આ ખૂબીઓના કારણે તમારે તમારા બેડરૂમમાં લગાવવા જોઈએ સ્માર્ટ LED બલ્બ

0
1636

Xiaomi Mi એ હાલમાં જ ભારતની બજારમાં એવો જ સ્માર્ટ બલ્બ બહાર પડ્યો છે, જે તમારા બેડરૂમ માટે પરફેક્ટ હોઈ શકે છે.

પંખા અને ટીવી પછી હવે ઘરોમાં પ્રકાશ માટે ઉપયોગ કરવામાં આવતા બલ્બ પણ હાઈટેક થવા જઈ રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષમાં એવા બલ્બ કે લાઈટને એનર્જી સર્વિસ કે પછી durability ના આધારે તૈયાર કરવામાં આવી રહ્યા છે. તે પહેલા ૧૦૦ વોટથી વધુમાં આવતા હતા. પરંતુ પછી એલઈડીના આવ્યા પછી તે પાંચ થી દસ વોટમાં આવવા લાગ્યા. પરંતુ આપણે વિચાર્યું પણ નહી હોય કે એક દિવસ એવો પણ આવશે, જયારે સ્માર્ટ ટીવી અને એસીની જેમ સ્માર્ટ બલ્બ પણ બજારમાં મળવા લાગશે.

આ સ્માર્ટ બલ્બ તમારા સ્માર્ટફોનથી ઓપરેટ કરી શકાશે અને તમારા બેડરૂમ માટે ઉત્તમ ઓપ્શન હોઈ શકે છે. ચીની કંપની Xiaomi Mi એ હાલમાં જ ભારતની બજારમાં એવો જ સ્માર્ટ બલ્બ બહાર પડ્યો છે, જે તમારા બેડરૂમ માટે પરફેક્ટ એક્સેસરીજ અને આઈડિયા હોઈ શકે છે.

Mi નો આ સ્માર્ટ બલ્બ સામાન્ય એલઈડી બલ્બથી ઘણો અલગ છે. MI એ આમ તો વર્લ્ડ કાંગ્રેસ ૨૦૧૯માં પોતાના સ્માર્ટ બલ્બની બે રેંજની જાહેરાત કરી છે. તેમાં એક ભારતમાં બહાર પાડી દેવામાં આવી છે. તેનું નામ Mi LED Smart Bulb (E27 Base) છે. તેની કિંમત ૯૯૯ રાખવામાં આવી છે. તે તમારા વાઈફાઈ કે ઈન્ટરનેટ કનેક્શનથી જ ચાલશે. તેનું સેટઅપ પણ તમારે અલગથી કરવાનું રહેશે. પરંતુ એક વખત સેટઅપ પૂરું થઇ ગયા પછી તમે તેને મોબાઈલથી બેઠા બેઠા જ ઓપરેટ કરી શકો છો.

જાણો સ્માર્ટ બલ્બની ખાસિયતો :-

૧. તેને તમે તમારા સ્માર્ટફોનથી ઓપરેટ કરી શકો છો. તેના માટે તમારે તમારા સ્માર્ટફોન ઉપર Miની એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર પછી આવનારા બધા ઓપ્શન તમને જાતે જ જોવા મળશે.

૨. તેમાં તમને ૧૦૦૦ થી પણ વધુ કલર ઓપ્શન મળશે. એટલે તમે તેને જે કલરમાં રાખવા માગો છો, તે કલરમાં તે એપ્લીકેશનની મદદથી ફેરવી શકાય છે.

૩. મોબાઈલથી જ તમે તેને ચાલુ બંધ કરી શકો છો. પછી તે લાઈટ બેડરૂમ, બાથરૂમ, રસોડું કે પછી તમારું પાર્કિંગ કે લોનમાં જ કેમ ન સળગી રહ્યો હોય. તેને ચાલુ કે બંધ કરવા માટે તમારે તમારી પથારીમાંથી ઉઠવાની જરૂર નથી.

૪. ઘણા સ્માર્ટ બલ્બ તમે ઘરે હાજર હોવ કે ન હોવ તે મુજબ આયોજન કરી શકાય છે. જો ઘરે નથી, તો પણ તમે તેને કંટ્રોલ કરી શકો છો.

૫. સ્માર્ટ બલ્બના બોલ્ટ ઇન સ્પીકર્સ એ તકલીફમાંથી પણ છુટકારો અપાવે છે. સમજો કે આ સ્માર્ટ બલ્બના પ્રકાશમાં સારી એવી પાર્ટી કરી શકાય છે. તે સંગીત તો સંભળાવશે જ, તે મુજબ તેના રંગ પણ બદલશે. અમુક બલ્બમાં તો ઉત્તમ ક્વોલેટીના સ્પીકરો પણ આવી રહ્યા છે. જે વધુ અવાજમાં સંગીત આપી શકે છે.

૬. સારી ઊંઘ માટે ઘણો ઉપયોગી છે. ‘સીસ્લીપ’ જેવી પ્રોડક્ટ્ બધા રંગોના તાપમાનને કંટ્રોલ કરે જ છે. તેને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તે કુદરતી રીતે શરીરમાં મેલાટોનિન પ્રોડક્શન જાળવી રાખે છે. દિવસના સમય મેલાટોનિન સ્તરને દબાવી રાખવામાં સ્માર્ટ બલ્બ મદદ કરે છે, જેથી ઊંઘ ન આવે. ખરેખર જોવા જઈએ તો સ્માર્ટ બલ્બ ખરીદવો તમારા માટે ફાયદો અને આરામદાયક હોઈ શકે છે.

બીજી કંપની પણ આવા બલ્બ બજારમાં લાવી છે તો પહેલા ફ્રી નેટ પણ સર્ચ કરીને, જે સસ્તો અને સારો હોય એવો સ્માર્ટ બલ્બ ખરીદવા આગ્રહ રાખવો. શું તમે આવો બલ્બ વાપરી રહ્યા છો? કેવો છે? તમારો વાત કોમેન્ટમાં અવશ્ય લખો.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.