આ છે 2021 ની ભાગ્યશાળી રાશિઓ, જાણો નવા વર્ષમાં કોનું ચમકશે નશીબ.

0
435

2021 માં દરેક રાશિઓ પર પડશે શુભ-અશુભ પ્રભાવ, પણ આ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે આવનારું વર્ષ. વર્ષ 2021 માં ઘણી રાશીઓ ખુશીઓ લઈને આવી શકે છે. જ્યોતિષ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, 2021 માં પાંચ રાશીના લોકો ઘણા ભાગ્યશાળી રહેશે, કર્ક, સિંહ, કન્યા, ધનુ અને મીન રાશી વાળા માટે નવું વર્ષ ઘણી રીતે લાભદાયક સિદ્ધ થશે. આ રાશીઓમાં ન માત્ર ધનું અને આવકની તકો વધશે, ઘરમાં પણ સુખ શાંતિનું વાતાવરણ ઉભું થશે. આવો જાણીએ 2021 માં તમામ 12 રાશીઓ ની કેવી રહેશે સ્થિતિ.

મેષ રાશી – 2021 માં મેષ રાશી વાળાને કારકિર્દીમાં સારા પરિણામ પ્રાપ્ત થશે તેમ જ આર્થિક પડકારોનો સામનો કરવો પડશે. શરુઆતના દિવસોમાં સ્થિતિ બગડશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી નોકરી ધંધા વાળા લોકોએ સાવચેતી રાખવી પડશે. તમારા કર્મ ભાવના સ્વામી શનિદેવ અસ્ત રહેશે. આમ તો વેપાર કરવા વાળા લોકો માટે સમય સારો રહેશે. આવક વધારવાની ઘણી તકો પ્રાપ્ત થશે.

માતા પિતાના આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે તમારે આર્થિક તંગી સામે ઝઝૂમવું પડશે. વિદ્યાર્થીઓ માટે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ અને નવેમ્બરનો સમય જે ઘણો અનુકુળ રહેશે. તેમ જ ફેબ્રુઆરી, એપ્રિલ, જુન, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ડીસેમ્બર માં તમારે સાવચેતી રાખવી પડશે.

વૃષભ રાશી – 2021 માં નોકરી ધંધા વાળા લોકોને બઢતી અને પ્રગતીના લાભ થશે. કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવાની તક મળશે. પરંતુ વેપારી વર્ગ માટે આર્થિક જીવનમાં પરિણામ થોડા ઓછા સારા હશે. આર્થિક તંગી આવી શકે છે. ગ્રહોની સ્થિતિ ઈશારો કરે છે કે વિદ્યાર્થીઓ માટે સમય થોડો વિકટ રહેશે. સારું ફળ પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવી પડશે. તે ઉપરાંત કૌટુંબિક સુખમાં ઘટાડો આવી શકે છે લગ્નજીવનમાં સમસ્યાઓ ઉભી થઇ શકે છે. માનસિક તનાવ વધુ રહેશે. આરોગ્યની ગણતરીએ સમય ચિંતાજનક છે, કેમ કે રાહુ-કેતુની હાજરી તમારા આરોગ્યને નુકશાન પહોચાડી શકે છે.

મિથુન રાશી – આવતા વર્ષે તમારી કારકિર્દીમાં ઘણા ઉતાર-ચડાવનો સામનો કરવો પડશે. નોકરી ધંધા વાળા લોકોને સાથી કર્મચારીઓની મદદ ન મળવાથી તકલીફ પડશે. બઢતી અને મોટા લાભ માટે હજુ રાહ જોવી પડશે. વેપારી લોકો માટે સમય સારો રહેશે. મોટી લેવડ-દેવડ કરતી વખતે વિશેષ સાવચેતી રાખો. આર્થીક જીવનમાં વર્ષની શરુઆત ઘણી સારી રહેશે. વચ્ચે થોડી તકલીફો ઉભી થઇ શકે છે. વર્ષની મધ્યમાં ધન હાની થવાના યોગ ઉભા થતા જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીને આ વર્ષે મહેનત અને પ્રયત્નો પછી જ સફળતા મળશે.

