મહિલાઓના શરીરમાં આ 6 લક્ષણ જોવા મળે, તો સમજવું કે આવી શકે છે તમને હાર્ટ એટેક, જાણી લો એના વિષે

0
2229

એ વાતમાં કોઈ શંકા નથી કે આજકાલના તણાવ ભરેલા જીવનને કારણે લોકોની આરોગ્યને લગતી સમસ્યાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અને એ બધી સમસ્યાઓમાં હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા મુખ્ય છે. જેવી રીતે હાલના થોડા વર્ષોમાં હાર્ટ એટેકથી મરવા વાળાની સંખ્યા વધી રહી છે, એ આરોગ્ય નિષ્ણાંતો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

કારણ કે થોડા સમય પહેલા સુધી એવી ધારણા ચાલી રહી હતી કે, હાર્ટ એટેક માત્ર ઉંમરલાયક લોકોને જ આવે છે. પરંતુ લોકોની એ ધારણા ખોટી સાબિત થઈ છે. કારણ કે, આજકાલ તો નાની ઉંમરના લોકોમાં પણ આ સામાન્ય થઇ ગયું છે.

આરોગ્ય નિષ્ણાંતોનું માનવું છે કે, હાર્ટએટેક આવતા પહેલા જ તેના લક્ષણ જોવા મળે છે. જો કે પુરુષ અને મહિલા બન્નેમાં જુદા જુદા હોય છે. તેવામાં સમય પહેલા તેના લક્ષણોને ઓળખો અને જરૂરી પગલા ભરો. અમારા આ આરોગ્ય વિશેષાંક લેખમાં અમે મહિલાઓમાં થતા હાર્ટએટેકના થોડા વિશેષ લક્ષણો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ શું છે ખાસ.

૧. શ્વાસ લેવામાં તકલીફ :

મળેલી જાણકારી અનુસાર એક અધ્યયન પરથી એવું જાણવા મળ્યું છે કે, લગભગ 42 % મહિલાઓ જેમને હાર્ટએટેક આવ્યા તેમને શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યાનો સામનો કરવો પડ્યો. આમ તો પુરુષોમાં પણ આ લક્ષણ હોય છે. પરંતુ મહિલાઓમાં છાતીમાં દુ:ખાવો થયા વગર શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

૨. શરીરના ઉપરના ભાગમાં દુ:ખાવો :

જાણકારી માટે જણાવી દઈએ કે, મહિલાઓના શરીરમાં ગરદન, પીઠ, દાંત, જડબું, ભુજાઓ અને ખંભાના હાડકામાં દુ:ખાવો થવો હાર્ટએટેકના લક્ષણો હોય છે. તેને ‘રેડીએટીંગ’ દુ:ખાવો કહેવામાં આવે છે. અને એ એટલા માટે થાય છે, કારણ કે હ્રદયની ધમનીઓ અહિયાં સમાપ્ત થાય છે.

૩. જીવ ગભરાવો, ઉલટી અને પેટ ખરાબ થવું :

તેમજ હાર્ટએટેક આવવાના સમયે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં જીવ ગભરાવો, ઉલટી કે અપચો જેવા લક્ષણો વધુ જોવા મળે છે. એ હંમેશા એટલા માટે થાય છે, કારણ કે હ્રદયને લોહી પહોંચાડતી જમણી ધમની જે હ્રદયમાં ઊંડાણ સુધી જાય છે, એમાં અવરોધ ઉભો થઇ જાય છે.

૪. થાક અને ઊંઘની સમસ્યા :

હાર્ટ અટેક આવ્યો હોય એમાંથી લગભગ અડધી મહિલાઓએ ફરિયાદ કરી છે કે, જયારે તેમને હાર્ટએટેક આવ્યો ત્યારે તેમને અચાનક થાકનો અનુભવ થવા લાગ્યો હતો, અને એ થાકનું કોઈ કારણ પણ ન હતું. અડધી મહિલાઓને ઊંઘની સમસ્યાનો સામનો કરવો પડ્યો.

૫. પરસેવો આવવો :

જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમે રજોનિવૃત્તિના સમયમાંથી પસાર થઇ રહ્યા છો અને છતાપણ જો તમને અચાનક પરસેવો આવવા લાગે તો ચેતી જાવ. બની શકે કે આ એક લક્ષણ હોય, જે તમને જલ્દી જ હોસ્પિટલ પહોંચાડી દે.

૬. છાતીમાં દુ:ખાવો અને દબાણ :

મહિલાઓમાં હાર્ટએટેકના લક્ષણોમાં છાતીમાં દુ:ખાવો થવો એ પણ એક લક્ષણ છે. અને એની સાથે વિચિત્ર પ્રકારનો અનુભવ પણ થાય છે. આ લક્ષણો ઉપર ધ્યાન દેવાની સાથે તમને કોઈ નવા લક્ષણનો અનુભવ થઇ રહ્યો છે અને તે દુર નથી થઇ રહ્યો, તો તરત ડોક્ટર પાસે જાવ. અને તપાસ કરાવો.