આ લોકોનું કાંઈ પણ બગાડી શકતો નથી રાહુ, મળે છે ખુબ સફળતાઓ

0
303

આ લોકો માટે અશુભ નહિ પણ શુભ હોય છે રાહુ, ખુબ સરળતાથી મળે છે સફળતાઓ. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને અશુભ અને છાયા ગ્રહ કહેવામાં આવે છે, તે કારણ છે કે રાહુનું નામ સાંભળતા જ બધા થર થર ધ્રુજવા લાગે છે. રાહુના નામથી જ દરેકને એવું લાગે છે કે ક્યાંકને ક્યાંક કંઈક અશુભ કે પ્રિય ઘટના ન બની જાય. રાહુ જરૂર અશુભ ગ્રહ છે પરંતુ તે દરેક સ્થિતિમાં અશુભ નથી હોતો.

એવું અમે નથી કહી રહ્યા પરંતુ જ્યોતિષના ઘણા વિદ્વાનોનું એવું માનવું છે કે રાહુ ઘણી વખત એટલો અશુભ હોય છે કે વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધી ભરી જાય છે. તો આજે અમે તમને આ લેખમાં રાહુની સ્થિતિ વિષે વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ.

(1) જો કુંડળીમાં 11 માં સ્થાન ઉપર છે રાહુ : જ્યોતિષ શાસ્ત્ર માને છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં 11 માં સ્થાન ઉપર રાહુ છે, તો તે અશુભ નથી પરંતુ શુભ સ્થિતિ છે. તે વ્યક્તિને ધન લાભ થાય છે અને આવકની નવી નવી તકો મળે છે. કહેવામાં આવે છે કે 11 માં સ્થાનમાં રાહુ હોવાથી સમાજમાં માન સન્માનમાં વૃદ્ધી થાય છે અને જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થાય છે.

નોકરી ધંધા વાળા લોકોના પગારમાં વધારો થવાની સંભાવના રહે છે, તો તે ધંધાના ક્ષેત્રમાં સક્રિય લોકોને પણ ઘણા ફાયદાના કરાર મળે છે.

(2) આ લોકો માટે અત્યંત લાભદાયક સિદ્ધ થાય છે રાહુ : જે લોકોનો જન્મ મકર રાશીમાં થયો હોય, તેના માટે રાહુ અત્યંત લાભદાયક હોય છે. તેની સાથે જો બૃહસ્પતી 12 માં સ્થાન ઉપર હોય તો, તે તે વ્યક્તિ માટે ઘણું સારું સાબિત થાય છે. જયારે બીજા લોકો માટે બૃહસ્પતીની દશાને ઘણું ખરાબ માનવામાં આવે છે.

(3) જો કુંડળીના ત્રીજા ગૃહમાં હોય રાહુ : જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે લોકોની કુંડળીમાં ત્રીજા ગૃહમાં રાહુ હોય છે, તે અત્યંત પ્રભાવશાળી હોય છે. એવા લોકો ધન, દોલતની બાબતમાં ઘણા લકી સાબિત થાય છે. તેને જીવનમાં ક્યારે પણ ધનની ખામી નથી રહેતી. આમ તો તેના જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધા મળે છે.

જે લોકોની કુંડળીના ત્રીજા ગૃહમાં રાહુ હોય છે, તે લોકો સતત પ્રગતી તરફ આગળ રહે છે. તે તેની કારકિર્દીમાં ઈચ્છા મુજબ ધ્યેય પ્રાપ્ત કરે છે. તેને ક્યારે પણ હારવું ગમતું નથી, કેમ કે તે મહેનત કરવાથી ક્યારે પણ ગભરાતા નથી.

(4) જો કુંડળીમાં છઠ્ઠા ગૃહમાં છે રાહુ, તો આપે છે સારું ફળ : જે વ્યક્તિની કુંડળીમાં રાહુ છઠ્ઠા ગૃહમાં હોય છે, તેને ઘણું શુભ ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્રના માનવા મુજબ એવા લોકો ક્યારે પણ મુશ્કેલીમાં નથી પડતા. જો ક્યારેક તેની સામે મુશ્કેલ પરિસ્થિતિ આવી પણ જાય છે, તો તેનો મક્કમતાથી સામનો કરે છે.

