આ બે પાત્રો છે : એક છે ભારતીય અને એક છે ઇન્ડિયન, આવો જાણીએ બંન્ને વચ્ચે શું વાત થાય છે?

0
709

આ શિવરાત્રી ઉપર જે તમે આટલું દૂધ ચડાવવાના છો શિવલિંગ ઉપર, તે દૂધ વહીને ગટરમાં વહીને ખોટો બગાડ થાય છે, તેને બદલે ગરીબોમાં વહેચી દેવું જોઈએ. તમારા શિવજી કરતા વધુ તે દુધની જરૂર છે દેશના ગરીબ લોકોને. દુધનો બગાડ કરવાની આ કેવી આસ્થા છે?

ભારતીય : સીતાને જ હંમેશા અગ્નિ પરીક્ષા આપવી પડે છે, ક્યારેય રાવણ ઉપર આંગળી કેમ નથી ચીંધતા તમે?

ઇન્ડિયન : જુવો, હવે તમારી ભૂલ દેખાવા લાગી, તો બીજા ઉપર આંગળી ઉઠાવી રહ્યા છો. જયારે પોતાના બચાવમાં કોઈ જવાબ નથી હોતો, ત્યારે લોકો બીજાને દોષ આપે છે. સીધે સીધું કેમ માની નથી લેતા કે દૂધ ચડાવવું અને ગટરમાં વહાવી દેવું એક મુર્ખામીથી વધુ કાંઈ નથી.

ભારતીય : જો હું તમને સિદ્ધ કરી આપુ કે શિવરાત્રી ઉપર દૂધ ચડાવવું મુર્ખામી નથી સમજદારી છે તો?

ઇન્ડિયન : હા, જણાવો કેવી રીતે? હવે એમ ન કહેતા કે ફલાણા વેદમાં એવું લખવામાં આવ્યું છે એટલા માટે અમે એવું જ કરીશું, મારે વૈજ્ઞાનિક તર્ક જોઈએ,

ભારતીય : સારું, તો તમે વિજ્ઞાન પણ જાણો છો? કેટલું ભણ્યા છો તમે?

ઇન્ડિયન : હું કાંઈ વધુ તો નહિ પરંતુ ઘણું બધું જાણું છું, એમટેક કર્યું છે, નોકરી કરું છું. અને હું અંધવિશ્વાસમાં બિલકુલ વિશ્વાસ નથી કરતો, પરંતુ ભગવાનને માનું છું.

ભારતીય : તમે ભગવાનને તો માનો છો, પરંતુ ભગવાન વિષે જાણતા કશું જ નથી. જો જાણો છો, તો એવો પ્રશ્ન જ ન કરત. તમે એ તો જાણો છો ને કે આપણે લોકો ત્રીદેવોને ખાસ કરીને માનીએ છીએ, બ્રહ્માજી, વિષ્ણુજી અને શિવજી (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)?

ઇન્ડિયન : હા, બિલકુલ માનું છું.

ભારતીય : આપણા ભારતમાં ભગવાનની બે રીતે વિશેષ પૂજા થાય છે, વિષ્ણુજીની અને શિવજીની. આ શિવજી જે છે, તેને આપણે શું કહીએ છીએ, ભોલેનાથ, તો ભગવાનના એક રૂપને આપણે ભોલા કહીએ છીએ તો બીજું રૂપ શું થયું?

ઇન્ડિયન : (હસતા હસતા) એટલે ભારતીય એકદમ સાચા.

ભારતીય : જુવો, દેવતાઓનો જ્યારે જીવ સંકટમાં આવે તો તે ભાગે વિષ્ણુજી પાસે, કહે, ભગવાન બચાવો. આ અસુર મારી નાખશે અમને, તો વિષ્ણુજી કહે અમૃત પીવો. દેવતા કહે અમૃત ક્યાં મળશે? વિષ્ણુજી બોલ્યા તેના માટે સમુદ્ર મંથન કરો. તો સમુદ્ર મંથન શરુ થયું, હવે આ સમુદ્ર મંથનમાં કેટલી મુશ્કેલીઓ આવી એ તો તમને ખબર જ હશે, મંથન શરુ કર્યું તો અમૃત નીકળ્યું, તો પહેલા વિષ પણ નીકળી આવ્યું, અને તે પણ સામાન્ય ઝેર નહિ હળાહળ ઝેર. દોડ્યા વિષ્ણુજી પાસે બધા જ.

