બોલીવુડની આ જોડીઓની સગાઇ તો થઇ પણ લગ્ન ના થયા, 3 નંબર હતી સૌથી બેસ્ટ જોડી.

0
2270

જો સંબંધોની વાત આવે તો બોલીવુડના કલાકારો સંબંધોની બાબતમાં હંમેશાથી ચોક્કસ નથી હોતા. કહેવાનો અર્થ એ છે કે, તેમનો સંબંધ કોની સાથે જોડાશે, અને ક્યાં સુધી રહેશે, કે પછી જેની સાથે સગાઈ થઇ છે તેની સાથે લગ્ન થઇ શકશે કે નહિ એ બધી એકદમ ચોક્કસ નથી હોતું.

કારણ કે અહી પાર્ટનર બદલાતા વાર નથી લાગતી. ફિલ્મી કલાકારોને પ્રેમ કોઈ બીજા સાથે, સગાઈ કોઈ બીજા સાથે અને લગ્ન કોઈ બીજા સાથે જ કરે છે. બોલીવુડમાં અમુક કલાકારોને બાદ કરતા ઘણા કલાકારોના સંબંધો કાયમી નથી રહેતા. તમે હંમેશા આ બોલીવુડ સ્ટાર્સના અફેર અને છૂટાછેડા વિષે સાંભળ્યું જ હશે.

મલાઈકા અરોડાએ અરબાઝ ખાન સાથે અને સુઝેને ઋત્વિક રોશન સાથે છૂટાછેડા લીધા છે. અને આ પ્રથા બોલીવુડ ઉપરાંત ટેલીવિઝન જગતમાં પણ ઘણી પચલિત છે, જેમકે જેનીફરને જ જોઈ લો, એમના પતિએ એને છોડીને બિપાસા સાથે લગ્ન કરી લીધા છે.

અને આજે અમે તમને બોલીવુડ અને ટેલીવિઝન જગતના એવા જ કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે સગાઈ કોઈ બીજા સાથે કરી અને લગ્ન કોઈ બીજા સાથે કર્યા છે. તો આવો જાણીએ આ કલાકારો વિષે જેમની સગાઈ તો થઇ પરંતુ તેમના સંબંધ લગ્ન સુધી ન પહોંચી શક્યા.

૧. અક્ષય કુમાર – શિલ્પા શેટ્ટી :

આ યાદીમાં બોલીવુડના ખેલાડી અક્ષય કુમારનું નામ આવે છે. અક્ષય વર્ષમાં ત્રણ થી ચાર ફિલ્મો તો કરી જ નાખે છે, જેથી એમની સારી એવી કમાણી થઈ જાય છે. અને અક્ષય સમયના ઘણા નિયમિત છે, એટલા માટે તે કોઈ પાર્ટીમાં નથી જતા. કારણ કે પાર્ટી શરુ થયા પહેલા તો તે સુઈ જાય છે. અને તમે બોલીવુડમાં પોતાની ફીટનેશ માટે ઓળખાતી યોગા ક્વીન શિલ્પા શેટ્ટી વિષે પણ જાણતા જ હશો.

શિલ્પાએ બિઝનેસ મેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા અને પછી બોલીવુડ માંથી દુર થઇ ગઈ છે. પરંતુ તે ટીવીના ડાંસ શો માં જજની ભૂમિકા નિભાવતા જોવા મળે છે. ખાસ કરીને અક્ષય અને શિલ્પા બન્ને જણાએ વર્ષ ૨૦૦૦ માં સગાઈ કરી હતી.

પણ અમુક વ્યક્તિગત કારણોથી તે જુદા થઇ ગયા અને તેમનો આ સંબંધ લગ્ન સુધી ન પહોચી શક્યો. એવું કહેવામાં આવે છે કે આ સંબંધ આગળ વધારવા માટે અક્ષયે ના કહી દીધી હતી. જુદા થયા પછી અક્ષયે ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન કરી લીધા. અને બીજી તરફ શિલ્પા એ બિજનેશમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા છે. અને બન્ને પોતાના લગ્ન જીવનથી ખુશ છે.

૨. અભિષેક બચ્ચન – કરિશ્મા કપૂર :

આમ તો અભિષેક બચ્ચન ફિલ્મોમાં કંઈ ખાસ ચાલતા નથી, પણ એમની સગાઈ કરિશ્મા કપૂર સાથે નક્કી થઈ હતી. અને બચ્ચન પરિવાર અને કપૂર પરિવારની અંદરો અંદરની સમજણથી આ સગાઈ નક્કી થઈ હતી. વર્ષ ૨૦૦૩ માં અમિતાભ બચ્ચનના જન્મ દિવસના અવસર પર જ તેમની સગાઈ કરી દેવામાં આવી હતી. પરંતુ સગાઈ પછી કપૂર પરિવાર અને બચ્ચન પરિવારના કોઈ કારણોસર સંબંધ ખરાબ થઇ ગયા.

એની અસર અભિષેક અને કરિશ્માની સગાઈ પર પડી. એ કારણે તે બન્નેનો સંબંધ લગ્ન સુધી ન પહોચી શક્યો. એવું કહેવામાં આવે છે કે આ સંબંધને આગળ વધારવા માટે કરિશ્મા કપૂરની માં એ ના કરી દીધી હતી. જુદા થઇ ગયા પછી અભિષેક બચ્ચને મિસ વર્લ્ડ એશ્વર્યા રાય સાથે લગ્ન કરી લીધા, અને કરિશ્મા એ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ કરિશ્માના સંજય સાથે છૂટાછેડા થઇ ગયા છે અને તે હવે એકલી રહે છે.

૩. શિલ્પા શિંદે – રોમિત રાજ :

એંડ ટીવી ઉપર આવતા કોમેડી શો ‘ભાભી જી ઘર પર હે’ માં અંગુરી ભાભીનું પાત્ર ભજવી ચુકેલી શિલ્પા શિંદેએ રોમિત રાજ સાથે સગાઈ કરી હતી. આ બન્ને જણાએ થોડી ટીવી સીરીયલોમાં સાથે કામ કર્યુ હતું. આમ તો આ બન્નેની સગાઈ થઇ પરંતુ લગ્ન ન કરી શક્ય. તેવામાં કહેવામાં આવે છે કે, રોમિત સાથે શિલ્પા એ સંબંધ તોડી દીધો હતો.