આ છોકરાએ સ્ટેશન પર ગાવાવાળી મહિલાનો બનાવ્યો હતો વિડિઓ, રાતોરાત બની હતી સ્ટાર, જાણો કોણ છે આ યુવાન.

0
1126

સમય એક એવી વસ્તુ છે, જે કોઈનું પણ નસીબ ફેરવી નાખવાની શક્તિ ધરાવે છે. આજે તમારો સમય ભલે ખરાબ ચાલી થયો હોય પરંતુ જો તમારી અંદર કોઈ હુન્નર છે, તો તેને શોધી જ લેવામાં આવશે. હુન્નર શોધવાનું એવું જ એક કામ યતીન્દ્ર ચક્રવર્તી નામના એક સોફ્ટવેર એન્જીનીયરે કર્યું છે. તમે લોકો કદાચ યતીન્દ્ર ચક્રવર્તીને નહિ ઓળખતા હો. પરંતુ તે એ વ્યક્તિ છે.

જેને કારણે સ્ટેશન ઉપર ભીખ માગવા વાળી મહિલાને બોલીવુડ ફિલ્મમાં ગીત ગાવાની તક મળી છે. લતા મંગેશકરનું ગીત ગાઈને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલી રાનુ મંડલને તો તમે સારી રીતે ઓળખતા જ હશો. સ્ટેશન ઉપર ગીત ગાવા વાળી આ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર આગની જેમ ફેલાઈ ગયો હતો. મહિલાના ગીત અને ટેલેન્ટની બધાએ પ્રસંશા પણ કરી હતી. પરિણામ એ આવ્યું કે આજે તેને બોલીવુડ અને ટીવી માંથી ઘણી ઓફર મળી રહી છે.

આ બધાની શરુઆત ત્યારે થઇ જયારે રાનુ પશ્ચિમ બંગાળના રાનાઘાટ સ્ટેશન ઉપર રોજની જેમ ગીત ગાઈ રહી હતી. તે હંમેશા તે ગીત થોડા પૈસા કમાવા માટે ગાતી હતી. તેની રોજી રોટીનું પણ તે સાધન હતું. આમ તો એક દિવસ તે સ્ટેશન ઉપરથી સોફ્ટવેર એન્જીનીયર યતેન્દ્ર ચક્રવર્તી પસાર થઇ રહ્યો હતો. તેમણે જયારે રાનુને લતા મંગેશકરનું એક ગીત ગાતા સાંભળી તો તે ઘણો ખુશ થયો. તેને નવાઈ લાગી કે સ્ટેશન ઉપર ભીખ માગવા વાળી આ મહિલા કેટલું મધુર ગાઈ રહી છે. તે એ વાતને બધા સાથે વહેચવા માંગતો હતો. એટલા માટે તેણે રાનુને ગીત ગાતા રેકોડીંગ કરી લીધી. પછી આ વિડીયોને યતીન્દ્રએ પોતાની ફેસબુક ઉપર શેર કરી દીધો. બસ પછી શું હતું રાનુ ઈન્ટરનેટ ઉપર ખતરનાક રીતે વાયરલ થઇ ગઈ.

રાનુના આ ટેલેન્ટ ઉપર ઈંટરટેનમેંટ જગતના મોટા મોટા લોકોનું ધ્યાન પણ ગયું. તેમણે રાનુને પોતાના ટીવી શો ઉપર આવવાની ઓફર કરી. એટલું જ નહિ બોલીવુડના પ્રસિદ્ધ ગાયક હિમેશ રેશમિયાએ તો તેને પોતાની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એંડ હીર’ માં ગીત ગાવાની તક પણ આપી દીધી. તે ફિલ્મ માટે રાનુએ હિમેશ રેશમિયા સાથે ‘તેરી મેરી કહાની’ ગાયું છે. તેનો એક વિડીયો પણ હાલના દિવસોમાં ઈન્ટરનેટ ઉપર ધમાલ મચાવી રહ્યો છે. ગીતના રેકોડીંગ દરમિયાન સ્ટુડિયોમાં હિમેશ અને રાનુ ઉપરાંત યતીન્દ્ર ચક્રવર્તી પણ હાજર હતા. યતીન્દ્રએ રાનુને કામ અપાવવા માટે હિમેશનો આભાર વ્યક્ત કર્યો.

ખરેખર જોવામાં આવે તો તે યતીન્દ્ર જ હતા. જેને કારણે રાનુને આ માન અને કામ મળ્યું છે. જો તે દિવસે તે પણ બીજા લોકોની જેમ પોતાના કામથી કામ રાખ્યું હોત અને સ્ટેશન ઉપર ભીખ માગી રહેલી મહિલા તરફ ધ્યાન ન આપ્યું હોત તો કદાચ રાનુ આજે પણ તે સ્ટેશન ઉપર ભીખ માગી રહી હોત. આ ઘટના આપણા બધા લોકો માટે પણ એક મોટો ઉપદેશ છે. આપણે કોઈ પણ વ્યક્તિને નીચા ન સમજવા જોઈએ. દરેક વ્યક્તિ પાસે પોતાનું એક હુન્નર હોય છે. તમારે તેની રીસ્પેક્ટ કરવી જોઈએ અને તેની પ્રસંશા પણ કરવી જોઈએ. શું ખબર તમારું થોડું એવું ધ્યાન આપવાથી કોઈનું જીવન સુધરી જાય.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.