આ દ્વીપને કહેવાય છે જન્નત, રોજ ફક્ત 420 લોકો જ જઈ શકે છે અહીં

0
706

બ્રાઝીલના ફર્નાડો ડી નોરોન્હા દ્વીપ સમૂહ પોતાની સુંદરતા માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે, પણ સફેદ રેતી વાળા આ સ્થળ અને લીલાછમ પહાડી જંગલો સુધી જવું દરેકના નસીબમાં નથી હોતું. કહેવાનો અર્થ એ છે કે, અહીં જવા દરેક વ્યક્તિ માંગે છે, પણ રોજ ફક્ત 420 મહેમાનોને જ ફર્નાડો ડી નોરોન્હો જવાની પરવાનગી મળે છે.

બ્રાઝીલના ઉત્તર પૂર્વીય કિનારાથી સાડા ત્રણસો કિલોમીટર દૂર આવેલા આ 21 સુંદર દ્વીપોના ત્રણ ચતુર્થાંશ ભાગને 1988 માં સંરક્ષિત રાષ્ટ્રીય સમુદ્રી વન અને અભ્યારણ્ય ઘોષિત કરવામાં આવ્યો હતો. મુખ્ય દ્વીપ 28.5 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલો છે. આનું નિર્માણ જ્વાલામુખીય પર્વતોથી થયું છે. આની આસપાસ 20 નાના દ્વીપ છે.

આ દ્વીપ હંમેશા આવા નહતા. 16 મી સદીમાં આને સૌથી પહેલા પોર્ટુગલના સમુદ્રી યાત્રી ફર્નાડો ડી નોરોન્હોએ શોધ્યા હતા. ડચ અને પોર્ટુગલ બંને દેશોની સેનાઓ આનો ઉપયોગ કરતી હતી, પણ 1700 ઈસ. ની આસપાસ આને જેલમાં બદલી દેવામાં આવ્યો હતો.

20 મી સદીના મધ્ય સુધી અહીંના મુખ્ય દ્વીપનો ઉપયોગ કેદખાના તરીકે થતો હતો, જ્યાં બ્રાઝીલના સૌથી ખતરનાક ગુનેગારોને રાખવામાં આવતા હતા. હત્યારાઓ, ચોર, બળાત્કારીઓ અને રાજનૈતિક કેદીઓને સજા માટે આ દ્વીપ પર મોકલવામાં આવતા હતા.

ઈતિહાસકાર ગ્રેજીલે રોડ્રિગ્સ કહે છે, ‘લોકો ફર્નાડો ડી નોરોન્હો જાય છે જન્નતના એક ભાગ પર જલસો કરવા માટે, પણ કોઈ જમાનામાં તે નિર્દયી ગુનેગારોની જગ્યા હતી.’ ફર્નાડો ડી નોરોન્હોને અત્યારે પણ એકાંતની જગ્યા માનવામાં આવે છે, જો કે હવે તે એટલી અજીબ નથી જેટલું પહેલા હતું. રોડ્રિગ્સ કહે છે, ‘1822 માં જયારે બ્રાઝીલે પોર્ટુગીઝથી આઝાદીની જાહેરાત કરી તો આ દ્વીપ વિષે લોકોને 2 વર્ષ પછી ખબર પડી.’

જન્નત જેવી સુંદરતા માટે પ્રખ્યાત આ દ્વીપને બ્રાઝીલના લેખક ગૈસ્ટાઓ પેનાલ્વાએ ‘ફોરા ડો મુંડો’ કહ્યા હતા, જેનો અર્થ થાય છે આ દુનિયાથી બહાર. ફર્નાડો ડી નોરોન્હોને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી છે. બ્રાઝીલ તટથી દૂર આ એકમાત્ર દ્વીપ છે જ્યાં વસ્તી રહે છે.

રોડ્રિગ્સ કહે છે. ‘આજે ટેક્નોલોજી અને ઈન્ટરનેટ હોવા છતાં આ એક દૂરની જગ્યા છે. મારા પરદાદા અહીં 1946 માં આવ્યા હતા. જયારે એમણે લોકોને આના વિષે જણાવ્યું તો એમણે કહ્યું હતું – શું તમારું મગજ ખરાબ થઈ ગયું છે? શું તમે ત્યાં જઈ રહ્યા છો જ્યાં કાંઈ જ નથી, જે શાપિત છે?’

અલગ હોવાને કારણે જ 18 મી સદીથી લઈને 20 મી સદી સુધી આ દ્વીપનો ઉપયોગ કેદખાના તરીકે થતો રહ્યો. સારા વ્યવહાર વર્તન વાળા ગુનેગારો પોતાના પરિવાર વાળાને પણ અહીં મોકલવાની અરજી કરી શકતા હતા. તે સામાન્ય ગુનેગારોના સેલથી અલગ રહેતા હતા.

