આ 5 અભિનેત્રીઓએ હિંદુ છોકરાને પસંદ કરી બનાવ્યા પોતાનો જીવનસાથી. 3 અને 5 નંબર પર છે ચર્ચિત વ્યક્તિ.

0
1847

એ વાત તમે સારી રીતે જાણો છો કે, આપણા દેશમાં હિંદુ-મુસ્લિમ મુદ્દા પર ઝગડા થતા રહે છે. કોઈક વાર આરક્ષણને લઈને વિવાદ શરુ થઇ જાય છે, તો કોઈ વાર લવ જેહાદને લઈને ઝગડા થાય છે. અને સૌથી વધારે જે વિષય પર ઝગડા થાય છે તે છે લવ જેહાદ. જો તમે લાવ જેહાદ વિષે જાણતા ન હોવ તો જણાવી દઈએ કે, જયારે પણ કોઈ મુસ્લિમ છોકરો હિંદુ છોકરી સાથે લગ્ન કરી લે છે, તો એને લવ જેહાદનું નામ આપવામાં આવે છે.

લવ જેહાદના નામ પર લડવા વાળા આ લોકો એ સમજી શકતા નથી કે, પ્રેમ ક્યારેય હિંદુ મુસ્લિમ કે અન્ય ધર્મ જોતો નથી. પ્રેમનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી હોતો. આપણા બોલીવુડમાં જ ઘણા બધા એવા કપલ છે, જેમાંથી એક વ્યક્તિ હિંદુ અને એક વ્યક્તિ મુસ્લિમ છે. અને આજે અમે તમને બોલીવુડની એવી 5 અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે મુસ્લિમ હોવા છતાં પણ હિંદુ સાથે લગ્ન કર્યા છે. તો આવો જાણી લઈએ કે, કઈ કઈ છે એ અભિનેત્રીઓ.

૧) માના કાદરી અને સુનિલ શેટ્ટી :

જાણકારી માટે જણાવી દઈએ કે, માના કાદરી ફિલ્મ એક્ટર સુનિલ શેટ્ટીની પત્ની છે. અને માના અને સુનિલે વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા. એ બંને જણાને પહેલી નજરમાં જ એક બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. અને એક બીજાને 9 મહિના ડેટ કર્યા પછી તેમને લગ્ન કરી લીધા. આ જોડીમાં માના એક મુસ્લિમ પરિવારથી સંબંધ રાખે છે. ત્યાં સુનિલ એક હિંદુ પરિવારથી સંબંધ રાખે છે. પણ બંને જણા આટલા વર્ષો પછી પણ એકબીજા સાથે ઘણા ખુશ છે.

૨) શબાના રઝા અને મનોજ બાજપાઈ :

આ યાદીમાં આગળનું નામ આવે છે શબાના રઝાનું. શબાના રઝા ઉર્ફ નેહાએ વર્ષ 2006 માં ફિલ્મ અભિનેતા મનોજ બાજપાઈ સાથે લગન કર્યા હતા. તેઓ ઘણા દિવસોથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા પછી એમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. એ પણ જણાવી દઈએ કે, બોલીવુડમાં આવવા માટે શબાનાએ પોતાનું નામ બદલીને નેહા રાખ્યું હતું. નેહાએ વધારે ફિલ્મોમાં કામ કર્યુ નથી. પરંતુ તેમની સુંદરતાના દરેક દીવાના છે. એમણે ‘હોગી પ્યાર કી જીત’ અને ‘જિઝા’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

૩) સુઝૈન ખાન અને ઋતિક રોશન :

આગળ આવે છે પ્રખ્યાત અભિનેતા ઋતિક રોશન અને એમની પત્ની સુઝૈન ખાન. મળેલી જાણકારી અનુસાર લગ્ન કરવાના પહેલા ઋતિક અને સુઝૈન ખુબ સારા મિત્ર હતા. આમ તો વર્તમાન સમયમાં ઋતિક અને સુઝૈનનાં છૂટાછેડા થઇ ગયા છે.

પરંતુ જયારે તે વિવાહિત હતા ત્યારે ૠતિકના અફેયર કરીના કપૂર, પ્રિયંકા ચોપડા અને બારબરા મોરી જેવી ઘણી અભિનેત્રીઓ સાથે રહ્યા હતા. અને કદાચ આ આદતના કારણે જ ઋતિક અને સુઝૈનનાં છૂટાછેડા થયા હતા. પરંતુ છુટાછેડા પછી પણ તે ખુબ સારા મિત્ર છે. અને જાણકારી અનુસાર તે એકબીજા સાથે પાછા લગ્ન કરવાના છે.

૪) દિયા મિર્ઝા અને સાહિલ સંધા :

દિયા મિર્ઝા અને સાહિલ સંધા પણ આ યાદીમાં આવે છે. દિયા મિર્ઝા અને સાહિલ સાંધા પહેલી વાર એક બીજાને વર્ષ 2009 માં મળ્યા હતા. ત્યારથી જ બંને જણાએ એકબીજાને ડેટ કરવાનું શરુ કરી નાખ્યું હતું. એક બીજાને પાંચ વર્ષ ડેટ કર્યા પછી તેમણે લગ્ન કરી લીધા. દીયાનો જન્મ 9 ડિસેમ્બર 1981 માં થયો હતો, દિયાએ મિસ એશિયા પેસિફિકનો તાજ પોતાના નામે કર્યો છે. મિસ બ્યુટીફૂલ સ્માઈલ અને વ્યુવર્સ ચોઈસ એવોર્ડ જીત્યા પછી દિયા ખુબ ચર્ચામાં આવી હતી.

૫) સંજય દત્ત અને માન્યતા દત્ત :

સંજય અને માન્યતા સૌથી વધારે ચર્ચામાં રહેલી જોડી છે. સંજય દત્તે વર્ષ 2008 માં અભિનેત્રી માન્યતા સાથે લગ્ન કર્યા હતા. તમને એ જણાવી દઈએ કે, માન્યતાનું સાચું નામ દિલનવાજ શેખ છે, અને તે સંજય દત્તની ત્રીજી પત્ની છે. માન્યતાએ કેટલીક ફિલ્મોમાં આઈટમ નંબર પણ કર્યુ છે. અને બંને જણા એકબીજા સાથે ઘણા ખુશ છે.