આ દેશમાં છે દુનિયાનો સૌથી મોટો દેડકો, શોધમાં સામે આવ્યું ચકિત કરી દેનારું સત્ય, જાણો વધુ વિગત.

0
1455

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, અને સામાન્ય રીતે ચોમાસામાં ઘણા પ્રકારના જીવજંતુનો ઉપદ્રવ જોવા મળે છે, તેમાંના ઘણા જીવડાતો લોકોને પણ નુકશાન પહોચાડતા હોય છે, અને ઘણા જીવડા એવા હોય છે, જે લોકોને કોઈપણ રીતે નુકશાન નથી પહોચાડતા, એક જીવડાની જાતી છે. જે સામાન્ય રીતે ચોમાસામાં વધુ જોવા મળતી હોય છે, અને તે જાતિ છે દેડકાની, ઘણી વખત આપણે સાંભળ્યું પણ હશે કે દેડકાનો વરસાદ થયો હોય, તો આ જે દેડકા હોય છે. તે સામાન્ય પ્રકારના જ હોય છે. જેમાં તેની જાતિઓ અલગ અલગ હોય છે.

સામાન્ય રીતે ભારતમાં વરસાદના દિવસોમાં જે પીળા એવા દેડકા નીકળે છે, તેને જ આપણે વજનદાર સમજીએ છીએ. તે વધુમાં વધુ ૫૦૦ ગ્રામ કે એક કિલો વજનના રહેતા હશે. પરંતુ તમને જાણીને નવાઈ થશે કે દેડકા ત્રણ કિલોથી ઉપરના પણ હોય છે અને તે દુનિયાના સૌથી મોટા દેડકાઓમાં ગણાય છે. આમ તો તે ભારતમાં નહિ પરંતુ આફ્રિકામાં જોવા મળે છે.

દુનિયામાં સૌથી મોટા દેડકાની જાતીનું નામ ગોલીયથ છે. હાલમાં જ બર્લિનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમ દ્વારા કરવામાં આવેલી શોધમાં આ દેડકા વિષે ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

શોધકર્તાઓના જણાવ્યા મુજબ, ગોળીયથ પોતાના રહેવા માટે પોતે જ એક નાના તળાવનું નિર્માણ કરે છે, તે તેના સ્વભાવમાં રહેલું છે. ક્યારે ક્યારે તો તે તળાવનું નિર્માણ કરવા માટે બે કિલોથી પણ વધુ વજન વાળા પથ્થરો પણ દુર કરી દે છે.

આ દેડકાનું વજન ૩.૩ કિલો સુધી અને લંબાઈ ૩૪ સેન્ટીમીટર એટલે ૧૩ ઇંચ સુધી હોય છે. શોધકર્તા ભાવિન શેફના જણાવ્યા મુજબ, આ દેડકા ઘણા મોટા અને વજનદાર તો હોય જ છે, સાથે જ તે પોતાના બચ્ચાની દેખરેખ પણ વિશેષ રીતે જ કરે છે. તે જે તળાવમાં રહે છે, તેના પાણીમાં ફીણ બનાવી દે છે, જેથી કોઈ જાનવર તેના બચ્ચાને નુકશાન ન પહોચાડી શકે.

ગોળીયથ દેડકાની આ જાતી આફ્રિકી દેશ કેમરૂન અને ઇક્વેટોરીયલ ગીનીમાં મળી આવે છે. દક્ષીણ આફ્રિકામાં અમ્પુલા નદીના કાંઠે આ દેડકોની સંખ્યા ઘણી વધુ છે. શોધકર્તાઓએ ૨૨ એવા સ્થળોની શોધ કરી છે, જ્યાં આ દેડકાના ઈંડા રહેલા છે. તેમાંથી ઘણા સ્થળો ઉપર લગભગ ૨૭૦૦-૨૮૦૦ ઈંડા રહેલા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.