આ 10 રૂપિયાની વસ્તુ તમારા અંડરઆર્મસની કાળાશ દૂર કરે છે, આજે જ અપનાવો આ જોરદાર નુસખો.

0
1575

મિત્રો, હાલના દિવસોમાં તો છોકરાઓ પણ પોતાના કાળા અંડરઆર્મ્સ એટલે કે બગલને કારણે શરમ અનુભવી રહ્યા છે. તો પછી છોકરીઓને આ વસ્તુ કેટલી પરેશાન કરતી હશે, એ તો તમે જાતે જ સમજી શકો છો. આજનો જમાનો ઘણો મોર્ડન થઇ ગયો છે, અને આ મોર્ડન જમાનામાં ફક્ત યુવાન છોકરીઓ જ નહિ પણ વધારે ઉંમરની મહિલાઓ પણ વેસ્ટર્ન ડ્રેસને અપનાવવા લાગી છે.

જયારે છોકરીઓ કે મહિલાઓ સ્લીવલેસ કે ઓફ શોલ્ડર ડ્રેસ પહેરે છે, અને પોતાના હાથ ઉપર ઉઠાવે છે તો તેમના કાળા અંડરઆર્મ્સ દેખાવા લાગે છે. અને એના કારણે તેમની અડધાથી વધારે પર્સનાલિટી તો ત્યાંજ સમાપ્ત થઇ જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણી છોકરીઓ અને મહિલાઓ અલગ અલગ પ્રકારના કોસ્મેટિક સાધનોનો પ્રયોગ કરે છે. આ બધા કોસ્મેટિક સાધનોનો પ્રયોગ કરવાથી ક્યારેક-ક્યારેક આપણી ત્વચા પર આનો ખરાબ પ્રભાવ પણ પડવા લાગે છે.

જો તમે પણ પોતાના અંડરઆર્મ્સનું કાળાપણું દૂર કરવા માંગો છો, આજનો અમારો આ લેખ તમારી મદદ કરી શકે છે. કારણ કે આજે અમે એક એવો ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ફક્ત એક વાર પ્રયોગ કરવાથી જ તમારા અંડરઆર્મ્સનું કાળાપણું એટલે કે બગલની કાળાશ ઓછી થવા લાગશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, અંડરઆર્મ્સ કાળા હોવાના ઘણા કારણ હોઈ શકે છે. ઘણા વ્યક્તિ એવા છે જે, એ ભાગની સારી રીતે સફાઈ કરી શકતા નથી. અને ઘણા વ્યક્તિ એવા પણ છે જે પોતાના અંડરઆર્મ્સના વાળ સાફ કરવા માટે ખરાબ કંપનીના સાધનોનો ઉપયોગ કરે છે. આથી આવી સમસ્યા થાય છે.

મિત્રો, આજે અમે જે નુસખો જણાવીશું એમાં વપરાતી વસ્તુ તમને ઘરના રસોડામાં જ સરળતાથી મળી જશે. અને એ વસ્તુ છે “ખાંડ.” હા, તમે બધાએ એકદમ બરાબર વાંચ્યું. ખાંડ કે સાકરનો ઉપયોગ ગળ્યું બનાવવા માટે થાય છે. ખાંડના ઉપયોગથી અંડરઆર્મ્સનું કાળાપણું પણ દૂર કરી શકાય છે. અંડરઆર્મ્સનું કાળાપણું દૂર કરવા માટે ખાંડ કોઈ વરદાનથી ઓછું નથી.

જણાવી દઈએ કે, આ ઘરેલુ ઉપાય અપનાવવા માટે તમે ખાંડની સાથે જો મધ વાપરશો, તો આ ખુબ ફાયદાકારક રહેશે. આનો ઉપયોગ કરવા માટે એક વાટકીમાં તમે જેટલું ચાહો એ પ્રમાણે ખાંડ અને મધ લઇ લો. હવે આ બંનેને સારી રીતે મિક્ષ કરી દો. અને તેનાથી કાળાશ વાળા ભાગ પર હલકા હાથથી માલિશ કરો. અને આના પછી 15 મિનિટ સુધી એને એમ જ રહેવા દો. અને પછી આને નવસેકા પાણીથી ધોઈ નાખો.

જયારે તમે ઉપર જણાવેલી આ બધી વિધિ કરી લો છો, તો તેના પછી તમારે એક લેપ હજુ લગાવવો પડશે. તમે બજારમાં જઈને કોઈ જગ્યાએથી સસ્તી કિંમતમાં ચારકોલ એટલે કોલસો ખરીદીને લઇ આવો. તેના પછી તમે મધ અને કોલસાનું મિશ્રણ જેટલું તમારે લગાવવું છે, એટલું તમારા હિસાબથી તૈયાર કરો.

ત્યારબાદ તમે પોતાના પ્રભાવિત ભાગ પર આ મિશ્રણને લગાવી દો. આ મિશ્રણ તમે 15 મિનિટ સુધી લગાવી રાખો, ત્યારબાદ તમે નવસેકા પાણીથી એને ધોઈ નાખો. જો તમે આ ઘરેલુ ઉપાયને અપનાવો છો, તો તમે જોશો કે તમારા અંડરઆર્મ્સના રંગમાં પહેલા કરતા ઘણો ફરક દેખાવા લાગશે.

અમે આશા કરીએ છીએ કે તમને અમાર દ્વારા આપવામાં આવેલ જાણકારી સારી લાગી હોય. તમે તમારું કિંમતી સૂચન નીચે આપેલ કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને તમે આને તમારા મિત્રોને પણ શેયર પણ કરી શકો છો. અમે આગળ પણ આ પ્રકારે જાણવા યોગ્ય જાણકારી લેખના માધ્યમથી લાવતા રહેશું, ધન્યવાદ.