આ મંદિરમાં રહેલું છે શિવજીનું ત્રિશુળ, દર્શન માત્રથી જ ભક્તોના બધા કષ્ટ દૂર થઇ જાય છે.

0
919

ભગવાન શિવજી પ્રત્યે લોકોના મનમાં ખુબ જ શ્રદ્ધા રહેલી છે, શિવજીના ભક્ત તેમની પૂજા અર્ચના કરીને પોતાના જીવનના તમામ દુઃખોમાંથી છુટકારો પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે, એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ઉપર ભગવાન શિવજીની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે, તો તે વ્યક્તિના જીવનની તમામ તકલીફો પળ ભરમાં દુર થઇ જાય છે, એવા ઘણા બધા શિવજીના પવિત્ર મંદિર છે. જેમાં લોકો વર્ષ આખું દર્શન કરવા માટે જાય છે, આ મંદિરોની અંદર લોકોની ઘણી ભીડ રહેતી હોય છે, તે મંદિરોમાંથી એક ભગવાન શિવજીનું પ્રાચીન મંદિર ઉત્તરાખંડના ચમોલી જીલ્લા ગોપેશ્વરમાં આવેલું છે, જેને ગોપનાથ મંદિરના નામથી ઓળખવામાં આવે છે.

આ મંદિર ગોપેશ્વર શહેરના ભાગમાં રહેલું છે, ભગવાન શિવજીના આ પ્રાચીન મંદિરની અંદર એક અદ્દભુત ઘુમ્મટ અને ૨૪ દરવાજા છે, એવું કહેવામાં આવે છે કે શિવજીના આ પવિત્ર સ્થળના દર્શન માત્રથી જ ભક્તોના તમામ દુઃખ દુર થઇ જાય છે, જે ભક્ત તેમના દર્શન કરે છે તે પોતાની જાતને ખુબ જ ધન્ય મને છે, ભગવાન શિવજીનું ગોપીનાથ મંદિર કેદારનાથ મંદિર પછી સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક છે.

ભગવાન શિવજીનું આ મંદિર કેટલું પૌરાણીક છે. તેનો અંદાઝ આ મંદિર માંથી મળેલા જુદા જુદા પ્રકારના પુરાતત્વ અને શીલાઓ દર્શાવે છે, આ મંદિરની ચારે તરફ તૂટેલી મૂર્તિઓ જોવા મળે છે અને અહિયાં અવશેષ પણ રહેલા છે, આ મંદિરના પરિસરમાં એક ત્રિશુલ છે. જેની ઊંચાઈ લગભગ પાંચ મીટર છે, આ ત્રિશુલ આઠ અલગ અલગ ધાતુઓમાંથી બનેલું છે, જો આપણે પૌરાણીક માન્યતા મુજબ જોઈએ તો આ મંદિરમાં જે ત્રિશુલ છે.તે વાતનો અંદાઝ તો પહેલા જ થઇ ગયો હતો, પરંતુ તે સ્થાન ઉપર ત્રિશુલ કેવી રીતે સ્થાપિત થયું તે બાબતમાં તમને જાણકારી આપવા જઈ રહ્યા છીએ, ખાસ કરીને પુરાણોમાં એ આ વાતની ચર્ચા કરવામાં આવી છે કે ગોપીનાથ મંદિરમાં ભગવાન શિવજીએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી. એવું કહેવામાં આવે છે કે જયારે દેવી સતીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો, ત્યારે તે સમય દરમિયાન ભગવાન શિવજી તપસ્યામાં લીન હતા, તે દરમિયાન તાડકાસુર નામના રાક્ષસે ત્રણે લોકોમાં હાહાકાર મચાવી દીધો હતો અને આ રાક્ષસને કોઈ હરાવી શકતું ન હતું. ત્યારે તમામ દેવતા બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને જણાવ્યું હતું કે ભગવાન શિવજીના પુત્ર જ તાડકાસુરને હરાવી શકે છે.

ત્યાર પછી તમામ દેવતાઓએ ભગવાન શિવજીની આરાધના શરુ કરી દીધી પરંતુ ભગવાન શિવજી તપસ્યામાં લીન બેઠા હતા. ભગવાન શિવજીની તપસ્યા પૂરી કરવા માટે ઇન્દ્રદેવે આ કામ કામદેવને સોંપ્યું હતું. જેથી શિવજીની તપસ્યા તરત જ પૂરી થઇ શકે અને તેમના લગ્ન પાર્વતીજી સાથે થઇ જાય. જેથી શિવજીનો પુત્ર આ રાક્ષસનો વધ કરી શકે, ઇન્દ્રદેવના કહેવાથી કામદેવે પોતાના કામ તીરોથી શિવજી ઉપર પ્રહાર કર્યો હતો. ત્યારે ભગવાન શિવજીની તપસ્યા ભંગ થઇ ગઈ હતી, ત્યારે શિવજી ઘણા ગુસ્સામાં આવી ગયા હતા અને તેમણે કામદેવને મારવા માટે ત્રિશુલ ફેંકી દીધું હતું ત્યારે આ ત્રિશુલ એ સ્થળ ઉપર ખૂંચી ગયું હતું. જે સ્થળને આજના સમયમાં ગોપીનાથ મંદિરના નામથી ઓળખવામાં આવે છે.

જો આપણે ભગવાન શિવજીના આ ત્રિશુલની વાત કરીએ તો આજના સમયમાં એક આશ્ચર્યજનક વાત જોવા મળે છે, એવું માનવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ પોતાની શારીરિક શક્તિથી આ ત્રિશુલને નથી હલાવી શકતો. જો કોઈ ભગવાન શિવજીના સાચા ભક્ત છે. તો તે પોતાની આંગળીથી આ ત્રિશુલને સ્પર્શ કરી લે છે. તો આ ત્રિશુલમાં ધ્રુજારી ઉત્પન થવા લાગે છે, આ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભગવાનના દર્શન માટે દુર દુરથી આવે છે, આ મંદિરમાં શિવલિંગ સાથે સાથે પરશુરામ અને ભૈરવની મૂર્તિ પણ રહેલી છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.