આ ચમત્કારી છોડનું દરેક અંગ છે દવા, આ બહાર નીકળેલા પેટને ઓછું કરે છે અને ગઠિયાને 21 દિવસમાં દુર કરી શકે છે.

0
1253

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને આકડાના છોડના ફાયદા જણાવવાના છીએ. કારણ કે આ એક એવો છોડ છે જેનું દરેક અંગ દવા જેવું છે. તો આવો જોઈએ આજના આ લેખમાં શું ખાસ છે?

જણાવી દઈએ કે આ છોડના વિષયમાં સાધારણ સમાજમાં આ ભ્રમણા ફેલાયેલી છે કે, આકડાનો છોડ ઝેરીલો હોય છે અને આ મનુષ્ય માટે ઘાતક છે. હા, આમાં થોડું સત્ય જરૂર છે. કારણ કે આયુર્વેદ સંહિતાઓમાં પણ આની ગણના ઉપવિષોમાં કરવામાં આવેલી છે. જો આનું સેવન વધારે માત્રામાં કરી લેવામાં આવે તો, ઉલ્ટી ઝાડા, થઈને મનુષ્ય યમરાજની ઘર જઈ શકે છે.

પણ એનાથી વિપરીત જો આકડાનું સેવન યોગ્ય માત્રામાં, યોગ્ય રીતે અને ચતુર વૈદ્યની દેખરેખમાં કરવામાં આવે, તો અનેક રોગોમાં આના ઘણા ફાયદા થાય છે. આનો દરેક અંગ દવા છે, દરેક ભાગ ઉપયોગી છે અને આ સૂર્યના સમાન તીક્ષ્ણ. તેજસ્વી અને પારાની સમાન ઉત્તમ અને દિવ્ય રસાયન ધર્મ છે.

જાણી લો એના રૂપ, રંગ, ઓળખાણ વિષે :

મિત્રો, આકડાનો છોડ એક ઉત્તમ ઔષધીય છોડ છે. આને સામાન્ય ભાષામાં મદાર, મંદાર, આંકડા, આર્ક પણ કહેવાય છે. આનો છોડ નાનો અને છત્તાદાર હોય છે. પાંદડા વડના પાંદડા સમાન જાડા હોય છે. લીલા સફેદી લઈને પડદા પાકવા પર પીળા રંગના થઇ જાય છે.

આનું ફૂલ સફેદ નાના છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંદડા હોય છે. જે હનુમાનજી પર ચડાવાય છે. આના ફળ કેરીના સમાન હોય છે, જેમાં રૂ હોય છે. જણાવી દઈએ કે, આંકડાની શાખાઓ માંથી જે દૂધ નીકળે છે તે ઝેરનું કામ કરે છે. આંકડા ઉનાળાના દિવસોમાં રેતાળ ભૂમિ પર હોય છે, અને ચોમાસામાં પાણી વરસવા પર સુકાઈ જાય છે.

આ છે આકડાના 9 અદભુત ફાયદા :

આકડાનું દૂધ પગના અંગુઠા પર લગાવવાથી દુ:ખતી આંખ સારી થઇ જાય છે. હરસના મસ્સા પર લગાવવાથી મસ્સા ચાલ્યા જાય છે. અને ઘા પર લગાવવાથી ઘા શાંત થઇ જાય છે.

આકડાના કોમળ પાંદડા મીઠા તેલમાં બાળીને અંડકોશના સોજા પર બાંધવાથી સોજો દૂર થઇ જાય છે, અને કડવા તેલમાં પાંદડા બાળીને ગરમીના ઘા પર લગાવવાથી ઘા સારા થઇ જાય છે.

આના કોમળ પાંદડાના ધુમાડા થી હરસ શાંત થાય છે. આકડાના પાંડદાને ગરમ કરી બાંધવાથી ઘા સારો થઈ જાય છે. સોજો દૂર થઇ જાય છે. આકડાના મૂળ ના ચૂર્ણમાં કાળામરી પીસીને મિક્ષ કરી નાખો અને નાની નાની ગોળીઓ બનાવીને ખાવાથી ખાંસી દૂર થઇ જાય છે.

આકડાનું મૂળ 2 સેર લઈને તેને ચાર સેર પાણીમાં ઉકાળો અને જયારે આડધું પાણી રહી જાય ત્યારે મૂળ નીકાળી નાખો અને પાણીમાં 2 સેર ઘઉં નાખો જયારે પાણી રહે નહિ ત્યારે સૂકવીને ઘુઉનો લોટ પીસીને પાવભાર લોટની બાટી કે રોટલી બનાવીને તેમાં ગોળ અને ઘી મિક્ષ કરીને દરરોજ ખાવાથી ગઠિયા દૂર થઇ જાય છે. ઘણા દિવસની ગઠિયા 21 દિવસમાં સારું થઇ જાય છે.

આકડાના મૂળને પાણી માં ઘસીને લગાવવાથી આખના રોગ સારા થઇ જાય છે. આલડાનું મૂળ છાંયડામાં સુખવીને પીસી લો અને તેમાં ગોળ મિક્ષ કરીને ખાવાથી શીત જ્વર શાંત થઇ જાય છે.

આકડાના છોડના પાંદડા ઉલટું (તુલતું એટલે પાંદડાનો ખુદરા ભાગ) કરીને પગની એડીમાં લગાવીને મોજો પહેરી લો. અને આંખો દિવસ રહેવા દો અને રાત્રે ઊંઘતા સમયે નીકાળી નાખો. એક અઠવાડિયામાં તમારું શુગર લેવલ સામાન્ય થઇ જશે એટલે કે ડાયાબીટીસ ગાયબ. સાથે બહાર નીકળેલું પેટ પણ ઓછું થઇ જશે.

આકડાના મૂળના રાખમાં મિક્ષ કરીને લગાવવાથી ખજવાળમાં રાહત થઇ જાય છે. આકડાના સુકાયેલી દાંડી તેને એક તરફથી બાળો અને બીજી તરફ નાક દ્વારા તેનો ધુમાડો લો તો માથાનો દુઃખાવામાં તરત સારું થઇ જાય છે.

જે જગ્યા પર વાળ ખરી ગયા છે, ત્યાં આકડાનું દૂધ લગાવવાથી વાળ ઉગી જાય છે. પરંતુ ધ્યાન રાખો કે આનું દૂધ આંખમાં જાય નહિ. નહીતો આંખ ખરાબ થઇ જાય છે.

મિત્રો, ઉપર જણાવેલ કોઈ પણ ઉપાય પોતાની જવાબદારી અને સાવધાનીથી જ કરો.