આ માણસે પોતાના દીકરાની ગર્લફ્રેન્ડની સાથે જે કર્યું, તે બધાની તાકાત બહારનું છે.

0
747

જયારે કેલી સડર્સ હાઈસ્કુલમાં ગઈ, તો તેના એક બોયફ્રેન્ડ કાર્ટરે તેને વચન આપ્યું કે કેલીને સ્કુલ પ્રોમમાં સાથે લઇ જશે. તે સમયે કેલીથી એક વર્ષ મોટા કાર્ટર ગ્રેજુએટ થઇ ગયા હતા અને બીજા શહેરની કોલેજમાં અભ્યાસ શરુ કરી ચુક્યા હતા. પરંતુ કાર્ટરને જયારે પણ તક મળતી હતી, તે કેલીને મળવા આવી જતા હતા.

પરંતુ પ્રોમની તારીખથી લગભગ એક મહિના પહેલા કાર્ટર કેલીને મળવા માટે ગાડી લઈને નીકળ્યો, પરંતુ ક્યારેય પહોચ્યો જ નહિ.

રોડ ઉપર ત્રણ ગાડીઓનું એક સાથે એકસીડન્ટ થઇ ગયું હતું. જેમાં કાર્ટરની ગાડી પણ રહેલી હતી. પોતાના બોયફ્રેન્ડના મૃત્યુથી કાર્ટર સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી, તેવા હાલ કાર્ટરના માતા પિતાના પણ હતા, તેની સ્થિતિ આમ લખીને નથી દર્શાવી શકાતી, કેમ કે એક વર્ષ પહેલા જ તેમણે પોતાનો એક બીજો દીકરો ગુમાવ્યો હતો.

પણ જયારે કાર્ટરની માતાને ખબર પડી કે કાર્ટરના મૃત્યુથી દુઃખી કેલીને સ્કુલ પ્રોમ જવાનો આઈડિયા છોડી દીધો છે, જે તેના મગજમાં એક આઈડિયા આવ્યો. કેલી પ્રોમ જવા માટે પહેલાથી જ ડ્રેસ ખરીદી લાવી હતી. કાર્ટરના પિતા રોબનું કેલીનું દુઃખ જોવાયું નહિ. તો તેમણે પોતાના માટે એક સુટ ખરીદ્યું અને કેલીને એ ઈવેંટમાં જવા માટે આમંત્રિત કરી, જેનું સપનું તે નાનપણથી જ જોતી આવી હતી.

જયારે કેલી કાર્ટરના પિતા સાથે પ્રોમ ગઈ, તો ત્યાં રહેલા ઘણા બધા માણસોની આંખમાં આંસુ આવી ગયા. કાર્ટરના પિતા બસ એવું વિચારી રહ્યા હતા કે કેવી રીતે તે પોતાના દીકરાની ગર્લફ્રેન્ડની મદદ કરી શકે. તેના આ ઈવેંટને યાદગાર બનાવી શકે અને તેનું દુઃખ ઓછું કરી શકે.

તેમણે કાર્ટરને ટ્રીબ્યુટ આપતા પ્રોમ ઉપર સેલીબ્રેટ કર્યો. જો અકસ્માત ન થયો હોત, તો કાર્ટર તે રાત કેલી સાથે હોત. પણ કાર્ટરના પિતાએ કેલીને ખુશ કરવાના તમામ પ્રયાસ કર્યા.

આમ તો કોઈ કેટલા પણ પ્રયાસ કરી લે, કાર્ટરને યાદ કરીને તે રાત્રે દરેક રડ્યા. ત્યાર પછી કાર્ટરની માતાએ જે કહ્યું, તે કોઈના પણ દિલને પીગળાવી શકે છે. તેમણે કહ્યું, હું શીખી છું કે જયારે તમે કોઈ બીજાની ખુશી માટે તમારી ક્ષમતાથી વધીને કાંઈપણ કરો છો, તો તમને વધુ શક્તિ મળે છે, અને મેં વારંવાર પોતાને યાદ અપાવ્યું કે મારી પાસે હજુ આજે દુનિયાના ઉત્તમ પતિ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.