જો તમારે ચમકાવવી છે પોતાની કિસ્મત, તો પહેરો આ આંગળીમાં એક ચાંદીની વીંટી.

0
3236

મિત્રો, પૌરાણિક કથાઓ પરથી એવું જાણવા મળે છે કે, ચાંદી ભગવાન શિવના નેત્રો માંથી ઉત્પન્ન થયું હતું. એટલે હિંદુ ધર્મમાં ચાંદીને એક પવિત્ર અને સાત્વિક ધાતુ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં ચાંદી હોય છે, ત્યાં વૈભવ અને સંપન્નતાની કોઈ ઊણપ નથી રહેતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદીનો સંબંધ ચંદ્ર અને શુક્ર સાથે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવ્યું છે કે, જો ચાંદીની વસ્તુઓ પહેરવામાં આવે તો કુંડળીમાં ચંદ્ર અને શુક્ર મજબૂત સ્થિતિમાં આવે છે.

જો કે મોટાભાગના લોકો આંગળીઓમાં ચાંદીની વીંટી તો પહેરે છે. પણ એ ફક્ત શણગાર માટે. પણ જો એને શાસ્ત્રો અનુસાર સાચી રીતે પહેરવામાં આવે, તો તે આપણા માટે ઘણી ફાયકારક સાબિત થાય છે. એટલા માટે આજે અમે આ લેખમાં તમને એ જણાવવાના છીએ કે, ચાંદીની વીંટી કઈ રીતે તમારા માટે ફાયદાકારક થઈ શકે છે? અને એ વીંટી કઈ રીતે પહેરવી જોઈએ?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, જયારે પણ તમે ચાંદીની વીંટી પહેરો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, એને પોતાના જમણા હાથની ટચલી આંગળીમાં જ પહેરવી. કારણ કે જો તમે આ આંગળીમાં ચાંદીની વીંટી પહેરો છો, તો એનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. જેથી તમારી ઈજ્જત પણ સમાજમાં ઊંચી આવે છે, અને સાથે જ શુક્ર ગ્રહ અને ચંદ્ર શુભ પરિણામ આપે છે. જેના કારણે તમારી સુંદરતામાં પણ વધારે નિખાર આવે છે.

મિત્રો ચાંદીની વીંટી આંગળીમાં પહેરવાથી બીજા પણ ઘણા બધા ફાયદા થાય છે. જેવા કે, ટચલી આંગળીમાં ચાંદીની વીંટી પહેરવાથી મગજ શાંત રહે છે. એટલે કે જો તમને વાત-વાત પર વધારે ગુસ્સો આવે છે, તો એ તેને નિયંત્રિત કરે છે. નબળો ચંદ્ર સૌથી પહેલા વ્યક્તિની માનસિક ક્ષમતા ઓછી કરે છે. એવામાં ચાંદીની આ અભિમંત્રિત વીંટી ચંદ્રને મજબૂત કરી તમારી માનસિક ક્ષમતાઓ વધારવામાં મદદ કરે છે.

તેમજ જો તમને કફ, ઓર્થરાઈટિસ, સાંધા અથવા હાડકાથી જોડાયેલી સમસ્યા છે, તો ચાંદીની વીંટી તમને ઘણી હદ સુધી ફાયદો પહોંચાડી શકે છે. એટલા માટે આપણે આપણા જીવનમાં ચાંદીનો ઉપયોગ કોઈ ને કોઈ રીતે અવશ્ય કરવો જોઈએ. જણાવી દઈએ કે, ચાંદીની વીંટી કે ચાંદી શરીર પર ધારણ કરવા સિવાય ચાંદીથી બનેલા વાસણમાં ખાવા-પીવાથી પણ શરદી-ખાંસી અને સાઈનસ જેવી સમસ્યા દૂર થાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.