આ છે પૈસાનું ઝાડ, ઘરે લગાવીને બની શકો છો ધનવાન, પરંતુ આ વાતોનું રાખો ધ્યાન.

0
360

સુખ-શાંતિ અને પૈસા લાવવા માટે ઘરે જરૂર લાગવો આ છોડ, રાખવું પડશે આ વાતોનું ધ્યાન. તમે હંમેશા જોયું હશે કે લોકો ઘરમાં મની પ્લાન્ટ લગાવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવું ઘણું શુભ હોય છે. તેનાથી ઘરમાં સકારાત્મક એનર્જી ફિલ થાય છે. જો તમે પણ તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવ્યો છે કે પછી તમે તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. મની પ્લાન્ટ લગાવવાથી ગુડ લક વધે છે અને કુટુંબમાં ધન અને સમૃદ્ધી આવે છે.

વાસ્તુના હિસાબે લગાવો મની પ્લાન્ટ : મની પ્લાન્ટ વાસ્તુ મુજબ લગાવવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રના હિસાબે મની પ્લાન્ટ દક્ષીણ-પૂર્વ દિશામાં લગાવવું સૌથી સારું માનવામાં આવે છે. કેમ કે આ દિશાના કારક ગ્રહ શુક્ર વેલ અને લતા વાળા છોડના પણ સ્વામી છે. આ દિશામાં લગાવેલા મની પ્લાન્ટ ઘણા શુભ અને ફલદાયક હોય છે. ઘરને પોલ્યુશન ફ્રી રાખે છે મની પ્લાન્ટ

મની પ્લાન્ટ એવો છોડ છે, જે ઘરને પોલ્યુશન ફ્રી રાખવામાં મદદ કરે છે. મની પ્લાન્ટ કાર્બન હાઈ ઓક્સાઈડ શોષીને ઓક્સીજન કાઢે છે. તે બે પ્રકારના હોય છે. એક ઇનડોર મની પ્લાન્ટ અને બીજો આઉટ ડોર મની પ્લાંટ. સૌથી મોટી વાત એ છે કે તે છોડ તમને દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે.

વેલને હંમેશા ઉપરની તરફ બાંધો : મની પ્લાંટની વેલને લગાવતી વખતે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તેની વેલ ક્યારે પણ જમીન ઉપર ન ફેલાવી જોઈએ. હંમેશા તેને દીવાલના સહારે ઉપરની તરફ વધવાનો રસ્તો આપવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો મની પ્લાંટની વેલ જમીન ઉપર ફેલાશે, તો ઘરમાં આર્થીક નુકશાન થઇ શકે છે. તે પણ કહેવામાં આવે છે કે મની પ્લાંટનો છોડ જો પીળો પડી ગયો છે કે કરમાઈ ગયો છે, તો તે શુભ સંકેત નથી. તે ઉપરાંત કહેવામાં આવે છે કે મની પ્લાંટ લગાવવાથી ઘરમાં નકારાત્મક એનર્જી નથી આવતી. જે ઘરમાં પણ મની પ્લાંટ લાગેલો હોય છે, ત્યાં હંમેશા આનંદ જ આનંદ રહે છે.

ઘણી વખત પડે છે અવળી અસર : ઘણી વખત આ પ્લાંટને લગાવ્યા પછી વિપરીત અસર વધી જાય છે. ધન ખર્ચ વધુ થવા લાગે છે અને નકારાત્મકતા વધે છે. તેથી વાસ્તુનું મહત્વ વધી જાય છે. આ છોડને લગાવતી વખતે ઘણી સાવચેતી પણ રાખવી પડે છે. વાસ્તુના હિસાબે આ છોડ લગાવો તો તે તમારા માટે શુબદાયી રહેશે.

શુક્ર ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે આ પ્લાંટ. : મની પ્લાંટને શુક્ર ગ્રહનુ પ્રતિક માનવામાં આવે છે. તમે શુક્રના શત્રુ ગ્રહો સૂર્ય, મંગળ કે ચંદ્રમાંના પ્રતિક વાળા છોડને મની પ્લાંટ પાસે ન રાખો. મની પ્લાંટની વેલ જેટલી લીલી અને ઉપરની તરફ જાય છે. એટલ જ પ્રગતીકારક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ વેલ જેટલી ફેલાય છે, એટલી ધન સમૃદ્ધી વધે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા છોડનું વર્ણન છે જેને ધન, સમૃદ્ધી અને આર્થિક પ્રગતી સાથે જોડીને જોવામાં આવે છે.

તે છોડને ઘરમાં લગાવવાની સૌથી ઉત્તમ રીત છે કે તે કુંડામાં લગાવવાને બદલે બોટલોમાં લગાવવામાં આવે. તમે ધારો તો તેને રંગ બેરંગી બોટલોમાં પણ લગાવી શકો છો. મની પ્લાંટની વેલને જેટલી બની શકે એટલી ઉંચી બાંધો. જો તમે મની પ્લાંટનો છોડ લગાવો છો, તો આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ઘર માટે ઘણું શુભ ફળદાયી સાબિત થશે અને ઘરની આર્થિક સ્થિતિને મજબુત બનાવશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.