આ કામો કરતા પહેલા પગ ધોવાવાળા લોકો પર વરશે છે મહાલક્ષ્મીની કૃપા, છપ્પડફાડીને વરશે છે પૈસા

0
614

જો આ કામો કરતા પહેલા ધોશો પોતાના પગ, તો તમારા પર વરસશે મહાલક્ષ્મીની કૃપા, છપ્પડફાડીને વરસશે પૈસા

આજના સમયમાં પૈસા માણસની સૌથી જરૂરી વસ્તુ બની ગઈ છે. જો માણસ પાસે પૈસા નથી તો સમજો કે તેની પાસે કાંઈ જ નથી. કેમ કે જયારે માણસ પાસે પૈસા હોય છે તો તેની સાથે બધા લોકો સંબંધ રાખવા માંગે છે. તેને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય છે, તેને પોતાના જીવનમાં કોઈ વસ્તુ મેળવવા માટે વધુ વિચાર કરવો પડતો નથી. આ બધા કારણોથી પૈસા માણસના જીવનનો ઘણો મહત્વનો ભાગ બની ગયો છે.

સુખી અને સમૃદ્ધ જીવન પસાર કરવા માટે પૈસા ઘણા જરૂરી હોય છે. શ્રીમંત બનવાની ઈચ્છાથી વ્યક્તિ ઘણા બધા એવા ઉપાય કરે છે, જેનાથી તેના જીવનમાં ધનની તમામ સમસ્યાઓ દુર થઇ જાય. તે ઘણા બધા તુટકા અને અનુષ્ઠાન પણ કરે છે. આ બધા માટે તમારે પોતાની રહેણી કરણી ઉપર ધ્યાન આપવાની અને તેમાં શિષ્ટતા અને સોમ્યતા લાવવાની જરૂર છે.

એક વ્યક્તિની ટેવો તેના વ્યક્તિત્વનો અરીસો હોય છે, જે જીવનને શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે. તેના વડે તમે મનગમતી સફળતા પ્રાપ્ત કરી શકો છો. માણસની આ ટેવોમાં પગ ધોવાની એક ટેવ છે, જેને થોડા વિશેષ કાર્ય પહેલા કરવામાં આવે તો તેનાથી ધનની દેવી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, અને તે વ્યક્તિ મહાલક્ષ્મીજીના સૌથી વ્હાલા બની જાય છે. આજે અમે તમને આ લેખમાં એવા થોડા કાર્યો વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે કાર્યો કરતા પહેલા તમારા પોતાના પગ જરૂર ધોવા જોઈએ.

આવો જાણીએ ક્યા કાર્યો કરતા પહેલા પગ ધોવા જોઈએ?

આમ તો જોવામાં આવે તો ભોજન કરતા પહેલા લોકો પોતાના હાથ જરૂર ધુવે છે. પરંતુ શું તમે એ વાત જાણો છો? કે હાથ ધોવાની સાથે સાથે પગ ધોવા પણ એટલા જ જરૂરી છે. વૈજ્ઞાનિક માન્યતા મુજબ પગના તળિયા જેટલા સ્વચ્છ હોય છે પાચન શકતી એટલી મજબુત હોય છે. જયારે પણ તમે પગ ધુવો છો તો એક પગ ઉપર બીજો પગ ઘસીને ક્યારે પણ સાફ ન કરશો, કેમ કે તેનાથી ધનના નુકશાનનો સામનો કરવો પડે છે.

જયારે તમે ક્યાંક બહારથી તમારા ઘરમાં આવો છો, તો તમારા ઘરમાં પ્રવેશ કરતા પહેલા તમારા પગને જરૂર ધુવો. કેમ કે ઘરની બહારથી આવેલી કોઈ પણ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ નહિ કરે.

જો તમે તમારા જીવનમાં ખુશ રહેવા માગો છો, તો પૂજા કરતા પહેલા કે પછી મંદિર જતા પહેલા તમારા પગને જરૂર ધુવો.

શાસ્ત્રોમાં એ વાત જણાવવામાં આવી છે કે, જો તમે ગાઢ અને સારી ઊંઘ મેળવવા માગો છો તો સુતા પહેલા તમારા પગ જરૂર ધુવો. પગ ધોવાથી શરીર ઉપર જેટલી નકારાત્મક ઉર્જાની અસર હોય છે તે દુર થઇ જાય છે. જો કોઈ વ્યક્તિને ઊંઘ નથી આવતી, કે પછી ખરાબ અને બિહામણા સપના હેરાન કરે છે, તો તેમણે પગને સારી રીતે ધોઈને તેને લુંછીને પછી સુવું જોઈએ.

જયારે તમે યોગાભ્યાસ કરવા જાવ છો, તો તમારે તમારા યોગાભ્યાસમાં કોઈ પ્રકારની અડચણનો સામનો ન કરવો પડે તેના માટે તમે યોગ માટે બેસતા પહેલા તમારા પગ જરૂર ધુવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.