બોલીવુડની આ પ્રખ્યાત અભિનેત્રી થઈ ગઈ બર્બાદ, એમના આલીશાન ઘરની પણ થઈ ગઈ હરાજી, જાણો એનું કારણ

0
12735

બોલીવુડની આ માયાવી નગરીમાં ઘણા બધા કલાકારો કાર્યરત છે. એમાં ઘણા કલાકારો આવે છે અને કાયમ માટે પોતાનું નામ બનાવી લે છે, તો ઘણા થોડા સમયમાં જ જતા રહે છે. અને બોલીવુડ માંથી કોઈ પણ દિવસે સેલીબ્રીટીઓ સાથે જોડાયેલા સારા અને ખરાબ સમાચાર સાંભળવા મળતા જ રહે છે. આજે અમે તમને એક એવા જ સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમે પણ દંગ રહી જશો.

બોલીવુડના કલાકારો પર પણ આર્થિક સંકટ આવે છે. એનો એક કિસ્સો આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ. સ્વાભાવિક છે કે આપણા બોલીવુડ સેલીબ્રીટીઝ ખુબ જ વૈભવી જીવન જીવે છે, પરંતુ ક્યારે ક્યારે આ સેલીબ્રીટીઝ ઉપર પણ એવી મુશ્કેલીનો પહાડ તૂટી પડે છે. અને તેઓ પણ ક્યાંયના નથી રહેતા.

અમે જે અભિનેત્રી વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ, એમણે પોતાના ફિલ્મી કેરિયરમાં એક થી એક ચઢિયાતી અને હીટ ફિલ્મો આપી હતી. એમણે પોતાના અભિનય અને સુંદરતાથી પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી હતી. પરંતુ સમયના ચક્ર સામે એમણે પણ ઝૂકવું પડયું. અને એમનું કરોડોનું વૈભવી ઘર હરાજી કરીને વેચવામાં આવ્યું. તો આવો અમે તમને જણાવીએ કે છેવટે એવું શું થયું? જેને લીધે તેનું વૈભવી મકાન સુધી વેચાઈ ગયું.

મિત્રો તમે બોલીવુડની સુપરહિટ ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’ જોઈ હશે. એમાં સુપરસ્ટાર અજય દેવગણ સાથે જે સુંદર અભિનેત્રી જોવા મળી હતી એની અમે વાત કરી રહ્યા છીએ. આ ફીલ્મમાં તેના અભિનયની કોઈ સીમા ન હતી, અને તેની સુંદરતાએ તો દરેકને પોતાના દીવાના બનાવી લીધા હતા. આ ફિલ્મથી તેમણે બોલીવુડમાં પોતાથી એક અલગ ઓળખ બનાવી લીધી હતી.

એ અભિનેત્રીનું નામ છે મધુ. અને એમણે ‘ફૂલ ઓર કાંટે’ પછી ‘દિલજલે’, ‘એલાન’, ‘જાલિમ’, ‘શર-એ-હિન્દુસ્તાન’, ‘યશવંત’, ‘હથકડી’, ‘પહચાન’, ‘જલ્લાદ’, ‘હમ હે બેમિસાલ’ જેવી ઘણી પોપ્યુલર ફિલ્મોમાં કામ કર્યુ છે. મધુએ ઘણી બધી સાઉથ ઇન્ડીયન ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અને એમાં એમની સૌથી સફળ ફિલ્મ હતી ‘રોજા’. આ ફિલ્મ એટલી પોપ્યુલર રહી અને તેનું હિન્દી વર્ઝન પણ બન્યું. તે ફિલ્મના ગીત લોકોને ખુબ પસંદ આવ્યા. મધુએ તામિલ અને મલયાલમમાં લગભગ ૫૦ ફિલ્મોમાં કામ કર્યુ છે.

આ થઈ એમના ફિલ્મી કરિયરની વાત. હવે એમના અંગત જીવન વિષે જાણીએ. વર્ષ ૧૯૯૯ માં મધુએ આનંદ શાહ સાથે લગ્ન કર્યા હતા. અને લગ્ન પછી મધુ ફિલ્મોથી દુર થઇ ગઈ. જણાવી દઈએ કે મધુના પતિ એક બિઝનેસમેન હતા. પરંતુ એમના બિઝનેસમાં મોટું નુકશાન થઇ જવાને કારણે જ, તેમણે પોતાની તમામ પ્રોપર્ટી વેચીને ઇન્વેસ્ટમેન્ટના ૧૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

તેમજ આ બધું થયા પછી લગભગ ૬ મહિનાથી વધુ સમય સુધી તેમની ફેક્ટરી બંધ રહી હતી, અને એમની પાસે પોતાના કર્મચારીઓને આપવા માટે રૂપિયા પણ ન હતા. એ કારણે તેમણે પોતાનું વૈભવી મકાન પણ વેચવું પડ્યું.

હાલમાં તો મધુ ફિલ્મોમાં નથી આવતી. મધુને બે દીકરીઓ અમીયા અને કઈયા છે. એમની દીકરીઓને પણ તે ફિલ્મી દુનિયાની ચમકથી દુર રાખે છે. હાલમાં એમની દીકરીઓ અભ્યાસ કરી રહી છે, અને પોતાના માતા-પિતા સાથે ક્યારે ક્યારે જોવા મળે છે. તમને ખબર નહિ હોય તો જણાવી દઈએ કે, મધુ હેમા માલિનીની ભત્રીજી છે અને જુહી ચાવલાની ભાભી છે. ઘણી વખત તે હેમા માલિની ઘરે જોવા મળી છે.