આ એક્ટ્રેસને કારણે જુહીને લાગ્યો હતો ઘણો મોટો આઘાત, બોલી – પથારીમાં….

0
328

પોતાના સમયની ટોપ હિરોઈન જુહી ચાવલાને આ હિરોઈનને લીધે લાગ્યો હતો આઘાત, ઇન્ટરવ્યૂમાં કર્યો મોટો ખુલાસો. હિન્દી સિનેમાની સુંદર અને ઉત્તમ અભિનેત્રી જુહી ચાવલા હંમેશાથી જ તેના પ્રસંશકો વચ્ચે બોલકણી અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે. પ્રસંશકોને અભિનેત્રીનો આ અંદાઝ ઘણો ગમે છે, આમ તો હાલમાં જ અભિનેત્રીએ એક મોટો ખુલાસો કરીને દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે. એક સમયે મિસ ઇંડિયાનો એવોર્ડ જીતનારી જુહીએ એક ઈન્ટરવ્યુંમાં તેના અંગત જીવન વિષે ખુલીને વાત કરી છે.

અભિનેત્રી જુહી ચાવલા હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યો હતો. તેની ફિલ્મી કારકિર્દી દરમિયાન ફિલ્મોમાં ધમાલ મચાવી ચુકેલી જુહીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે બોલીવુડમાં કામ કરતી વખતે તેમણે ઘણા ખોટા નિર્ણય લીધા હતા અને આજે પણ તેને તે વાતનો અફસોસ થાય છે. તેમણે જણાવ્યું કે જયારે ‘દિલ તો પાગલ હૈ’ અને ‘રાજા હિન્દુસ્તાની’ જેવી મોટી ફિલ્મો હીટ ગઈ હતી, તો તેને એ વાતનો ઘણો અફસોસ થયો હતો.

અભિનેત્રીએ તેનો ખુલાસો કરતા કહ્યું કે, પહેલા આ ફિલ્મો તેને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે એ ફિલ્મોમાં કામ કરવાની ના કહી દીધી. પાછળથી તે ફિલ્મોને ઘણી સફળતા પ્રાપ્ત કરી તો જુહીને ઘણો ઊંડો આઘાત લાગ્યો હતો. આ બંને ફિલ્મોમાં સુંદર કરિશ્મા કપૂરે ઉત્તમ કામ કર્યું હતું.

ફિલ્મો ફ્લોપ થવાથી રડતી હતી જુહી : જુહી ચાવલાએ એક ઈન્ટરવ્યુંમાં એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે જયારે તેની ફિલ્મો નિષ્ફળ થતી જતી હતી કે બોક્સ ઓફીસ ઉપર ચાલતી ન હતી ત્યારે તે તે સમયમાં 2-3 દિવસ સુધી રડતી હતી.

જુહી ચાવલા કહે છે કે, ‘હું પથારી ઉપર પડી પડી રડતી હતી અને વિચારતી હતી કે મારી સાથે જ એવું કેમ બન્યું. હું વિચારતી હતી કે કદાચ હું રડી લઉં તો કદાચ ભગવાન મારી વાત સાંભળી લેશે અને સારું થઇ જશે. મારી ફિલ્મ રીલીઝ થયા પછી પહેલા અઠવાડિયામાં હું ઘણી મુંજવણમાં રહેતી હતી પરંતુ હું પાછળથી ઘણી અપસેટ થઇ જતી હતી અને વિચારતી હતી કે હવે મારું શું થશે.’

જુહી 90ના દશકમાં જયારે એકથી એક ચડીયાતી હીટ ફિલ્મો આપી રહી હતી, તે સમયે તેણે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. 1995માં બિજનેસમેન જય મેહતા સાથે તેણે લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્નના સફળ 25 વર્ષ થઇ ગયા છે અને આજે જુહી-જય બે બાળકોના માતા પિતા છે. તેની દીકરીનું નામ જાહ્નવી અને દીકરાનું નામ અર્જુન છે.

હાલમાં જ જુહી ચાવલા ભારત પછી ફરી છે. તે દુબઈમાં જ તેના પતિ સાથે રહેતી હતી. આ વર્ષ આઈપીએલની 13મી સીઝનનું આયોજન USE માં થયું હતું અને તેથી જુહી દુબઈ આઈપીએલ ટીમ કોલકતા નાઈટ રાઈડર્સને ચીયર કરવા માટે ગઈ હતી. કોલકતા નાઈટ રાઈડર્સ ટીમની સહ માલિક છે. આમ તો તેની ટીમનું પ્રદર્શન મધ્યમ રહ્યું હતું અને કેકેઆર ક્વાલીફાઈ પણ ન કરી શકી હતી. બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન પણ આ ટીમના સહ માલિક છે અને તે પણ તેની ટીમને ચીયર કરતી વખતે USA માં જ હાજર હતા.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.