આ 5 દેશ ટેક્નિકને સૌથી સરળ બનાવી રહ્યા છે, એમાં અમેરિકા અને બ્રિટનનું નામ પણ નથી

0
610

સંચારના નવા સાધન દુનિયાભરની સંસ્કૃતિઓને નવું રૂપ આપી રહ્યા છે, ઘણી જગ્યાઓ ઉપર ડીઝીટલ જીવનને રોજીંદા જીવનથી અલગ કરવું અશક્ય બની ગયું છે.

હાઈ સ્પીડ ઈન્ટરનેટ, મોબાઈલ અને કેશલેસ ચુકવણી વિશ્વની અર્થવ્યવસ્થાને આગળ લઇ જાય છે. ઘણા દેશ ઓનલાઈન સેવાઓ અને સુવિધાઓને વધારીને આ ડીઝીટલ ભવિષ્યને સુધારી રહ્યા છે.

આવતી પેઢીની કનેક્ટિવિટી આપવામાં ક્યા ક્યા દેશ સૌથી આગળ છે? તે પ્રશ્નનો જવાબ આપવા માટે ગ્લોબલ કમ્યુનીટી નેટવર્ક ઇન્ટરનેશન્સે ‘ડીઝીટલ લાઈફ એબ્રોડ’ ઉપર એક અહેવાલ બહાર પાડ્યો છે.

આ અહેવાલ લોકોના અનુભવ ઉપર આધારિત છે, જે જણાવે છે કે સરકારી ઓનલાઈન સેવાઓ ક્યાં સૌથી સરળ છે. સ્થાનિક મોબાઈલ નંબર મેળવવા ક્યાં કેટલું સરળ છે, કેશલેસ ચુકવણીની સુવિધા વધુ ઝડપી અને ફ્રી ઈન્ટરનેટ સુધી ક્યાં કેટલી પહોચ છે.

અમે તે સ્થળોના રહેવાસીઓ સાથે વાત કરી. જે પાંચે બાબતમાં સૌથી આગળ છે અને તેમને પૂછવામાં આવ્યું કે સંચારના આધુનિક સાધનો સાથે જોડાયેલા દેશમાં રહેવું તેમને કેવું લાગી રહ્યું છે.

1. એસ્ટોનિયા :

ઇન્ટરશન્સના રેકિંગમાં એસ્ટોનિયા પહેલા નંબર ઉપર છે. અહિયાં ઈન્ટરનેટ ઉપર કોઈ પ્રતિબંધ નથી અને સરકારી સેવાઓ ઓનલાઈન છે.

૧૯૯૧માં સોવિયેત સંઘથી આઝાદ થયા પછી તેની પાસેથી પાયાના ડીઝીટલ ઢાંચા ઉપર મોટું રોકાણ કરવામાં આવ્યું છે.

સરકારી ઈ-એસ્ટોનિયા કાર્યક્રમ હેઠળ ઈ-મતદાન, ઈ-સ્વાસ્થ્ય અને ઈ-બેન્કિંગની શરુઆત થઇ. તેમાં ઈ-રેજીડેન્સી સેવાઓ પણ છે. જેમાં જોડાઈને બહારના નાગરિકનું પણ ઓળખાણ પત્ર, બેન્કિંગ સેવાઓ, ચુકવણી પ્રક્રિયા અને કંપની ઉભી કરવાની સુવિધા પ્રાપ્ત કરી શકે છે.

આ કાર્યક્રમ ડીઝીટલ બાબતો અને યુરોપીય સંઘમાં કંપનીઓ ખોલવાની ઈચ્છા ધરાવતા વિદેશી વેપારીઓને લલચાવી રહ્યા છે, જેથી એસ્ટોનિયાની અર્થવ્યવસ્થામાં નવી તકો ઉભી થઇ રહી છે.

