આ દેશમાં મળ્યું કીડા ખાવા વાળું દુનિયાનું સૌથી મોટું ‘લાશ ફૂલ’

0
554

દુનિયાનું સૌથી મોટું ફૂલ આ સમયે ઇન્ડોનેશિયાના સુમાત્રાના જંગલોમાં ખીલ્યું છે. આ ફૂલ ચાર વર્ગ ફૂટમાં ફેલાયેલું છે. આ ફૂલને રૈફલેસિયા (Rafflesia) કહે છે. આમ તો આને લાશ ફૂલ (Corpse Flower) ના નામથી ઓળખવામાં આવે છે. કારણ કે આ સડેલી લાશ જેવી દુર્ગંધ આપે છે.

આ જંગલમાં મળ્યું હતું 12 કિલોનું રૈફલેસિયા :

વર્ષ 2017 માં સુમાત્રાના જંગલોમાં ત્રણ વર્ગ ફૂટમાં ફેલાયેલું 12 કિલોનું રૈફલેસિયા ફૂલ મળ્યું હતું. પણ આ વખતે ખીલેલું ફૂલ 2017 ના ફૂલથી ઘણું મોટું છે.

આ ફૂલ કીડા-મંકોડા ખાય છે :

રૈફલેસિયા એક પરજીવી છોડ છે. એમાંથી ઘણી દુર્ગંધ આવે છે, કારણ કે તે કીડા મંકોડા ખાય છે. જે પણ કીડા એની દુર્ગંધથી ખેંચાઈને એની અંદર બેસે છે તે તાત્કાલિક મરી જાય છે. પછી તેના સડેલા શરીરમાંથી નીકળતી દુર્ગંધ આ ફૂલમાં ભળી જાય છે.

કોઈ પાંદડા અથવા જડ નથી હોતી આ ફૂલમાં :

આ ફૂલના છોડની એક ખાસિયત છે કે, આમાં કોઈ પાંદડા અથવા જડ નથી હોતી. તે પોતાની ભોજન પાણી બીજા છોડ પાસેથી લે છે. એની પ્યાલી જેવી પુષ્પનાળમાં રહેલી ગંધ જીવ-જંતુઓને આકર્ષિત કરે છે. પછી જેવા જ તે ફૂલની અંદર જાય છે તેવું જ તેમનું મૃત્યુ થઈ જાય છે.

ઓક્ટોબરમાં થાય છે ફૂલ ખીલવાની શરૂઆત :

આ ફૂલ વર્ષના અમુક મહિના જ ખીલે છે. એના ખીલવાની શરૂઆત ઓક્ટોબરથી થાય છે. એ પછી માર્ચ સુધી તે સંપૂર્ણ રીતે ખીલે છે. પણ તેનું જીવન ઘણું નાનું હોય છે. તે ખુબ જલ્દી મરી જાય છે.

28 પ્રજાતિ હોય છે આ ફૂલની :

આ ફૂલને લુઈસ ડેસચૈંપ્સે 1791 થી 1794 વચ્ચે જાવામાં શોધ્યું હતું. એ પછી આની અત્યાર સુધી કુલ 28 પ્રજાતિઓ શોધવામાં આવી ચુકી છે. આ ફૂલ ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલેશિયા વગેરે દેશોમાં જ મળે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.