આ અચૂક ઉપાયોથી શનિદેવની સાથે-સાથે હનુમાનજી પણ થશે પ્રસન્ન, જીવન રહશે સુખદ અને ઉન્નતિદાયક

0
363

મોટાભાગના લોકોને ખબર હશે કે શનિવાનો દિવસ શનિદેવને સમર્પિત છે, જો આપણે હિંદુ પંચાંગ મુજબ જોઈએ તો શનિવારના દિવસે શની મહારાજનો માનવામાં આવે છે, શનિવારને રાજા શની દેવ માનવામાં આવે છે, ધાર્મિક માન્યતાઓ મુજબ જો કોઈ વ્યક્તિ ઉપર શનિદેવની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે તો વ્યક્તિનું જીવન આનંદથી ભરપુર રહે છે અને વ્યક્તિ પોતાના તમામ કામકાજમાં સતત સફળતા પ્રાપ્ત કરે છે, શની મહારાજના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાં જે પણ મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થાય છે તેનું જલ્દી સમાધાન થઇ જાય છે.

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગે છે પરંતુ શનિદેવને પ્રસન્ન કરવું એટલું સરળ નથી, જો તમારાથી થોડી પણ ભૂલ થઇ જાય તો તેને કારણે શનિદેવ નારાજ થઇ શકે છે, શનિદેવને કર્મ ફળ દાતા કહેવામાં આવે છે, વ્યક્તિના જેવા કર્મ હોય છે તે મુજબ તે ફળ પ્રાપ્ત કરે છે, આજે અમે તમને શની મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે થોડા સચોટ ઉપાય જણાવવાના છીએ. જો તમે આ ઉપાય અપનાવો છો તો તેનાથી શની દેવ પ્રસન્ન થશે અને તમારા જીવનના તમામ કષ્ટ દુર કરશે.

આવો જાણીએ આ ઉપાયો વિષે

• જો તમે રોજ નિયમિત રીતે શની મહારાજના મંત્ર “ओम प्रां प्रीं पौं सः शनैश्चराय नमः” ના જાપ ૧૦૮ વાર કરો છો તો તેનાથી શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાયેલી રહેશે.

• જો તમે તમારા જીવનમાં શુભ ફળ પ્રાપ્ત કરવા માગો છો તો તેના માટે શનિવારના દિવસે કોઈ લોખંડના વાસણમાં સરસીયાનું તેલ ભરી લો અને તેમાં તમારો ચહેરો જોયા પછી આ તેલને વાસણ સહીત કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિને દાન કરી દો, જો દાન લેવા વાળા વ્યક્તિ ગરીબ અને વૃદ્ધ હોય તો તે ઘણું ઉત્તમ માનવામાં આવે છે.

• જો તમે તમારા જીવનની તકલીફો માંથી મુક્તિ મેળવવા માગો છો તો તેના માટે શુક્રવારની રાત્રે સવા કિલો કાળા ચણાને પલાળી દો અને બીજા દિવસે સવારે એટલે શનિવારના દિવસે ચણાને કાળા કપડામાં એક કોલસો, ચપટી ભર સિંદુર અને એક સિક્કો બાંધીને યમુના નદીમાં પધરાવી દો. જો તમારી આસપાસ યમુના નદી નથી તો તે સ્થિતિમાં તમે તેને કોઈ પણ નદીમાં પધરાવી શકો છો, તમારે આ ઉપાય ઓછામાં ઓછુ ૮ શનિવાર કરવાના રહેશે, તેનાથી શનિદેવ સાથે સાથે હનુમાનજીની કૃપા પણ તમારી ઉપર રહેશે.

• તમે શનિવારે સુંદરકાંડના પાઠ જરૂર કરો. તમે કોઈ પણ શનિવારના દિવસે સુંદરકાંડના પાઠ શરુ કરી શકો છો અને શુક્રવારના દિવસે આ પાઠ પુરા કરો. તેનાથી શની દેવની ખરાબ અસર દુર થશે અને હનુમાનજીની કૃપા રહેશે.

• જો તમે રોજ નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરો છો તો તે ઉપાય શની કૃપા પ્રાપ્ત કરવા માટે સૌથી સચોટ અને સરળ માનવામાં આવે છે, તે ઉપરાંત હનુમાન ચાલીસાના પાઠ મંગળ અને શની બંનેને અનુકુળ રહે છે, જો તમે રોજ હનુમાન ચાલીસાના પાઠ સવારે અને સાંજ કરો છો તો તેનાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.