આ મહારાજાના અંતિમ સંસ્કારમાં ખર્ચ થયા હતા 600 કરોડ રૂપિયા, પ્રજા માનતી હતી ભગવાન રામના વંશજ

0
786

માણસના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, આ અંતિમ સંસ્કાર દરેક ધર્મમાં અલગ અલગ રીતે કરવામાં આવતા હોય છે, ઘણા ધર્મમાં તેને દફનાવવામાં આવતા હોય છે, ઘણા ધર્મમાં તેને અગ્નિદાહ આપવામાં આવે છે, ઘણા ધર્મોમાં અંતિમ સંસ્કારને ખુબ ધામધૂમ સાથે કરવામાં આવતા હોય છે. અને તે અંતિમ સંસ્કાર પાછળ ઘણું ઘન ખર્ચતા હોય છે. આવા જ એક અંતિમ સંસ્કાર વિષે આજે આપણે જાણીશું.

જો કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કારમાં ૬૦૦ કરોડ રૂપિયા ખર્ચ થાય તો સ્પષ્ટ છે કે તે કોઈ રાજા જ હશે કે કોઈ ઘણો મોટો શ્રીમંત. તેવા જ એક રાજા હતા ભૂમિબોલ અદુલ્યોદેજ, જેનું રાજ્ય થાઈલેન્ડમાં ચાલતું હતું. તેમનું મૃત્યુ ૧૩ ઓક્ટોમ્બર, ૨૦૧૬ના રોજ થયું હતું, પરંતુ અંતિમ સંસ્કાર એક વર્ષ પછી કરવામાં આવ્યા હતા.

આમ તો થાઈલેન્ડના આ રાજાનું મૃત્યુ પછી દેશમાં એક વર્ષનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવ્યો હતો. તે દરમિયાન તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ થઇ હતી. સોના જેવા ચમકતા ૧૮૫ ફૂટ ઊંચા શ્મશાનમાં ભૂમિબોલ અદુલ્યોદેજનો અંતિમ સંસ્કાર થયો હતો. જેમાં લગભગ ૬૦૦ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.

રાજાના અંતિમ સંસ્કાર માટે ૫૦૦ મૂર્તિઓ બનાવરાવી હતી અને બૌદ્ધ પરંપરા મુજબ રાજાનું શબ સોનાના રથ ઉપર મુકીને શ્મશાન સુધી લઇ જવામાં આવ્યા હતા. મહેલથી શ્મશાન સુધીનું બે કી.મી.નું અંતર ત્રણ કલાકમાં પૂરું થયું હતું. સાથે જ તેને તોપોની સલામી પણ આપવામાં આવી હતી.

કહેવામાં આવે છે કે રાજા ભૂમિબોલ અદુલ્યોદેજનો અંતિમ સંસ્કાર દુનિયામાં સૌથી મોંઘો અંતિમ સંસ્કાર હતો. પાંચ ડીસેમ્બર, ૧૦૨૭ના રોજ અમેરિકાના મૈસાચૂસેટસમાં જન્મેલા ભૂમિબોલ અદુલ્યોદેજ આશરે ૧૮ વર્ષની ઉંમરમાં થાઈલેન્ડના રાજા બની ગયા હતા.

રાજા ભૂમિબોલ અદુલ્યોદેજ ૨૦૦ વર્ષ જુના ચકરી રાજવંશના નવમાં રાજા હતા. તે દુનિયાભરમાં સૌથી લાંબો સમય સુધી રાજ કરવા વાળા રાજા તરીકે ઓળખવામાં આવતા હતા. તેને ‘રામ નવમ’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. થાઈલેન્ડના લોકો તેને ભગવાન રામના વંશજ માનતા હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.