કર્ક રાશી – કર્ક રાશી વાળા લોકોને કારકિર્દીમાં ગતિ મેળવવાની તક મળશે. પ્રગતી અને બઢતી પણ સંભવ છે. વેપારી લોકો માટે આ વર્ષે રોકાણ માટે ઘણા સફળ રહેવાના છો. મહેનત ઉપર દરેક તકલીફો માંથી બહાર આવવામાં સફળ થશો. વિદ્યાર્થીઓ માટે વર્ષ સારું છે. આ વર્ષે તેને તેના દરેક વિષયને સમજવામાં સફળતા મળશે. કોઈ મોટો નિર્ણય લેવાથી તમારા કુટુંબ વાળા તમારી વિરુદ્ધ જોવા મળશે. જો તમે કોઈ સાથે પ્રેમ કરો છો તો તમારા માટે 2021 ઘણું સારું રહેવાનું છે. આરોગ્યની બાબતમાં તમારે થોડી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

સિંહ રાશી – આ રાશીના લોકો દુશ્મનો ઉપર ભારે પડશે. તમામ કામ સમયસર પુરા કરવામાં સફળતા મળશે. આર્થિક જીવનમાં થોડા ખર્ચા વધશે. પરંતુ ધનની ક્યાયથી ખામી નહિ રહે. અટકેલું ધન પાછું મળશે. દેવા માંથી મુક્તિ મળશે. વિદેશ જવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીને ઘણા પ્રયત્નો પછી જ સફળતા મળશે. જીવન સાથીનો સહકાર મળશે અને તે તેમના ધંધાકીય જીવનને સારું બનાવવામાં સફળ થશે. અને તમે હજુ સુધી સિંગલ છો તો આ વર્ષે તમારી મુલાકાત કોઈ વિશેષ વ્યક્તિ સાથે થઇ શકે છે.

કન્યા રાશી – નોકરી અને કારકિર્દીની બાબતમાં વર્ષ 2021 સમય રહેવાનું છે. આમ તો જે વ્યક્તિ વેપાર કરે છે, તેમના માટે સમય સારો રહેશે. બિજનેસ પાર્ટનરશીપમાં લાભ થશે. ગ્રહો અને નક્ષત્રોના સંયોગથી આર્થિક જીવનમાં થોડી મુશ્કેલી પડી શકે છે. પરંતુ રાહુની શુભ અસર તમને શુભ ફળ આપીને ધન કમાવાની ઘણી તક આપશે. વિદ્યાર્થીને વધુ મહેનત કરવી પડશે. પરણિત લોકોને જીવનસાથીની મદદથી કાર્યક્ષેત્રમાં ફાયદો મળશે. આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે સારું રહેશે. તમારા સાહસ અને પરાક્રમમાં પણ વધારો થશે.

તુલા રાશી – આ રાશી વાળાને કારકિર્દીમાં અનુકુળ ફળ પ્રાપ્ત થશે. વેપાર કરી રહેલા લોકોને કોઈ ગુપ્ત તકથી ધન લાભ થશે. તમે ધાર્મિક કાર્યમાં આગળ વધીને ભાગ લેશો. વિદ્યાથીઓ માટે આ વર્ષનો મધ્ય ભાગ સૌથી સારો રહેશે. તે દરમિયાન વિદ્યાર્થી તેનું સારું પ્રદર્શન આપવામાં સફળ થશે. સંતાન માટે સમય સારો રહેશે. જો તમે કોઈ સાથે સાચો પ્રેમ કરો છો, તો આ વર્ષ તમારા માટે સારું રહેશે. પ્રેમ લગ્ન થવાના યોગ ઉભા થતા જોવા મળી રહ્યા છે. આમ તો આરોગ્યની દ્રષ્ટિએ તમારે વિશેષ સાવચેતી રાખવી પડશે.

