આ ભાઈએ રોડના કિનારે પડેલા એક ભિખારી જેવા વ્યક્તિ સાથે જે કર્યું, એ જાણીને તમે દંગ રહી જશો.

0
815

માનસિક રીતે અસ્વસ્થ વિકાસ છેલ્લા ઘણા દિવસોથી ગ્રેટર નોએડાના એક ડેપીંગ ગ્રાઉન્ડ ઉપર ભૂખ્યો તરસ્યો પડ્યો હતો. શરીર જવાબ આપી રહ્યું હતું. દરેક મીનીટે તંત્ર, ઓથોરેટી સહીત સેંકડો ગાડીઓ પસાર થઇ રહી હતી, પરંતુ તમામ દયા વિહિનોનું ભૂખથી નિર્બળ બની ગયેલા વિકાસ ઉપર તેમની નજર પડી રહી ન હતી. કાલે કોઈ કામેથી પાછા ફરતી વખતે અચાનક તેને જોઈને ગાડી રોકી અને હાલ ચાલ પૂછ્યા.

વિકાસ શરૂમાં કાંઈ જણાવવા તૈયાર ન હતો. પણ થોડી વાર પછી વાતો કરવા લાગ્યો. ઘણી વખત અંગ્રેજી તો ઘણી વખત શાયરી અને સંસ્કૃત શબ્દોથી મને આશ્ચર્ય થવા લાગ્યું હતું. જયારે વાતો વાતોમાં મેં કહ્યું કે શું તમને મારી ઉપર વિશ્વાસ નથી. તો વિકાસે તેની પાસે પડેલી એક પ્લાસ્ટિકની બેગ તરફ ઈશારો કરીને જણાવ્યું વિશ્વાસ તો મને મારા દેશના ઝંડા ઉપર પણ છે કે જેને નીચે પડેલો જોઈ મેં મારી બેગમાં નાખી દીધો. એવું કહીને વિકાસ પોતાની પ્લાસ્ટીકની બેગમાં ઢગલાબંધ ફાટેલા તૂટેલા કાગળના ટુકડામાં ત્રિરંગો શોધવા લાગ્યો.

થોડી વાર વિકાસ આમ તેમ વાતો કરવા લાગ્યો, મને તેનું નામ પપ્પુ જણાવ્યું. ત્યાં બેસીને વિકાસે અડધો કલાક વાતો કરી અને માહિતી કઢાવવાનો પ્રયાસ કરતો રહ્યો.

તે દરમિયાન વિકાસે અમુક નંબર બતાવ્યા જેમાં એક નંબર પુરા ૧૦ આંકડાનો હતો. મેં નંબર લગાવ્યો તો તેના એક સંબંધીનો નીકળ્યો. તેણે પરિસ્થિતિ જણાવવા ઉપર તેમણે તરત વિડીયો કોલ કરી વિકાસને જોયો. વિડીયો કોલ ઉપર તેને જોઇને વિકાસે તેને ઓળખી લીધો અને રડવા લાગ્યો. તે તેના ફૂવાનો નંબર હતો.

તેમણે મને જણાવ્યું કે તેનું નામ વિકાસ છે અને વર્ષો પહેલા નાની ઉંમરમાં માતા પિતાના મૃત્યુ પછી વિકાસની માનસિક સ્થિતિ ખરાબ થઇ ગઈ હતી અને ઈલાજ અધવચ્ચે છોડીને વિકાસ ઘરેથી ભાગી ગયો. છેલ્લા ૪-૫ મહિનાથી તેનો કોઈ પત્તો ન હતો. વિકાસના કાકા નેશનલ ખેલાડી રહી ચુક્યા છે અને સરકાર દ્વારા સન્માનિત થયા છે.

ત્યાં સુધી ૧૦૦ નંબર ઉપર કોલ કરીને બોલાવેલી પોલીસ આવી ગઈ હતી. ૧૦૮ નંબર ઉપર એમ્બ્યુલન્સ માટે કોલ કરીને જયારે તેને જણાવ્યું કે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ માટે મદદની જરૂર છે, તો તેમણે સ્પષ્ટ ના કહી દીધી કે અમારે ત્યાં સુવિધા નથી માનસિક રોગીઓ માટે.

પછી એક પોલીસની મદદથી એમ્બ્યુલન્સ બોલાવી અને તેને હોસ્પિટલ પહોચાડી પ્રાથમિક તપાસ કરાવી. જ્યાં ડોક્ટરોએ પણ સહયોગ આપ્યો અને આગળ પણ સહયોગ કરવાની વાત કરી. ત્યાર પછી એક મિત્ર અને એક ગાર્ડે કપડા પુરા પડ્યા. સાથે જ એક સલુન ઉપર જઈને તેના વાળ કપાવીને સારી સ્થિતિમાં લાવ્યા.

ત્યાં સુધીમાં રાતના ૮ વાગી ચુક્યા હતા. ત્યાર પછી પાસેના પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યા અને સતત વિકાસના ફૂવા કે.પી.યાદવજી સાથે વાત થતી રહી. ત્યાર પછી રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યા સુધી તેના કુટુંબવાળા મારી પાસે આવી ગયા હતા. વિકાસ યાદવ ઉર્ફ પપ્પુને તેના કુટુંબવાળાને સોપ્યો તો તે ખુશીના બે શબ્દોમાં રજુ નથી કરી શકતો.

માત્ર ૯ કલાકમાં વિકાસને તેના કુટુંબવાળા લઈને રવાના થઇ ગયા.

પાછળની ઘટનામાં પંજાબના ખોવાયેલા એક યુવક અંગ્રેજ સિંહને જયારે તેના કુટુંબ સાથે ભેગા કર્યા, તો તેને નંબર પણ યાદ ન હતો ત્યારે ફેસબુક કામમાં લાગી હતી. પરંતુ આ વખતે નસીબ તેના બોલવામાં આવેલા નંબરોમાંથી એક નંબર એકદમ સાચો પડી ગયો અને કામ થઇ ગયું.

પહેલી વખત આ યુવક ૫૫-૬૦ વર્ષનો દેખાઈ રહ્યો હતો, પરંતુ થોડી વારમાં સ્થિતિ સારી થવાથી અને ફાટેલા તૂટેલા કપડા બદલાવવા, નવરાવવા અને વાળ કપાવવાથી તે માત્ર ૩૬-૩૭ વર્ષનો યુવક નીકળ્યો.

આવા કેસમાં અડધી બીમારી દર્દીને સારી રીતે ખાવાનું મળવાથી અને સાફ સફાઈથી ઠીક થઇ જાય છે વર્તન બદલાઈ જાય છે.

માનસિક દર્દીઓને અછૂત સમજીને તેને ધિક્કારશો નહિ, બસ સરકારી સંસાધનો અને મશીનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.

એક ભારતીય નાગરિક હોવાને નાતે આવી સ્થિતિમાં સરકારનું કર્તવ્ય છે કે નાગરિકનું રક્ષણ કરે, આ અધિકારને સમય સમયે સરકારોને યાદ અપાવતા રહો.

આમ તો ફરિયાદો ઘણી છે, પણ જેમણે પણ કાલે મદદ કરી છે. તે તંત્ર અને સમાજનો એક ભાગ હતો અને મદદ માટે તત્પર જોવા મળ્યા. આજે ફરિયાદ કરી તે સૌને નિરાશ નથી કરવા માંગતો. તેનો ખુબ ખુબ આભાર. વિકાસ હવે પોતાના કુટુંબ સાથે છે.