આ છોડ રૂપિયાને ચુંબકની જેમ ખેંચે છે, એકવાર લગાવીને તો જુઓ, આ છોડ બનાવી શકે છે પૈસાદાર

0
4276

એ વાત ઘણે અંશે સાચી છે કે, આ દુનિયામાં મોટાભાગના દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તે ઢગલાબંધ પૈસા કમાય જેથી તે દુનિયાની તમામ સુખ સુવિધાઓ પોતાના અને પોતાના કુટુંબના સભ્યો માટે પ્રાપ્ત કરી શકે. અને એના માટે દરેક માણસ જીવનમાં આગળ વધવા તે બધું કરે છે, જે તે કરી શકે છે. અને ખાસ કરીને જયારે ધનની વાત આવે છે, તો માણસ મગજ અને મહેનત ઉપરાંત બીજા પણ ઉપાયો કરવાનું વિચારે છે. અને એના માટે લોકો ઘણા પ્રકારની માન્યતાઓનો આસરો લે છે.

પ્રાચીન શાસ્ત્રોમાં આ બાબતે થોડાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જે આપણા ઘરના વાસ્તુદોષને દુર કરે છે. જેનાથી તમારી મહેનત સફળ થાય છે અને ધીમે ધીમે તમારા ઘરનો વિકાસ થાય તેવો તે પ્રયત્ન કરે છે. આમ તો ઘણા બધા લોકો પૈસા માટે મની પ્લાંટનો છોડ પોતાના ઘરમાં લગાવે છે. પણ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ, તે જાણીને તમને નવાઈ જરૂર લાગશે.

આજે અમે તમને એક એવા છોડ વિષે જણાવીશું, જે લગાવ્યા પછી પૈસા પોતાની જાતે તમારા ઘરે ચાલીને આવશે. તે ઘરમાં લગાવ્યા પછી તમારા વિકાસના તમામ રસ્તા ખુલી જાય છે, અને ઘરમાં પૈસાની આવક વધી જાય છે. જેથી તમે થોડા જ સમયમાં પૈસાદાર બની શકો છો.

અને સાથે જ એ પણ જણાવી દઈએ કે એની સૌથી મહત્વની વાત તો એ છે કે, આ છોડને વધુ જાળવણીની જરૂર પણ નથી રહેતી. અમુક લોકો તેને પણ મની ટ્રી ના નામથી ઓળખે છે. તો આવો જાણીએ તેના વિષે. મિત્રો આપણે ત્યાં જેમ વાસ્તુ શાસ્ત્ર હોય છે, તેવી રીતે જ ચીનમાં ફેંગ શુઈની વિદ્યા છે. અને તે મુજબ એક એવો છોડ છે, જેને માત્ર ઘરમાં મૂકી દેવા માત્રથી જ તે પૈસાને પોતાની તરફ ખેંચે છે.

ત્યાંના લોકો દ્વારા ઘરમાં રાખવામાં આવતા આ છોડનું નામ છે ‘ક્રસુલા’. આ છોડ એક ફેલાયેલો છોડ છે, અને આ છોડના પાંદડા મોટા અને સુંવાળા હોય છે. આ છોડનો રંગ ઘાટો લીલો હોય છે. અને આ છોડની સૌથી મહત્વની વાત એ છે કે, આ છોડનું વધુ ધ્યાન રાખવાની જરૂર નથી રહેતી, અને તે ઓછી જાળવણીમાં પણ લીલું છમ જ રહે છે. જો તમે આ છોડ ઘરમાં રાખવા માંગો છો, તો આ છોડને ઘરમાં કોઈ એવી જગ્યા ઉપર રાખવું જોઈએ જ્યાં સૂર્યના કિરણો પડતા હોય.

જાણવી દઈએ કે, આ છોડને તમે ઘરના કોઈ પણ સ્થાન ઉપર લગાવી શકો છો. અને જો તમે તેને તમારા ઘરના ઉંબરા ઉપર ડાબી બાજુ રાખશો, તો તેનું ફળ તમને ઘણું જલ્દી મળશે. તેમજ જો તમે બે ત્રણ દિવસ પછી પણ આ છોડને પાણી આપશો તો તે સુકાશે નહી. ક્રસુલા ઘરની અંદર છાયામાં પણ ઉછરી શકે છે. આ છોડ માટે વધુ જગ્યાની જરૂર પણ નથી પડતી. તમે તેને નાના એવા કુંડામાં પણ લગાવી શકાય છો.