આ છે નબળી યાદ શક્તિ મજબુત કરવાં માટેના અદભુત સરળ ઘરેલુ આયુર્વેદિક ઉપચાર. યાદ નાં રહેતું હોય તો આ કરો.

0
3254

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો એવું જરૂરી નથી કે દરેકની યાદ શક્તિ વધારે જ હોય. ઘણાની યાદ શક્તિ નબળી પણ હોય છે. અને નબળી યાદ શક્તિના કારણે વાંચેલું, વિચાર કરેલું અથવા કરેલ કાર્ય પણ યાદ રહેતું નથી. અને યાદ આવે છે પણ એને થોડો વધારે સમય લાગે છે. અથવા તો ખુબ ઓછું યાદ આવે છે.

અને આ સમસ્યા વિધાર્થી અને વિધાર્થિનીઓ અથવા વૃદ્ધ લોકોને વધારે હોય છે. મળેલી જાણકારી અનુસાર જે લોકો હંમેશા કામવાસનાથી પીડિત હોય છે, વધારે સંભોગ કરે છે, ચિંતાથી ગ્રસ્ત હોય છે, ગુસ્સો અથવા શોકથી પ્રભાવિત હોય છે, અત્યાધિક વાંચે છે, તેમની યાદ શક્તિ જલ્દી નબળી થઇ જાય છે. તેમજ દૂધ, દહીં, ઘી, માખણ, અંકુરિત અનાજ, ફળ વગેરે પૌષ્ટિક પદાર્થનું સેવન ખુબ ઓછું કરવા વાળને પણ આ રોગ થાય છે.

જો તમને અથવા તમારા ઘરમાં કોઈને આ સમાસ્યા થઈ હોય, તો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે આ સમસ્યામાં કારગર સાબિત થાય એવા ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ એના ઘરેલુ ઉપચાર.

૧) યાદ શક્તિ મજબુત કરવાં માટે દરરોજ સવાર-સાંજ આંબળાના મુરબ્બાનું ગાયના દૂધની સાથે સેવન કરવું જોઈએ. એનાથી યાદ શક્તિમાં વૃદ્ધિ થાય છે. પણ એક વાતનું ધ્યાન રહે કે દૂધ ગાયનું કે બકરીનું હોવું જોઈએ, ભેંસનું દૂધ નહિ. અને ડાયાબિટીસના રોગીએ આને લેવાનું નથી.

૨) બીજો ઉપાય એ છે કે, બદામના નવ દાણાને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે બારીક પીસી લો. અને એની સાથે અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ, એક ચમચી મધ લઈને એને એક ચમચી દેશી ઘી માં મિક્ષ કરીને પી જાવ. યાદ શક્તિ સારી થઇ જશે.

૩) એ સિવાય બ્રાહ્મી, શંખપુષ્પી, આંબળા, ગળો અને જટામાંસી આ બધાનું સમાન માત્રામાં ચૂર્ણ બનાવો. આ ચૂર્ણને 2 ગ્રામની માત્રામાં સવાર સાંજ શુદ્ધ પાણીની સાથે લેવાથી નબળી યાદ શક્તિમાં લાભ થાય છે.

૪) અન્ય એક ઉપાય કરવાં માટે, તમે શંખપુષ્પીને ફૂટી-પીસીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણની 8 ગ્રામ માત્રાને અઢીસો ગ્રામ દૂધમાં વ્યવસ્થિત પીસીને મિક્ષ કરી એક ચમચી મધ મિક્ષ કરીને તેને સવારે નાસ્તા પહેલા અને સાંજે પીવો યાદશક્તિની કમીમાં લાભ મળે છે.

૫) તેમજ આપણા ઘરના રસોડામાં ઉપયોગ થવા વાળો એક મસાલો છે, જે એક સારી આયુર્વેદિક દવા પણ છે. અને એ છે તજ. રાત્રે ઊંઘતા પહેલા તજ પાઉડર 1 ચપટી લઇ અને મધ સાથે મિક્ષ કરી લો. આ ઉપાયથી મગજ ઝડપી થાય છે અને માનસિક તણાવ પણ ઓછું થાય છે.

૬) જણાવી દઈએ કે, તુલસીમાં એન્ટિબાયોટિક અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જેનાથી મગજ અને દિલમાં લોહીનો પ્રવાહ સારો થાય છે.

મિત્રો, તમને અમારી આ પોસ્ટ કેવી લાગી એ કૃપા કરીને પોસ્ટની નીચે કમેન્ટમાં જરૂર લખો. આ લેખને તમારા મિત્રો જોડે જરૂર શેયર કરો.