આ નામવાળા લોકો રહે છે જીવનભર દુ:ખી, ક્યારેય નહી મળી શકે સાચો પ્રેમ

0
4804

મિત્રો આ જીવન એક રંગમંચ છે, અહી સુખ અને દુ:ખનું આવવા જવાનું તો બની રહે છે, તે એ પણ દર્શાવે છે કે તેનું કોઈ અસ્તિત્વ નથી. તેનો કોઈ ચોક્કસ, નક્કર, સર્વમાન્ય આધાર પણ નથી. જીવનમાં આવતું સુખ દુ:ખ મનુષ્યની અનુભૂતિનું જ પરિણામ છે.

વ્યક્તિ પોતાના ખરાબ સમયમાં એટલી મુંજવણ અને અસહજતા અનુભવે છે, કે તે બધા સામે પોતાનું દુ:ખ બુમો પાડીને રજુ કરે છે. ખરાબ સમય માંથી પસાર થઇ રહેલા વ્યક્તિએ ક્યારેય તેને પડતી તકલીફ હંમેશા યાદ ન કરાવવી જોઈએ.

તેમજ તમે ઘણી વખત એવું પણ જોયું હશે કે, તમારી આસપાસ થોડા એવા લોકો રહે છે જે હંમેશા દુ:ખી રહે છે. અને તેના દુઃખનું કારણ હોય છે કે એમને સાચો પ્રેમ નથી મળી શકતો. ઘણા લોકો હંમેશા દુ:ખી જ રહે છે. તેમના જીવનમાં કેટલો પણ સમય પસાર કેમ ન થયો હોય, પણ તે હંમેશા દુ:ખી જ રહે છે. કોઈપણ પરિસ્થિતિ તેને ખુશ નથી કરી શકતી.

એ દુઃખી વ્યક્તિનો દૃષ્ટિકોણ એટલો નકારાત્મક હોય છે કે, તે જીવનની ઉજળી બાજુને જોઈ જ નથી શકતા. તેને ચાંદની સુંદરતા નહિ, તેમાં છુપાયેલો ડાઘ જ દેખાય છે. તે તેમના જીવવાનો અંદાઝ બની રહે છે. આજે અમે તમને થોડા એવા નામ વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે હંમેશા પોતાના જીવનમાં દુ:ખી રહે છે. તો આવો જાણીએ આ ત્રણ નામોના વ્યક્તિ વિષે જે હંમેશા દુ:ખી રહે છે.

૧. B નામ વાળા લોકો :

જણાવી દઈએ કે B નામ વાળા લોકોનું જીવન મોટાભાગે દુ:ખોમાં જ પસાર થાય છે. એમના જીવનમાં એવું પણ જોવામાં આવે છે કે, એમની ઘણા પ્રકારની સારી બાજુ પણ હોય છે. અને તેમની એ ભલાઈ તેમના દુ:ખોનું કારણ બની જાય છે. જેને કારણે જ તેને સાચો પ્રેમ નથી મળી શકતો. કારણ કે એવા લોકો પોતાના સુખથી વધુ બીજાના સુખની ચિંતા કરે છે. તેને કારણે જ તે પોતાના જીવનમાં હંમેશા દુ:ખી રહે છે.

૨. P નામ વાળા લોકો :

આ યાદીમાં બીજા આવે છે P નામ વાળા લોકો. તેઓ ઘણા જ સીધા સાદા અને સાચા હોય છે. આ નામ વાળા લોકોની સૌથી મોટી ખાસિયત એ હોય છે કે, તે લોકો બીજાની ખુશીઓમાં પણ પોતાની ખુશીઓ ખુબ જ સરળતાથી શોધી લે છે, અને માત્ર એટલું જ નહિ પરંતુ બીજાની ખુશીઓ વહેચતા વહેચતા પોતે જ ખુશીઓથી વંચિત રહી જાય છે. જેને કારણે તે ક્યારે પણ ખુશ નથી રહી શકતા.

૩. S નામ વાળા લોકો :

જણાવી દઈએ કે S નામ વાળા લોકો દિલના ઘણા જ સાચા હોય છે. તેમની ખાસિયત હોય છે કે તે લોકો બીજાની ખુબ જ ચિંતા કરે છે. આ નામ વાળા લોકોને બીજાની મદદ કરવાનું ઘણું વધુ ગમે છે, અને તે કારણ છે કે તેમનો પોતાના સાથી સાથે અણબનાવ થઇ જાય છે. અને તેને પોતાનો સાચો પ્રેમ નથી મળી શકતો. જેના કારણે તે સાચા પ્રેમથી વંચિત રહી જાય છે.

તમે જયારે પણ આ નામ વાળા વ્યક્તિને મળો તો ક્યારે પણ તમે એ નહિ વિચારો કે તે હંમેશા દુ:ખી જ રહે છે, કેમ કે તેની પાછળનું કારણ તમને પણ ખબર પડી ગઈ છે.