અહીંની જેલ 1957 માં બંધ કરી દેવામાં આવી, પણ અમુક જુના ગુનેગાર અહીંથી પાછા ન ગયા. એમણે આ દ્વીપને જ ઘર બનાવી લીધું જ્યાં આજે પણ એમના વંશજ રહે છે. ફર્નાડો ડી નોરોન્હો આવવા વાળા મહેમાન આજે પણ તે કેદખાનાના ખંડરને જોઈ શકે છે, જેના પર લીલીછમ વેલોએ કબ્જો કરી લીધો છે.

ડોમિકો આલ્વેસ કોર્ડીરો અને ડેવિડ આલ્વેસ કોર્ડીરો સગા ભાઈ છે. તે આ દ્વીપના સૌથી જુના અને વૃદ્ધ માણસો છે. એમનો જન્મ આ જ દ્વીપ પર થયો હતો. એમના પિતાએ 20 મી સદીની શરૂઆતમાં અહીં સજા કાપી હતી અને ફર્નાડો ડી નોરોન્હોમાં જ જેલ અધિકારી બનીને રહી ગયા. જુના આલ્બમને પલટાવતાં ડોમિકો કહે છે, મારા પિતા ગુનેગાર હતા અને એમને નોરોન્હો મોકલવામાં આવ્યા હતા.

મારા દાદાના ખેતર હતા એટલે એમને અહીં ભારવાડનું કામ કરવા માટે મોકલ્યા હતા. ગુનેગારો અહીં સુરજ નીકળવાથી લઈને સાંજ પડવા સુધી કામ કરતા હતા. જહાજોના રોકાવા અને માલ ચઢાવવા-ઉતારવાના કામમાં આવતા બધા તટો પર દેખરેખ રાખનાર હતા. ગુનેગારો તે જગ્યાએ જઈ શકતા ન હતા. એમાંથી અમુક જેલના માછીમાર હતા. બાકી ગુનેગાર માછીમાર ન હતા જેમ કે મારા પિતા. પણ એમને માછલી પકડવી ગમતું હતું.

ગુનેગારો અને એમના પરિવાર વાળાને દ્વીપ પર થવા વાળી ગતિવિધિઓમાં ભાગ લેવા માટે પરવાનગી લેવી પડતી હતી. ડેવિડ આલ્વેસ કોર્ડીરો કહે છે, જયારે હું સાત વર્ષનો હતો ત્યારે મેં એમની સાથે પહેલીવાર માછલી પકડી હતી. એ દિવસોમાં હું પોતે તટ સુધી જઈ શકતો ન હતો. આજે ડેવિડને લાગે છે કે, આઝાદ માણસ માટે નોરોન્હાથી ઉત્તમ જગ્યા બીજી કોઈ નથી.

માયરા ફ્લોર પણ અહીં રહે છે. આ દિવસોમાં તે ગર્ભવતી છે અને સમુદ્ર તટ પર ફરવા આવી છે. આ દ્વીપ પર કોઈ મેટરનિટી હોસ્પિટલ નથી, એટલે એમણે બાળકને જન્મ આપવા માટે બ્રાઝીલના મેનલૈંડ જવું પડશે. મારો પરિવાર અહીંના સૌથી મોટા અને જુના પરિવારોમાંથી એક છે. મારી દાદીના ભાઈ અહીં સેના માટે કામ કરવા આવ્યા હતા. અમુક દિવસો પછી માયરાની દાદી એના દાદા પણ પોતાના બાળકો સાથે અહીં આવ્યા. માયારાને અહીંની શાંતિ સૌથી સારી લાગે છે. અહીં કોઈ ટ્રાફિક નથી. અહીં મારે બીજી જગ્યાઓની જેમ 2 કલાક માટે ટ્રાફિકમાં ફસાવું નથી પડતું.

આ દ્વીપ એટલાન્ટિક મહાસાગરમાં ઘણું રણનૈતિક મહત્વ ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ અહીં પોતાનો સૈનિક અડ્ડો બનાવ્યો હતો. નોરોન્હાની ચારેય તરફ પન્ના જેવું ચમકદાર ગરમ પાણી છે, અહીં ઝીંગા માછલીઓ, કાચબા, ઉષ્ણકટિબંધીય માછલીઓ અને ડોલ્ફિન ઘણી મળે છે. નોરોન્હો બ્રાઝીલની સૌથી પસંદગી પામતી જ્ગ્યાઓમાંથી એક છે, અને દક્ષિણ અમેરિકામાં ડાઈવિંગ અને સર્ફિંગ માટે સૌથી સારી જગ્યા માનવામાં આવે છે.

ગ્રેજીલે રોડ્રિગ્સ કહે છે, ‘નોરોન્હા દૂરની જગ્યા છે, છતાં પણ શાંતિ માટે અહીં રહેવું ખાસ છે.’ માયરાને પણ લાગે છે કે, જો એમને ક્યાંક બીજે રહેવું પડતું તો તે નોરોન્હોની સુંદરતાને મિસ કરી દેતી. હું જાણું છું કે ધરતી પર ઘણી સુંદર જગ્યાઓ છે, પણ મને બીજી કોઈ જગ્યા આનાથી સુંદર નથી લાગતી.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.