આ 4 બોલીવુડ અભિનત્રીઓ પાસે છે પોતાનું પ્રાઇવેટ જેટ, ચોથું નામ તમને ચકિત કરી દેશે.

0
1592

દુનિયામાં દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે મોટા વ્યક્તિ બને અને ખુબ પૈસા કમાય. આપણે પણ એવું જ ઈચ્છીએ છીએ કે, આપણી પાસે પણ મોંઘી ગાડીઓ મોટું ઘર વગેરે હોય. એવું શક્ય ન હોય, તો વધારે નહિ તો આપણી પાસે એટલા પૈસા તો હોય કે જેનાથી આપણે આપણી અને કુટુંબની જરૂરિયાતો પૂરી કરી શકીએ.

એ તો તમે જાણો છો કે, કોઈપણ વસ્તુ મેળવવા માટે મહેનતની જરૂર રહે છે. એવા ઘણા ઓછા લોકો હોય છે. જે વગર મહેનતે નામના મેળવી લે છે. એવા લોકોનું નસીબ તેમની સાથે હોય છે. પણ સૌની સાથે એવું થતું નથી. સમાજમાં એક પૈસાદાર અને સફળ વ્યક્તિ બનવા માટે આકરી મહેનતની જરૂર રહે છે. શું તમે મહેનત કર્યા વગર કોઈને પૈસાદાર બનતા જોયા છે? કદાચ નહિ, કેમ કે એવું બનતું જ નથી. અને આપણા વડીલો પણ એવું જ કહે છે કે, મહેનત કર્યા વગર ફળ નથી મળતું.

આજે અમે તમને અમુક પૈસાદાર મહિલાઓ વિષે જણાવવાના છીએ, અને એ ગ્લેમર ઇન્ડસ્ટ્રીની મહિલાઓ છે. જણાવી દઈએ કે ગ્લેમર ઇન્ડસ્ટ્રી પણ એક એવી જ ઇન્ડસ્ટ્રી છે, જ્યાં પોતાની ઓળખ ઉભી કરવા માટે લોકોએ ઘણી મહેનત કરવી પડે છે.

બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ રહેલી છે. જેમણે ઘણો સંઘર્ષ કર્યા પછી એક શિખર પ્રાપ્ત કર્યું છે. આજે તેમની પાસે નામ અને પૈસાની કોઈ કમી નથી. તે એટલી પૈસાદાર છે કે તેમની પાસે પોતાની પ્રાઈવેટ જેટ પણ છે. આજે આ પોસ્ટમાં અમે તમને બોલીવુડની એવી જ અભિનેત્રીઓ વિષે જણાવીશું જે એક પ્રાઈવેટ જેટની માલિક છે.

૧) શિલ્પા શેટ્ટી કુન્દ્રા :

યાદીમાં પહેલું નામ આવે છે અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું. એમણે વર્ષ ૨૦૦૯ માં બોલીવુડના હીરોની જગ્યાએ જાણીતા ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા હતા. જણાવી દઈએ કે, રાજ કુન્દ્રા એક સફળ અને પૈસાદાર બિઝનેસમેન છે.

તેમજ વર્ષ ૨૦૦૪ માં રાજ કુન્દ્રાને બ્રિટેનના સૌથી પૈસાદાર ૧૯૮ લોકોમાં સ્થાન મળેલું છે. રાજ લંડનના ભારતીય મૂળના મુખ્ય વેપારી છે. રાજ કુન્દ્રા સાથે લગ્ન પછી શિલ્પા બોલીવુડની સૌથી પૈસાદાર હિરોઈન બની ગઈ છે. આજે તેની પાસે ધન દોલતની કોઈ કમી નથી. તે એક પ્રાઈવેટ જેટની માલિક છે.

૨) પ્રિયંકા ચોપડા :

આ યાદીમાં આગળ આવે છે દેશી ગર્લ તરીકે પ્રસિદ્ધ પ્રિયંકા ચોપડા. તે આજે બોલીવુડની ટોપ હિરોઈનો માંથી એક છે. અને માત્ર બોલીવુડમાં જ નહિ પણ પ્રિયંકાનું નામ હવે હોલીવુડમાં પણ જાણીતું છે. પ્રિયંકાને કારણે જ ભારતનું નામ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ ઊંચું થયું છે. પ્રિયંકા આજે જે શિખર ઉપર છે, ત્યાં પહોંચવા માટે તેમણે આકરી મહેનત કરી છે. તેની આકરી મહેનતનું પરિણામ છે કે, આજે તે એક પ્રાઈવેટ જેટની માલિક છે. અને તે અમેરિકન સિંગર નીક જોન્સ સાથે લગ્ન કરીને પોતાનું સુખી જીવન પસાર કરી રહી છે.

૩) એશ્વર્યા રાય બચ્ચન :

જણાવી દઈએ કે આ યાદીમાં રૂપ સુંદરી એશ્વર્યા રાયનું નામ પણ શામેલ છે. એશ્વર્યા એક એવી હિરોઈન છે, જે માત્ર સુંદરતા જ નહિ પણ પોતાના જોરદાર અભિનય માટે પણ જાણીતી છે. ભલે આજે પ્રિયંકા અને દીપિકા હોલીવુડમાં ઘણી ખ્યાતી મેળવી રહી હોય, પણ ખરેખર જોઈએ તો ભારતને વિશ્વમાં ઓળખાણ એશ્વર્યાએ અપાવી છે. અને જણાવી દઈએ કે, બચ્ચન કુટુંબમાં ૩ પ્રાઈવેટ જેટ છે. અમિતાભ બચ્ચનનું તો પ્રાઈવેટ જેટ છે જ. તે ઉપરાંત અભિષેક અને એશ્વર્યાનું પણ તેમનું પોતાનું પ્રાઇવેટ જેટ છે.

૪) મલ્લીકા શેરાવત :

મિત્રો આ યાદીમાં આગળનું નામ આવે છે મલ્લિકા શેરાવતનું. તમને પણ આ નામ વાંચીને આશ્ચર્ય જરૂર થયું હશે. કારણ કે તે ઉપરની ત્રણ અભિનેત્રીઓ જેટલી હીટ અભિનેત્રી નથી. આમ તો તે આજકાલ બોલીવુડથી દુર છે, પણ તેનું સ્થાન આજે પણ કોઈ હિરોઈન નથી લઇ શકી. અને મલ્લિકા બોલીવુડની પહેલી એવી હિરોઈન છે, જેમણે ફિલ્મોમાં સૌથી બોલ્ડ દ્રશ્યો આપ્યા છે.

પોતાની હોટનેસને કારણે મલ્લિકાનું પણ નામ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જાણીતું છે. ભલે તેમણે વધુ ફિલ્મોમાં કામ નથી કર્યું. પણ તેનું નામ બોલીવુડની સૌથી પૈસાદાર અભિનેત્રીઓમાં આવે છે. મલ્લિકા પાસે પણ પોતાનું પ્રાઈવેટ જેટ રહેલું છે.