નમસ્કાર મિત્રો, તમારા બધાનું આજના અમારા આ ખાસ લેખમાં સ્વાગત છે. મિત્રો આજે અમે તમને ખાસ અને દુર્લભ ફોટાના માધ્યમથી આપણા ઈતિહાસની યાદ અપાવવા માંગીએ છીએ. આ ફોટામાં તમને એ લોકો દેખાશે જેમણે આપણા ભારત દેશની કાયા પલત કરી નાખી હતી. અને એમણે નવા ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, અને ભારતના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યું.
1. શ્રી ભગત સિંહજીનો અસલી ફોટો :
મિત્રો, આ ફોટો એ સમયે ખેંચવામાં આવ્યો હતો જયારે તેમને ફાંસી આપવામાં થોડો જ સમય બાકી હતો. ફોટામાં તમે એમને ખાટલા પર બેસેલા જોઈ શકો છો. તેમના ચહેરા પર સાફ દેખાઈ રહ્યું છે કે, તેમને પોતાના દેશ માટે મૃત્યુનો કોઈ ડર નથી.
2. રવીન્દ્રનાથ ટેગોર :
રવીન્દ્રનાથ ટેગોરનો આ ફોટો બર્લિનમાં લેવામાં આવ્યો હતો, જયારે રવીન્દ્રનાથ ટેગોર એલ્બર્ટ આઈંસ્ટાઈને મળ્યા હતા. નીચે પણ એમનો એક ફોટો છે, જેમાં વિશ્વના બે મહાન વ્યક્તિ એક સાથે બેઠા છે.
3. તાજમહેલ :
મિત્રો, આ ફોટો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાનનો છે. એ સમયે તાજમહેલને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. તમને એની ઉપર જાળી જેવું જે દેખાઈ રહ્યું છે એ એટલા માટે કરવામાં આવ્યું હતું, કારણ કે બ્રિટિશર્સને એવું લાગ્યું હતું કે, દુશ્મન દેશ તાજ મહેલ પર હુમલો કરી શકે છે, તેથી તેને બચાવવા માટે આ પગલા ભરાયા હતા.
અને આ ફોટા પરથી આપણને જાણવા મળે છે કે, ભારતની અજોડ અને ઐતિહાસિક ઈમારત પ્રત્યે અંગ્રેજોને પણ કેટલી ચિંતા હતી. પણ આઝાદી પછી આજે કોઈ કંપનીને તાજમહાલ સાચાવવા આપવું પડે છે, આનાથી મોટું દુર્ભાગ્ય શું હોય?
4. જવાન મહાત્મા ગાંધી :
આ ફોટા 1900 ની સાલમાં પાડવામાં આવ્યો હતો. તે સમયે મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકામાં લોયરની પોસ્ટ પર કાર્યરત હતા.
5. ફુલન દેવીની :
જણાવી દઈએ કે આ ફોટો ફુલન દેવીનો છે, જે ભારતની સૌથી ખતરનાક ગેગસ્ટર માંથી એક હતી. આ તે સમયનો ફોટો છે જયારે તેમણે આત્મ સમર્પણ કર્યું હતું.
6. બ્રિટિશ યુનિફોર્મ (પોલીસની વર્દી) :
મિત્રો આ ફોટો વર્ષ 1850 નો છે. આમાં તમે બે સૈનિકોને અંગ્રેજી હુકુમત સમયે પહેરવામાં આવતા યુનિફોર્મમાં જોઈ શકો છો.
7. સરલા ઠાકરાલ :
આ ફોટામાં તમને સરલા ઠાકરાલ દેખાશે. તે ભારતની પહેલી મહિલા પાયલેટ બની હતી. આ ફોટો વર્ષ 1935 માં પાડવામાં આવ્યો હતો, જયારે તેમણે પહેલી ઉડાન ભરી હતી. એ સમયે તેમની ઉંમર ફક્ત 21 વર્ષ હતી.
8. સુભાષ ચંદ્ર બોઝ :
સુભાષ ચંદ્ર બોઝનો આ ફોટો જર્મનીમાં વર્ષ 1941 માં પાડવામાં આવ્યો હતો. એ સમયે નેતાજી એડોલ્ફ હિટલરને મળ્યા હતા.
9. સ્વામી વિવેકાનંદજી :
સ્વામી વિવેકાનંદજીનો આ ફોટો વર્ષ 1893 માં ખેંચવામાં આવ્યો હતો. તે સમયે સ્વામી વિવેકાનંદ અમેરિકામાં હતા.
10. લોર્ડ મોઉન્ટબેટન :
મિત્રો આ તે સમયનો ફોટો છે, જયારે લોર્ડ મોઉન્ટબેટને ઓગસ્ટ 1947 માં ભારતને એક આઝાદ દેશ ઘોષિત કર્યો હતો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.