આ છોકરાને અલ્કા યાગ્નિકે ધક્કો મારીને કાઢ્યો હતો સ્ટુડિયોની બહાર, આજે કરે છે દુનિયા પર રાજ.

0
1909

૧૯૮૮માં અલ્કા યાજ્ઞીકે એક છોકરાને પોતાના સ્ટુડીયોમાંથી ધક્કો મારીને બહાર જવા કહ્યું હતું

આજના સમયમાં બોલીવુડ પાસે અસંખ્ય ગાયકો છે. સોનું નિગમ, ઉદિત નારાયણ, અલ્કા યાગ્નિક, કુમાર સાનું, શ્રેયા ઘોષાલ અને સુનિધિ ચોહાણ, ઘણા એવા પ્રસિદ્ધ ગાયકો છે. જેમની ગણતરી બોલીવુડના સૌથી ઉત્તમ ગાયકોમા થાય છે. પરંતુ આજે અમે તમને આ પોસ્ટમાં સૌની ફેવરીટ અલ્કા યાગ્નિક વિષે વાત કરીશું. ૮૦ અને ૯૦ના દશકમાં અલ્કા યાગ્નિકના અવાજનો જાદુ લોકોની ઉપર ઘણો છવાયો હતો. તે સમયમાં અલ્કાના ગયેલા દરેક ગીત હીટ થતા હતા.

ફિલ્મ ‘કયામત સે કયામત તક’ માં પણ તમણે પોતાની અવાજ આપ્યો હતો. તેમણે હિરોઈન જુહી ચાવલા માટે પ્લેબેક કર્યું હતું. તે સમયમાં અલ્કાએ ગીત ગાયું ‘એક દો તીન’ એ તેને ઘણી પ્રસિદ્ધ બનાવી દીધી હતી. તે કારણે દરેક સંગીતકાર તેની સાથે કામ કરવા માંગતા હતા.

ઉદિત નારાયણ અને કુમાર સાનું સાથે અલ્કાની જોડી સૌથી વધુ હીટ હતી. આજની આ પોસ્ટમાં અમે તમને અલ્કા સાથે જોડાયેલો એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. આ કિસ્સાને જાણીને ખરેખર તમે પણ ચોંકી જશો. આ કિસ્સો અલ્કા યાગ્નિક અને બોલીવુડના મીસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાન સાથે જોડાયેલો છે.

જયારે અલ્કાએ આમીરને સ્ટુડિયોમાંથી બહાર કાઢી મુક્યો :-

એક વખત થયું એવું કે વર્ષ ૧૯૮૮માં અલ્કા ફિલ્મ ‘કયામત સે કયામત તક’ માટે એક ગીત રેકોડીંગ કરી રહી હતી ત્યારે આમીર ખાન તેની સામે આવીને બેસી ગયો. તે સમયે આમીર ખાન ઇન્ડસ્ટ્રીમાં નવા આવ્યા હતા. તે રેકોડીંગ દરમિયાન અલ્કાને વારંવાર જોઈ રહ્યો હતો. જેને કારણે અલ્કાનું કામમાં ખલેલ પડતી હતી.

થોડી વાર પછી તેણે આમીરને ગુસ્સા સાથે સ્ટુડિયોમાંથી બહાર જવાનું કહ્યું. જયારે રેકોડીંગ પૂરું થયું ત્યારે નાસીર હુસેને અલ્કાને ફિલ્મના સ્ટારકાસ્ટ સાથે પરિચય કરાવ્યો. આ સ્ટારકાસ્ટમાં જુહી અને આમિર પણ રહેલા હતા. તે જોડી નવી હોવાને કારણે અલ્કા તેને સારી રીતે ઓળખી શકી ન હતી. એ સ્ટુડિયોમાં પહેલી વખત અલ્કા અને જુહીની પણ મુલાકાત થઇ હતી. પરંતુ જયારે આમીર ખાન સાથે તેનો પરિચય કરાવવામાં આવ્યો તો તે ઓળખી ગઈ.

ત્યાર પછી અલ્કાએ હસતા હસતા આમીર પાસે માફી માગી. આમીરે પણ ‘ઇટ્સ ઓકે’ કહીને અલ્કાને માફ કરી દીધી ત્યાર પછી બધું સારી રીતે પતિ ગયું. આ કિસ્સાનું વર્ણન થોડા વર્ષો પહેલા અલ્કાએ એક ઈન્ટરવ્યું દરમિયાન કર્યું હતું. આજે પણ જયારે બન્નેની મુલાકાત થાય છે. તે કિસ્સાને યાદ કરીને ઘણું હસે છે.

આજે આમીર કરે છે બોલીવુડ ઉપર રાજ :-

અલ્કા તે સમયે જાણતી ન હતી કે સ્ટુડિયોમાંથી આવી રીતે અપમાનજનક બહાર કાઢવા વાળા કલાકાર એક દિવસ બોલીવુડ ઉપર રાજ કરશે. તેને ખબર ન હતી કે એક દિવસ આમીર ખાનની ફિલ્મ જોવા માટે લોકો લાંબી લાઈનો લગાવશે. તે જાણતી ન હતી કે આગળ જતા તે મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી ઓળખાશે.

આજે આમીર બોલીવુડના એક એવા કલાકાર છે. જેની ફિલ્મોની રાહ જોવી માત્ર દર્શકોને જ નહિ પરંતુ બોલીવુડના કલાકારોને પણ હોય છે. આમ તો આમીર એક વર્ષમાં એક જ ફિલ્મ કરે છે પરંતુ તેમની એક ફિલ્મ કરોડો કમાઈ લે છે. આમીર કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન રીના દત્ત સાથે વર્ષ ૧૯૮૬માં થયા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.