ભૂલથી પણ આ દિશામાં ના રાખવું પાણીનું માટલું, ઘરમાં આવી શકે છે ગરીબી, પરિવારમાં થાય છે લડાઈ ઝગડા

0
5260

ભારતમાં વાસ્તુ શાસ્ત્રનું ઘણું મહત્વ છે. અને હિંદુ ધર્મમાં માનવા વાળા લોકો વાસ્તુને ઘણું માને છે. લોકો જયારે પણ મકાન બનાવે છે, અથવા ખરીદે છે તો એ સમયે વાસ્તુ શાસ્ત્રની વિશેષ ભૂમિકા રહે છે. અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર જ ઘરના રૂમ બનાવવામાં આવે છે. ઘરમાં કઈ વસ્તુ કઈ દિશામાં રહેશે તે પણ વાસ્તુ દ્વારા જ નક્કી થાય છે.

એવું કહેવામાં આવે છે કે જે ઘરનું વાસ્તુ સારું હોય છે, ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે. અને તે કોઈ પણ ઘરના વિકાસ માટે સારું રહે છે. અને ખરાબ વાસ્તુ વાળા ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જા વધુ રહે છે. અને તે ઘરમાં ઘણી બધી જાતની તકલીફોનું કારણ બને છે.

સામાન્ય રીતે જયારે લોકો ઘર ખરીદે છે અથવા બનાવે છે, ત્યારે વાસ્તુને ધ્યાનમાં રાખીને ઘરના રૂમની દિશાઓ તો નક્કી કરી લે છે. પરંતુ ઘરની અંદર રાખવામાં આવતી નાની નાની વસ્તુઓ વાસ્તુ શાસ્ત્રના હિસાબે નથી રાખવામાં આવતી. ઘરમાં રાખવામાં આવતી બધી વસ્તુઓનું પણ વાસ્તુ અનુસાર ઘણું મહત્વ હોય છે. જો તેને ખોટી જગ્યા ઉપર રાખી દેવામાં આવે તો તકલીફો થઇ શકે છે.

અને એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને, આ લેખના માધ્યમથી ઘરમાં પીવાનું પાણી રાખવાની સાચી અને ખોટી દિશાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે ઘરમાં બધા લોકો એક જ સ્ત્રોત માંથી આવેલું પાણી પીવે છે. એવી રીતે તે પાણી પરિવારના તમામ સભ્યોને સાથે જોડે પણ છે.

તો આવી સ્થિતિમાં પીવાના પાણીને યોગ્ય દિશામાં મુકવું ઘણું જરૂરી હોય છે. પાણી ભરીને મુકવા માટે લોકો માટલું, ટાંકી, વોટર ફિલ્ટર વગેરે વસ્તુનો ઉપયોગ કરે છે. તેવામાં તમે પ્રયત્ન કરો કે આ બધી વસ્તુને તમે નીચે જણાવેલી સાચી દિશામાં જ રાખો.

આ દિશામાં ન રાખો પીવાનું પાણી :

જાણકારી માટે જણાવી દઈએ કે, વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષીણ દિશામાં પીવાનું પાણી રાખવું જોઈએ નહિ. કારણ કે ઘરની આ દિશામાં સૌથી વધુ નકારાત્મક ઉર્જા એકઠી થતી રહે છે. તેવામાં આ દિશામાં પાણી રાખવાથી તે નકારાત્મક ઉર્જા પાણીમાં ભળી જાય છે. પછી ઘરના જે પણ વ્યક્તિ આ પાણી પીવે છે, તેમના મનમાં પણ નકારાત્મક વિચાર વધુ આવે છે.

આ કારણ સર જ ઘરના લોકોમાં લડાઈ ઝગડા વધુ થાય છે. સાથે જ આ નકારાત્મક ઉર્જા તમારા કામ અને પ્રગતી ઉપર પણ નકારાત્મક અસર કરે છે. જેને લઈને તમારે પૈસાની તકલીફ અને વધુ ખર્ચા થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલા માટે આ દિશામાં ભૂલથી પણ પીવાનું પાણી ન રાખો.

પીવાનું પાણી રાખવા માટે આ દિશા છે ઉત્તમ :

મિત્રો, જો આપણે વાસ્તુ શાસ્ત્રનું માનીએ તો ઘરની પૂર્વ અને ઉત્તર દિશામાં પીવાનું પાણી રાખવું સૌથી વધુ લાભદાયક હોય છે. આ દિશાઓમાં સૌથી વધુ સકારાત્મક ઉર્જા રહે છે. અને આ દિશામાં રાખેલું પાણી પીવાથી ઘરના તમામ લોકો પણ સકારાત્મક રહે છે. તેમજ ઘરમાં લડાઈ ઝગડા ઓછા થાય છે અને ઘરની પ્રગતી પણ વધુ થાય છે.

તમે ધારો તો પશ્ચિમ દિશામાં પીવાનું પાણી રાખી શકો છો, પરંતુ તેનો ન તો કોઈ ફાયદો છે અને ન તો કોઈ નુકશાન છે.