(5) રાહુની આ દશામાં મળે છે રાજયોગના સુખ : જ્યોતિષના વિદ્વાનોના માનવા મુજબ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ 10 માં, 11 માં, 4 અને 5 માં સ્થાન ઉપર બેઠો છે. તો તે પણ ઘણું શુભ ફળદાયક હોય છે. આ દશાઓમાં રાહુ વ્યક્તિને ઘણું શુભ ફળ આપે છે. માનવામાં આવે છે કે જયારે આ સ્થાન ઉપર બેઠા પછી રાહુની દશા શરુ થાય છે, તો વ્યક્તિને રાજયોગનું સુખ મળે છે.

(6) જો હથેળીમાં હોય લાંબી રાહુ રેખાઓ : જે લોકોની હથેળીમાં લાંબી રાહુ રેખાઓ મળી આવે છે, તેનું ભાગ્ય ઊંચુ હોય છે. તેના વિષે હસ્તરેખા શાસ્ત્ર કહે છે કે જો લાંબી રાહુ રેખા હોય તો તે વ્યક્તિ એક રાષ્ટીય સ્તર ઉપર સન્માનિત થાય છે. એટલું જ નહિ પરંતુ તે જે ક્ષેત્રમાં કામ કરે છે, ત્યાં લાભ અને પ્રગતીની ઘણી તકો પ્રાપ્ત કરે છે.

(7) રાહુ ક્યારે અપાવે છે નોકરીમાં ઉંચો હોદ્દો? : આમ તો રાહુ દરેકના જીવનમાં તોફાન બનીને આવે છે અને બધું જ લુટીને જતો રહે છે, પરંતુ ઘણા લોકો એવા હોય છે, જેની ઉપર રાહુની અપાર કૃપા રહે છે. આમ તો જે લોકોની હથેળીમાં લાંબી રેખાઓ હોય છે, તેને નોકરીમાં ઉચું પદ મળે છે. એટલે કે સ્પષ્ટ છે કે માન મોભા વાળી નોકરી કરે છે.

હસ્ત રેખા વિજ્ઞાન મુજબ હથેળીમાં લાંબી રાહુ રેખાને નિર્દોષ રાહુ રેખા પણ કહે છે. માનવામાં આવે છે કે સામાન્ય રીતે આ રેખાઓ વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓની જ હથેળીમાં મળી આવે છે. તે ઉપરાંત ઘણા જ સન્માનિત વ્યક્તિની હથેળીમાં પણ આવી રેખાઓ જોવા મળે છે.

કહેવામાં તો એવું પણ આવે છે કે આ રેખાઓ વ્યક્તિને સમાજ અને કાર્યક્ષેત્રમાં માન સન્માન અપાવવાનું કામ કરે છે. તે ઉપરાંત આ રેખાઓના લોકોને નોકરીમાં હંમેશા ઉચો હોદ્દો જ મળે છે.

(8) ત્રણ રાહુની રેખાઓ હોય છે ઘણી લકી : શાસ્ત્રો મુજબ જો કોઈ વ્યક્તિની હથેળીમાં ત્રણ રાહુની રેખાઓ હોય છે, તો તે ઘણા લકી હોય છે. આમ તો આ પ્રકારના લોકોને પૂર્વજોની સંપત્તિનો પૂરો ફાયદો મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ લોકોને સફળતા માટે વધુ મહેનત કરવી નથી પડતી, પરંતુ તેને બધું તૈયાર જ મળી જાય છે અને તેને જ આગળ ચલાવવાનું હોય છે.

હસ્તરેખા વિજ્ઞાનના જણાવ્યા મુજબ જે લોકોની હથેળીમાં રાહુની ત્રણ રેખાઓ છે, તો તે તેને પૂર્વજોની સંપત્તિનો લાભ અપાવે છે. તે ઉપરાંત આ લોકો વિષે કહેવામાં આવે છે કે તેને રાજકારણ ક્ષેત્રમાં પણ સારા હોદ્દા ઉપર રહેવાની તક મળે છે. એટલે કે તેના માટે રાહુ ખરાબ નથી, પરંતુ સારો હોય છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.