આ છે માખી અને મચ્છરને દૂર ભગાવવાનો સૌથી શ્રેષ્ઠ અને સરળ ઘરેલુ ઉપાય. આને તમે આઉટડોરમાં વાપરી શકશો.

0
2763

માખી અને મચ્છરનો ઉપદ્રવ દરેક જગ્યાએ હોય છે. અને એનાથી દરેક લોકો ક્યારેક ને ક્યારેક પરેશાન થયા જ હોય છે. માર્કેટમાં મચ્છર ભગાડવા માટે જાત જાતની પ્રોડક્ટ મળતી હોય છે. પણ એનો ઉપયોગ કરવો આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. અને આપણે બધા એ વાત જાણીએ જ છીએ.

મિત્રો, ક્યારેક ને ક્યારેક તમે પણ ખુલી જગ્યા પર ઊંઘવા માટે મજબુર થયા હશો. ત્યારે આ માખી મચ્છર કઈ રીતે ઊંઘ બગાડે છે એનો અનુભવ થાય છે. તેમજ જયારે ઘરે લાઈટ/પાવર નથી હોતો ત્યારે પણ એમનો ઉપદ્રવ વધી જાય છે. પછી તમે આખી રાત મચ્છર મારતા રહો છો, અને તમે ઊંઘી શકતા નથી.

અને ગરમીઓમાં અને ચોમાસાના વાતાવરણમાં તો માખી મચ્છર આપણું જીવવાનું મુસ્કેલ કરી નાખે છે. દિવસમાં માખી હેરાન કરે છે, અને રાત્રે લોકો ઊંઘી જાય પછી મચ્છર ભાઈ આવે છે. ઓ લોકોને ઉંઘવા દેતા નથી પણ સાથે સાથે લોકોનું લોહી પણ ચૂસી લે છે. તો એવી પરિસ્થતિ માટે અમે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ, જે તમને મચ્છર અને માખીના ઉપદ્રવથી તમને બચાવશે. આવો એના વિષે તમને જણાવી દઈએ.

મિત્રો અમે જે ઉપાય લઈને આવ્યા છીએ તે એક સરળ ઉપાય છે. એના માટે જરૂરી વસ્તુઓ પણ તમને તમારા ઘરમાંથી જ મળી જશે.

આ ઉપાય કરવાં માટે તમે સૌથી પહેલા એક લીંબુ લો અને તેને વચ્ચેથી કાપી લો. પછી એના બંને ટુકડા અલગ અલગ કરો દો. અને એ ટુકડામાં 10-15 લવિંગ ભરાવી દો. આ ટુકડાને તમારી આજુ બાજુ મુકી દો. અને પછી મચ્છર તમારી નજીક આવવાની હિંમત પણ નહિ કરશે.

તો મિત્રો, જયારે પણ તમે ક્યાંય બહાર આઉટિંગ પર જાવો છો, તો પોતાની સાથે લીંબુ અને લવિંગ જરૂર રાખવા જોઈએ. તે માખી અને મચ્છર દૂર ભગાવવામાં તમારી મદદ કરશે. આ ઉપાય એક ખુબ સરળ અને સારો ઉપાય છે. આમાં તમારે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. 2 મીનીટમાં તો તમે આને તૈયાર કરીને ઉપયોગમાં લઈ શકો છો.

આ લેખને તમારા મિત્ર અને બીજા લોકો સાથે શેયર કરો જેથી તે પણ મચ્છર અને માખીથી બચી શકે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.