શા માટે આ દેશોમાં 25 ડિસેમ્બરની જગ્યાએ 7 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે ક્રિસમસ, કારણ દંગ કરી દેશે

0
764

ક્રિસમસને આવવામાં હવે થોડા દિવસ જ બચ્યા છે. એવામાં તમે જાણતા જ હશો કે, દર વર્ષે દુનિયાભરમાં ઈસા મસીહના જન્મ દિવસના રૂપમાં 25 ડિસેમ્બરને ક્રિસમસના રૂપમાં ઉજવવામાં આવે છે. ખ્રિસ્તી સમુદાયના લોકો ઈસા મસીહને ઈશ્વરના દીકરા માને છે, અને ખ્રિસ્તી ધર્મના લોકો માટે ક્રિસમસ સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે, દુનિયામાં અમુક એવા દેશો પણ છે જ્યાં 25 ડિસેમ્બરે નહિ પણ કોઈ બીજા દિવસે ક્રિસમસ ઉજવાય છે?

એનું કારણ છે પૉપ ગ્રેગોરી અને જૂલિયન કૈલેન્ડર વચ્ચેનું અંતર, જે કારણે દુનિયાના અમુક ભાગોમાં ક્રિસમસ 25 ડિસેમ્બરની જગ્યાએ 7 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, બંને કેલેન્ડરમાં 13 દિવસનો ફરક છે. આ હિસાબે અલગ અલગ કેલેન્ડરને ફોલો કરવાવાળા લોકો અલગ અલગ દિવસે ક્રિસમસ ઉજવે છે.

ગ્રેગોરિયન કેલેન્ડર અને જૂલિયન કેલેન્ડરને કારણે જ સેંટાએ બે વાર આવવું પડે છે. એક તરફ જ્યાં પશ્ચિમના લોકો ગ્રેગોરિયન કેલેન્ડરને ફોલો કરે છે, તો રસિયા, યુક્રેન, ઈઝરાયલ, ઇજિપ્ત અને બુલ્ગારિયા વગેરે દેશોમાં ક્રિસમસનો તહેવાર જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે.

1582 માં પોપ ગ્રેગોરીએ ગ્રેગોરિયન કેલેન્ડર બનાવ્યું હતું, જેના હિસાબે 25 ડિસેમ્બરે ક્રિસમસ આવે છે. પણ રસિયા સહીત ઘણા અન્ય દેશોમાં જૂલિયન કેલેન્ડરને ફોલો કરવામાં આવે છે, જેના હિસાબે ક્રિસમસ 25 ડિસેમ્બરે નહિ પણ 7 જાન્યુઆરીએ આવે છે.

એમાં પણ અલગ અલગ દેશોના હિસાબે આને ઉજવવાની રીતોમાં અંતર જોવા મળે છે. અમુક જગ્યાઓ પર આ દિવસે લોકો જુલુસ કાઢીને સમુદ્ર, નદી કે તળાવ સુધી જાય છે અને બરફનો ઢગલો કરીને બ્લેસ ધ વોટર નામની રસ્મ પુરી કરે છે. એમાં બાકી જગ્યાઓની જેમ ગિફ્ટ આપવાની સંસ્કૃતિને મહત્વ નથી આપવામાં આવતું.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.