કરો આ મોટા નફા વાળો બિઝનેસ, ફક્ત 300 રૂપિયામાં બનશે અને 3000 રૂપિયામાં થશે આનું વેચાણ.

0
2703

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે એક બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. અને આ એક એવો બિઝનેસ છે, જેમાં તમને કોઈ દિવસ ખોટનો સામનો કરવો પડે નહિ. તેમજ આ બિઝનેસમાં તહેવારોના સમયે વધારે નફો મેળવી શકાય છે.

તો મિત્રો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ રૂ ની પૂણી બનાવવાના બિઝનેસની. જેને દિવેટ પણ કહેવામાં આવે છે. અને એને તમે તમારા ઘરે જ બનાવી શકો છો. એને હાથથી નહિ પણ મશીનથી એકદમ ઝડપથી બનાવી શકો છો. કારણ કે દિવેટ બનાવવા માટેના મશીન પણ આવે છે. અને એ મશીનથી તમે સરળતાથી દિવેટ બનાવીને તેનું વેચાણ કરી શકો છો. તો ચાલો જાણીને લઈએ કેવી રીતે આ બિઝનેસ ચાલુ કરવાનો છે, તેની બધી જાણકારી આજે અમે તમને આ લેખમાં જણાવવાના છે.

એ તો તમે જાણો જ છો કે, રૂ ની પૂણીનો દરેક જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. પછી ભલે તે ગામ હોય કે શહેર આનો ઉપયોગ તો થાય જ છે. પહેલાના સમયમાં આને હાથથી બનાવવામાં આવતી હતી. પણ દિગ્વિજય ઈન્ડસ્ટ્રીએ આનું મશીન બનાવ્યુ છે. અને આ મશીન 3 થી 4 કિલોના રૂ ની પૂણી એક દિવસમાં બનાવી શકે છે.

મશીન વિષે વાત કરીએ તો આ મશીન 12 કિલોનું છે, અને આને તમે તમારા ઘરની વીજળીથી પણ ચલાવી શકો છો. તમે ઈચ્છો તો એક-બે મશીન લઈને નાનો બિઝનેસ પણ શરુ કરી શકો છો. 3 કિલો રૂ ની કિંમત લગભગ 300 રૂપિયા અને 5 રૂપિયા દરરોજ વીજળી એટલે 305 રૂપિયા મૂળ ખર્ચ થાય છે. આ અમે એટલા માટે જણાવીએ છીએ કારણ કે, આની દરરોજ રૂ ની પૂણી બનાવવાની કેપિસિટી 3 થી 4 કિલોની છે. અને 5 રૂપિયા જેટલો પેકીંગનો ખર્ચો એટલે 310 રૂપિયા દરરોજનો ખર્ચો થાય છે.

હવે આ બિઝનેસ શરુ કરવામાં આવે, તો એમાંથી થતો નફો કંઈક આ રીતે છે. તમે સામાન્ય રીતે બજારમાં જે 10 રૂપિયામાં રૂ ની પૂણી મળે છે, તેવા તમે આ મશીનથી 1 કિલો રૂ માંથી 120 પેકેટ બનાવી શકો છો. તો 3 કિલોમાં 360 પેકેટ તમ બનાવી શકો છો. 10 રૂપિયાનું એક મળે છે તો 360 ના 3600 રૂપિયાના તમારા પેકેટ બનીને તૈયાર થઈ જાય છે.

આને તમે રિટેલમાં વેચવા જાવ છો, તો તમને લગભગ 3000 થી 3200 જેટલો નફો એક દિવસમાં થઈ શકે છે. હોલસેલની વાત કરવામાં આવે, તો તમે આને અડધી કિંમતમાં વેચો તો પણ 1000 થી 1500 રૂપિયા દરરોજનો નફો મેળવી શકો છો. તમે આ બિઝનેસમાં ઓછામાં ઓછો 1000 રૂપિયાનો નફો મેળવી શકો છો. જો તમે તેનું સારું વેચાણ કરો અને તેને સારી રીતે બનાવો તો. આ મશીન 31,000 ની આસપાસ મળી જશે. એને તમે ઓનલાઈન મંગાવી શકો છો.

તમે ગુગલમાં Cotton Wick Making Machine લખીને સર્ચ કરશો તો એને ઓનલાઈન ખરીદવાના અલગ અલગ વિકલ્પ તમને મળી જશે.

આવો તમને લાંબી દિવેટ બનાવતા મશીન વિષે પણ જણાવી દઈએ. આ મશીન દ્વારા 6 થી 8 કલાકમાં 2 કિલોની દિવેટ બને છે. અને આ 2 કિલોમાં 22 થી 24 હજાર લાંબી દિવેટ બને છે. અને આ મશીનથી તમે એક જ આકારની દિવેટ બનાવી શકો છો.

અને આના દ્વારા તમે 1 કિલો પર 500 થી 700 રૂપિયાનો નફો મેળવી શકો છો. બધો ખર્ચ ઉમેરીયા વગર. આ મશીનના વીજળીમાં ખર્ચની વાત કરવામાં આવે, તો મહિને 80 થી 100 રૂપિયાની આવે છે. આ બિઝનેસ કોઈ પણ કરી શકે છે. જો તમે કરવા માંગો છો તો ચાલુ કરી નાખો.