંવાર વજન જોવું :

અરે વજન માપવાથી મોટાપાનો શું સંબંધ? પરંતુ છે. કેવી રીતે? ખાસ કરીને જયારે આપણે નિયમિત આપણું વજન જોઈએ છીએ જો તેમાં થોડોપણ ફેરફારનો અનુભવ થાય તો આપણેને ચિંતા થવા લાગે છે. ચિંતા આપણા અસંતુલિત હાર્મોન માટે જવાબદાર હોય છે. એવું નથી ચિંતાને કારણે મોટાપો પણ વધે છે. જે વારંવાર વજન કરીને મોટાપાને આમંત્રણ ન આપો.

નાસ્તો ન ખાવો :

ખાસ કરીને છોકરીઓ એવું વિચારે છે કે નાસ્તો ન ખાવાથી તે પાતળી રહેશે. પરંતુ જરા અટકો. જેમ કે તમે નાસ્તો ન કરવાથી પાતળા તો થશો નહિ ઉલટાનું નબળા થઇ જશો. એટલું જ નહિ તમારું શરીર ફૂલી પણ શકે છે, જેને આપણે મોટાપો કહીએ છીએ. ધ્યાન રાખો કે નબળાઈ માત્ર પાતળા લોકોમાં જ નથી હોતી પરંતુ જાડા લોકોમાં પણ નબળાઈ હોય છે.

રહી રહીને ગળ્યું ખાવું :

આપણી સ્વાદ શક્તિએ આપણેને ખાવાપીવાના શોખીન બનાવી દીધા છે. ઓફીસ હોય કે ઘર. ગળ્યાથી આપણે દુર નથી ભાગતા. જો કે રહી રહીને ગળ્યું ખાવાથી આપણા શરીરમાં ચરબી જમા થાય છે. જે મોટાપાને આમંત્રિત કરે છે. ગળ્યાના શોખીન હોવા છતાંપણ ઓછું ખાવ, ફીટ રહેશો.

દરેક શોધ ઉપર અમલ કરવો :

શોધ એટલા માટે થાય છે, જેથી આપણે જાણી શકીએ કે શું ખાવું આપણા માટે યોગ્ય છે અને શું નથી. પરંતુ આ શોધ ઉપર અંધવિશ્વાસ કરવો યોગ્ય નથી. એટલે કે કોફી, કોફીમાં શારીરિક ફાયદા રહેલા છે. તે ટાઈપ-૨ ડાયાબીટીસથી બચાવે છે. અમુક કેન્સરમાં પણ એ અસરકારક છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે એક જ દિવસે ઘણા કપ કોફી પી જાવ. વારંવાર કોફી પીવી એટલે મોટાપાને આમંત્રણ આપવું છે.

સમુહમાં ખાવું :

સારી વાત એ છે કે જયારે પણ આપણે સમુહમાં ખાઈએ છીએ, સારું ખાવ, પરંતુ વાત એ છે કે સમુહમાં હંમેશા ૩૫ થી ૪૦ ટકા વધુ ખાઈ જાય છે. નવાઈ ત્યારે થાય છે કે જયારે તે ૬-૭ના સમુહમાં તમે લગભગ ૭૫ ટકા વધુ ખાઈ જાવ છો. કહેવાનો અર્થ એ છે કે સમુહમાં ખાવું હંમેશા મોટાપા સાથે મિત્રતા કરવું હોય છે. જયારે એકલા આપણે એટલું જ ખાઈએ છીએ જેટલી જરૂર હોય છે.

ફાસ્ટ ફૂડ ખાવું :

ફાસ્ટ ફૂડ જોતા જ મન કહે છે ‘જીવ લલચાવે, રહી ન શકાય.’ બાળકોથી લઈને યુવાન અને વૃદ્ધ સુધી ફાસ્ટ ફૂડથી કંટાળતા નથી. પરંતુ કદાચ તમારે એ જણાવવાની જરૂર નથી કે ફાસ્ટ ફૂડ શરીર માટે કેટલું નુકશાનકારક છે. તે આપણું કોલેસ્ટ્રોલ વધારે છે. વધારાની ચરબી જમા કરે છે. એટલે કે ફાસ્ટ ફૂડથી મોટાપો પણ ઝડપથી આવે છે. તો આ ભોળી અને લલચાવતી ભૂલથી જરૂર દુર રહો.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.