વૃશ્ચિક રાશી – આ વર્ષ કારકિર્દીમાં તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડશે. કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે. વેપાર કરી રહેલા લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. પરંતુ અચાનક વધેલા ખર્ચા તમારી મુશ્કેલી વધારી શકે છે. નોકરીની તૈયારી કરી રહેલા લોકોને આ વર્ષે શુભ ફળ મળી શકે છે. સંતાન પક્ષ મજબુત રહેશે. બાળકો સાથે સંબંધ સારા રહેશે. આરોગ્ય વિષે વાત કરીએ તો આ વર્ષે તમને અચાનકથી કોઈ રોગ વધુ તકલીફ આપી શકે છે.

ધનુ રાશી – વેપાર કરી રહેલા લોકો માટે આ વર્ષ સારું રહેવાનું છે. તેને બિજનેસમાં ઘણી સફળતા મળશે. તેમની આર્થિક સ્થિતિ મજબુત થશે. પરંતુ નોકરી કરવા વાળા માટે પરિણામ સામાન્ય રહેવાનું છે. વિદ્યાર્થીને આ વર્ષે શિક્ષણમાં સફળતા મળશે. વિદેશ જઈને અભ્યાસ કરવાની તક પણ પ્રાપ્ત થશે. નાના ભાઈ બહેન તમને સહકાર આપતા જોવા મળશે. જીવનસાથીનું આરોગ્ય ખરાબ થવાથી તેમના જીવનમાં તનાવ વધશે. પ્રેમી લોકો માટે 2021 ઘણી રોમાન્ટિક પળ લઈને આવી શકે છે.

મકર રાશી – કારકિર્દીમાં સખત મહેનત પછી જ તમને ફળ પ્રાપ્ત થશે. નોકરી ધંધા વાળા લોકોને પરિણામ સામાન્ય મળશે. આમ તો વેપારીઓ માટે આ વર્ષ શુભ રહેવાનું છે. આર્થિક જીવનમાં શરુઆતના થોડા મહિનામાં તકલીફ પડશે, પરંતુ પાછળથી ધનની આવક તમારી આર્થિક તંગી દુર કરશે. વિદ્યાથીઓને સારા ફળની પ્રાપ્તિ થશે. 2021 માં માતાના આરોગ્યમાં તકલીફ ઉભી થઇ શકે છે. ઘરમાં ખુશીનો અભાવ જોવા મળશે. દાંપત્ય જીવનમાં નીરસતાનો અનુભવ થશે.

કુંભ રાશી – કારકિર્દીની ગણતરીએ 2021 તમારા માટે સારું નહિ રહે. ખાસ કરીને મધ્ય પછીનો સમય તમારા માટે અનુકુળ રહેશે. આર્થિક જીવનમાં અચાનક ખર્ચમાં વધારો જોવા મળશે, જેને લઈને થોડા સમય માટે આર્થિક તંગી અનુભવશો. વેપાર કરવા વાળા લોકોને કાર્યક્ષેત્રની બાબતમાં કોઈ પ્રવાસ ઉપર જવાની તક મળશે. જીવનસાથીની મદદ મળવાની આશા રાખી શકો છો. આ વર્ષ આરોગ્ય જીવન ઘણું નબળું રહી શકે છે.

મીન રાશી – તમારી કારકિર્દી આ સમયે ગતિ પકડતી જોવા મળશે. વેપારી લોકોને પણ બિજનેસ વધારવાની તક મળશે. આર્થીક જીવનમાં આવકની તકો વધશે. આમ તો થોડો ખર્ચામાં પણ વધારો થશે. કૌટુંબિક જીવન સારું રહેશે. પિતૃક સંપત્તિથી લાભ મળશે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. સંતાન પક્ષને પણ અભ્યાસમાં સારું કરવાની તક પ્રાપ્ત થશે. જો તમે કોઈ સાથે પ્રેમ કરો છો તો પ્રેમી સાથે મળીને કોઈ મોટો નિર્ણય લઇ શકો છો. લવ મેરેજના પણ યોગ છે. આરોગ્ય માટે આ વર્ષ ઘણું સારું રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.