કહ્યું બચાવો બચાવો. તો ચતુર્નાથજી, એટલે વિષ્ણુની બોલ્યા, આ મારો વિભાગ નથી, મારો તો અમૃત વિભાગ છે અને મોકલી દીધા ભોલેનાથ પાસે. ભોલેનાથ પાસે ગયા તો તેમનાથી ભક્તોનું દુઃખ સહન ન થયું, ભોળા તો છે જ, કળશ ઉપાડ્યો અને ઝેર પીવાનું શરુ કરી દીધું. તે તો ધન્યવાદ આપવા જોઈએ પાર્વતીજીને કે તે પાસે બેઠા હતાં તેમનું ગળું દબાવ્યું તો ઝેર નીચે ન ઉતર્યું અને નીલકંઠ બનીને રહી ગયું.

ઇન્ડિયન : કેમ પાર્વતીજીએ ગળું કેમ દબાવ્યું?

ભારતીય : પત્ની છે ને, પત્નીઓને તો અધિકાર હોય છે, કોઈની હિંમત છે કે જે શિવજીનું ગળું દબાવી શકે? હવે આગળ સાંભળો પછી અમૃત નીકળ્યું. હવે વિષ્ણુજીને કોઈએ આમંત્રિત કર્યા હતા? મોહિની રૂપ ધારણ કરીને આવ્યા અને અમૃત લઈને જતા રહ્યા, અને સાંભળો તુલસી આરોગ્ય માટે સારું હોય છે, સ્વાદિષ્ટ પણ, તો ચડાવવામાં આવે છે કૃષ્ણજીને (વિષ્ણુ અવતાર). પરંતુ બીલીપત્ર કડવા હોય છે, તો ચડાવવામાં આવે છે ભગવાન ભોલેનાથને.

આપણા કૃષ્ણ કનૈયાને ૫૬ ભોગ લગાવે છે, ક્યારેય સાંભળ્યું છે કે ૫૫ કે ૫૩ ભોગ લગાવ્યા હોય, હંમેશા ૫૬ ભોગ. અને આપણા શિવજીને? રાખ, ધતુરો તે દૂધ ચડાવે છે, તો પણ ભોલેનાથ પ્રસન્ન. કોઈપણ નવી વસ્તુ બની તો સૌથી પહેલા વિષ્ણુજીને ભોગ. બીજી તરફ શિવરાત્રી આવે તો આપણા વધેલા ગાજર શિવજીને ચડાવી દેવામાં આવે છે, હવે મુદ્દા ઉપર આવીએ છીએ. એ બધાનો અર્થ શું થયો?

વિષ્ણુજી આપણા પાલનહાર છે, એટલા માટે જે વસ્તુથી આપણા જીવનું રક્ષણ થાય છે, તે વિષ્ણુજીને ભોગ ચડાવવામાં આવે છે. અને શિવજી? શિવજી સંહારકર્તા છે, એટલા માટે જે વસ્તુથી આપણા જીવનો નાશ થાય છે, એટલે કે જે ઝેર છે, તે બધું શિવજીને ભોગ ચડે છે.

ઇન્ડીયન : સારું સારું સમજ્યો.

ભારતીય : આયુર્વેદ કહે છે કે વાત, પિત્ત, કફ તેના અસંતુલનથી બીમારીઓ થાય છે અને શ્રાવણ મહિનામાં વાતની બીમારીઓ સૌથી વધુ હોય છે. શ્રાવણ મહિનામાં ઋતુ પરિવર્તનને કારણે શરીરમાં વાત વધે છે. તે વાતને ઓછો કરવા માટે શું કરવું પડે છે? એવી વસ્તુ ન ખાવી જોઈએ જેનાથી વાત વધે, એટલા માટે પાંદડા વાળા શાકભાજી ન ખાવા જોઈએ. અને તે સમયે પશુ શું ખાય છે?

