આ આઈલેન્ડ પર ચાલે છે સાંપોનું રાજ, કહેવાય છે કે અહીં જવા વાળા ક્યારેય પાછા નથી આવતા.

0
1105

આ ધરતી ઉપર અનેક પ્રકારના જીવો વસવાટ કરે છે, જેમાં પશુ-પંખી, જીવ-જંતુ રહેલા છે, જે દરેક આ પૃથ્વી સાથે કોઈને કોઈ પ્રકારે તાલમેલ ધરાવે છે, જેને કારણે આ પૃથ્વીનું વાતાવરણ જળવાઈ રહે છે. આજના સમયમાં તેના વિષે કોઈ જ વિચારતું નથી અને તેમની ઘણી જાતિઓનો નાશ કરતા હોય છે, અને પૃથ્વીનું વાતાવરણ બગડતું રહે છે. જવા દો એ વાત, આજે આપણે વાત કરીશું એક એવા સ્થળ વિશે જ્યાં અસંખ્ય સાંપનું રાજ છે, અને ત્યાં માણસનું જવું શક્ય નથી અને જો જાય છે, તો તે જીવતા પાછા ફરતા નથી.

શું તમે ક્યારેય કોઈ એવી જગ્યા વિષે સાંભળ્યું છે? જ્યાં માણસનું નહિ પરંતુ સાંપોનું જ રાજ ચાલે છે? જો નહિ તો અમે તમને જણાવીશું કે જે સ્થળ ઉપર જવું જીવ માટે જોખમ ભરેલું છે. કહે છે કે અહિયાં એટલા સાંપ રહે છે કે જો કોઈ માણસ ભૂલથી પણ જતો રહ્યો તો તે જીવતા બચીને પાછા નથી આવી શકતા.

આ ખતરનાક સ્થળ બ્રાજીલમાં છે. જેને સ્નેક આઈલેન્ડના નામથી ઓળખવામાં આવે છે. દુરથી જોવાથી આઈલેંડ ઘણું સુંદર લાગે છે, પરંતુ તમને જાણીને નવાઈ થશે કે દુનિયાના સૌથી ખતરનાક સાંપ આ આઈલેંડ ઉપર જોવા મળે છે.

સ્નેક આઈલેંડ વાઈપર જાતીના પણ સાંપ મળે છે. એટલે કે જે ઉડી શકે છે. કહે છે કે એ સાંપનું ઝેર એટલું ખતરનાક હોય છે કે માણસનું માંસ પણ ઓગાળી દે છે.

આ આઈલેંડ ઉપર જુદી જુદી જાતિના ૪૦૦૦થી પણ વધુ સાંપ છે. બ્રાજીલીયન નેવીના સામાન્ય માણસોનું આ સ્થળ ઉપર જવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અહિયાં માત્ર સાંપ સાથે જોડાયેલા નિષ્ણાંતોને જ શોધ માટે જવાની પરવાનગી છે. આમ તો તે પણ માત્ર કાંઠાના વિસ્તારોમાં જ શોધ કરીને પાછા આવી જાય છે. આઈલેંડની વધુ અંદર જવાની હિંમત તેમની પણ થતી નથી.

આમ તો છુપી રીતે શિકારી પણ આ આઈલેંડ ઉપર જઈને ગેરકાયદેસર રીતે જ સાંપોને પકડે છે અને તેને વેચી દે છે. અહિયાં મળી આવતા ગોલ્ડેન લાંસહેડ વાઈપરની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૮ લાખ રૂપિયા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.