આ ગામમાં લગભગ દરેક ઘરમાં છે કેન્સરના દર્દી, આવી રીતે થયો ખુલાસો

0
465

મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના એક ગામ માંથી ખુબ આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે કે અહીં દરેક પાંચમા ઘરમાં કેન્સરનો દર્દી છે અને પાછલા પાંચ વર્ષમાં 35 થી વધારે લોકોની મૃત્યુ થયું છે.

આ ઘટના ભોજખેડી ગામની છે, આ ગામમાં લગભગ 200 પરિવાર છે લગભગ 1900 ની આબાદી છે. ગ્રામ પંચાયત ભોજખેડીમાં પાંચ વર્ષોમાં 35 લોકોનું કેન્સર દ્વારા મૃત્યુ થયું છે. હજુ પણ ગામના ઘણા લોકો કેન્સરથી પીડિત છે. એટલું જ નહિ આ ગામની મહિલા સરપંચ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ પણ કેન્સરની બીમારીના કારણે મૃત્યુના શિકાર થઇ ચુક્યા છે.

આનો ખુલાસો ત્યારે થયો જયારે થોડા સમય પહેલા જ આઇઆઇએમ ઇન્દોરના 48 વિધાર્થીનું ગ્રુપ ગ્રામીણ ક્ષેત્રોમાં જળ સંરક્ષણ અને સંવર્ધન વિષય પર અભ્યાસ માટે આવ્યા હતા. 14 ઓક્ટોબરે ભોજખેડીમાં વિધાર્થીઓનું એક ગ્રુપ રોકાયું અને ચૌપાલ લગાવ્યું. આ દરમિયાન આ જીવલેણ બીમારી વિષે ખબર પડી.

ગ્રુપે પોતાની રિપોર્ટ કલેક્ટરને પણ આપી, આમ ગામમાં પાણીના બગાડને લીધે કેન્સરની બીમારી થવાની આશંકા જણાવવામાં આવી છે. ગ્રામીણો અનુસાર ટ્યુબવેલ અને કૂવાની તપાસને લઈને કલેકટર રુચિકા ચૌહાણને જાણકારી આપવામાં આવી છે.

વિસ્તારના વિધાયક મનોજ ચાવળાએ મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી તુલસી સીલાવટને પણ પત્ર લખ્યો છે.

મામલો સામે આવ્યા પછી જિલ્લા પ્રસાશન દ્વારા મોકલવામાં આવેલ સ્વાસ્થ્ય વિભાગની ટિમ આ ગામ પહોંચી છે. ટીમ તપાસ કરીને તેમના રિપોર્ટ 15 દિવસમાં જમા કરશે. ટીમમાં જિલ્લા ચિકિત્સાલય અને મેડિકલ કોલેજના નિષ્ણાત જોડાયેલા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.