આ ઘોડાની કિંમત છે 10 કરોડ, ભાગે છે એક્સપ્રેસ ટ્રેનથી પણ ઝડપી

0
1660

આજે અમે તમને એક ખાસ ઘોડા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઘોડો નહીં ઘણા અમીર લોકોનું સપનું હોઈ શકે છે. કારણ કે આ એટલો મોંઘો છે કે એની કિંમતમાં બે બેંટલે કાર આવી જાય. આ ઘોડો એટલો પ્રસિદ્ધ છે કે, એને જોવા માટે લોકો ઘણા કિલોમીટર દૂરથી આવે છે. આ ઘોડો આવ્યો હતો મહારાષ્ટ્રના સારંગખેડામાં ચાલી રહેલા ચેતક ઉત્સવમાં.

ઘોડાનું નામ છે ‘શાન’ :

જણાવી દઈએ કે, આ ઘોડાનું નામ શાન છે. એના માલિક તારા સિંહે જણાવ્યું કે, શાન મારવાડી પ્રજાતિનો ઘોડો છે. તારા સિંહ પંજાબના અમૃતસરમાં રહે છે.

80 કિમી પ્રતિ કલાકની ગતિએ દોડે છે :

તારા સિંહે જણાવ્યું કે, શાન અત્યારે દેશમાં ઘોડાની રેસનો ચેમ્પિયન છે. તે એક એક્સપ્રેસ ટ્રેનની ગતિએ દોડે છે. એની વધુમાં વધુ ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાકની છે.

10 કરોડ રૂપિયા છે આ ઘોડાની કિંમત :

સારંગખેડામાં આયોજિત ચેતક ઉત્સવમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહીત બીજા રાજ્યોમાંથી લગભગ 500 ઘોડા આવ્યા હતા. પણ સૌથી વધારે ચર્ચા શાનની રહી. એની કિંમત 10 કરોડ લગાવવામાં આવી છે.

5 વર્ષની ઉંમર, 5.5 ફૂટ ઊંચાઈ છે શાનની :

શાનની ઉંમર 5 વર્ષ છે અને એની ઊંચાઈ 5.5 ફૂટ છે. તે અત્યાર સુધીમાં 5 વાર ઘોડાની રેસનો ચેમ્પિયન રહી ચુક્યો છે. આ ઘોડો બે વાર મુક્તસર મેળામાં, એકવાર પટિયાલામાં, એકવાર જોધપુર અને એકવાર પુષ્કર રાજસ્થાનના મેળામાં ચેમ્પિયન રહ્યો છે.

જાણો શાનની ડાયટ, રોજનો ખર્ચ 500 રૂપિયા :

તારા સિંહે જણાવ્યું કે, શાનને રોજ લગભગ 100 ગ્રામ દેશી ઘી ખવડાવવામાં આવે છે. તે સામાન્ય ભોજનમાં ચણા અને જવના દાણા ખાય છે. શાન રોજ 500 રૂપિયાનો ચારો ખાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.