ઇન્ડિયન : શું?

ભારતીય : બધા લીલું લીલું ઘાંસ અને પાંદડા જ ખાય છે. તેને કારણે દૂધમાં પણ વાત વધારે છે. એટલા માટે આયુર્વેદ કહે છે કે શ્રાવણ મહિનામાં (જયારે શિવરાત્રી હોય છે) દૂધ ન પીવું જોઈએ. એટલા માટે શ્રાવણ મહિનામાં જયારે દરેક જગ્યાએ શિવરાત્રી ઉપર દૂધ ચડતું હતું, તો લોકો સમજી જતા હતા કે આ મહિનામાં દૂધ ઝેર સમાન છે. આરોગ્ય માટે સારું નથી, તે સમયે દૂધ પીશો તો વાઈરલ ઇન્ફેકશનથી વરસાદની બીમારીઓ ફેલાશે અને તે દૂધ નથી પિતા હોતા. આવી રીતે દરેક જગ્યાએ શિવરાત્રી મનાવવાથી આખો દેશ વાયરલની બીમારીઓથી બચી જતા હતા. સમજ્યા કાંઈ?

ઇન્ડિયન : OMG , યાર તો પછી દરેક ગામ અને શહેરમાં શિવરાત્રી મનાવવી જોઈએ, તેને તો રાષ્ટ્રીય પર્વ જાહેર કરી દેવું જોઈએ.

ભારતીય : હા, પરંતુ એવું નહિ થાય ભાઈ ઘણા લોકો સામ્રદાઈકતા જુવે છે, વિજ્ઞાન નહિ, અને સાંભળો, વરસાદમાં પણ ઘણી બધી વસ્તુ હોય છે પરંતુ આપણે તેને દિવાળી પછી અન્નકુંઠમાં કૃષ્ણ ભોગ ચડાવ્યા પછી જ ખાઈએ છીએ (કેમ કે ત્યારે ચોમાસું સમાપ્ત થઇ ગયું હોય છે) એલોપેથી કહે છે કે ગાજરમાં વિટામીન ‘એ’ હોય છે, આયરન હોય છે પરંતુ આયુર્વેદ કહે છે કે શિવરાત્રી પછી ગાજર ન ખાવા જોઈએ આ ઋતુમાં ખાવામાં આવેલા ગાજર પિત્ત વધારે છે. તો જણાવો હવે તો માનશોને કે શિવરાત્રી ઉપર દૂધ ચડાવવું સમજદારી છે?

ઇન્ડિયન : ખરેખર ભાઈ, નીઃસંદેહ. ઋતુઓની ખાદ્ય પદાર્થો ઉપર પડતી અસરોને ધ્યાન બહાર કરશો તો મુર્ખામી ગણાશે.

ભારતીય : જરા ધ્યાન આપો, આપણી પરંપરાઓની પાછળ કેટલું ઊંડું વિજ્ઞાન છુપાયું છે. એ આ દેશનું દુર્ભાગ્ય છે કે આપણી પરંપરાઓ સમજવા માટે જે વિજ્ઞાનની જરૂર છે તે આપણેને ભણાવવામાં નથી આવતું અને વિજ્ઞાનના નામ ઉપર જે આપણેને ભણાવવામાં આવી રહ્યું છે. તેનાથી આપણે આપણી પરંપરાઓ સમજી નથી શકતા. જે સંસ્કૃતિના ખોળામાં જન્મ લીધો છે તે સનાતન છે. વિજ્ઞાનને પરંપરાઓનું મોહરું એટલા માટે પહેરાવવામાં આવે છે. જેથી તે પ્રચલિત બની જાય અને આપણે ભારત વાસી હંમેશા વિજ્ઞાન જીવતા રહીએ.

વંદે માતરમ ॐ