પાટનગર ટેલીનમાં રહેતી ઓસ્ટ્રિયાની આશાસ્પદ એલેકઝાંડ્રા નીમા કહે છે, અહિયાં ઈન્ટરનેટ સુધી પહોચવાને પાયાનો માનવ અધિકાર તરીકે જોવામાં આવે છે. એસ્ટોનિયાના દુરદુરના દ્વીપોમાં પણ ઈન્ટરનેટની પહોચ છે.

રહેવાસી તરીકે નોંધણીથી લઈને કંપની ખોલવા સુધી બધું જ ઓનલાઈન છે. તે જેટલું બની શકે એટલું ઝડપી છે. એસ્ટોનિયામાં ફોન કોલ કરવી જુના જમાનાની વાત બની ગઈ છે. ક્રીપ્ટોકરેંસી પ્લેટફોર્મ ઓબાઈટના ડેવલપર ટાર્મો એનસ કહે છે, મારા માટે ચેટ કરવું ફોન કરવાથી વધુ સરળ છે. રજાના દિવસોમાં કોઈ દુકાન ખુલી છે કે નહિ, તેના માટે ફોન કરવાને બદલે વિબર ઉપર મેસેજ કરીને પૂછી લઉં છું.

આમ તો ડીઝીટલ ઢાંચા ઉપર વધુ પ્રમાણમાં આધારિત રહેવાના નુકશાન પણ છે. એસ્ટોનિયા એ પહેલો દેશ છે, જેની ઉપર ૨૦૦૭માં સાયબર હુમલો થયો હતો.

સાયબર હુમલા દરમિયાન એસ્ટોનિયામાં અમેરિકાના રાજદૂત રહેલા ડેવ ફીલીપ્સ કહે છે, હુમલાએ વેબસાઈટો બંધ કરી દીધી હતી અને દેશના સંપૂર્ણ ઈન્ટરનેટ ઢાંચાને પાંગળો બનાવી દીધો હતો. બેંક કાર્ડ અને સેલફોન નેટવર્ક જામ થઇ ગયા હતા.

આ સાયબર હુમલા પછી જ નાટોએ એવા હુમલાનો સામનો કરવા માટે મેનુઅલ બનાવ્યું હતું અને એસ્ટોનિયાએ ભવિષ્યના હુમલાઓ અટકાવવા માટે નાટો કો-ઓપરેટીવ સાઈબર ડીફેન્સ ઓફ એક્સીલેંસનો પ્રસ્તાવ મુક્યો હતો.

2. ફીનલેંડ :

ફીનલેંડ પાંચમાંથી ચોથા નંબર ઉપરથી સતત આગળ છે. તે ડીઝીટલ જીવનમાં બીજી અને કેશલેસ ચુકવણીની બાબતમાં પહેલા નંબર ઉપર છે.

૨૦૧૦માં સરકારે તમામ નાગરિકના બ્રાડબેંડ કનેક્શન સુધી પહોચ ને કાયદાકીય અધિકાર બનાવી દીધો છે. ફીનલેંડ એવું કરવા વાળો પહેલો દેશ હતો.

ગ્રાહક ફીડબેક પ્લેટફોર્મ હેપ્પીઓરનોટના સીઈઓ અને સંસ્થાપક હેડકી વેનેનેણ દક્ષિણી ફીનલેંડના ટેમ્પરીમાં રહે છે. તેઓ કહે છે, ઝડપી ઈન્ટરનેટ અને બોલવાની સ્વતંત્રતા અમારી ઇકોસીસ્ટમને મજબુત અને સુરક્ષિત બનાવી દીધી છે.

માહિતીઓ સુધી બધાની પહોચ છે. તે બધાને શીખવા અને દેશના ભવિષ્યને પ્રભાવિત કરવાની સમાન તક આપે છે.

સરકારી સેવાઓ સુધી ઓનલાઈન પહોંચ નવા લોકો માટે ખાસ કરીને તે મદદરૂપ છે. ‘ફીનલેંડ માય હોમ’ સૂત્રના લેખક અને સંસ્થાપક પીટર સીનન મૂળ સ્કોલેંડના છે અને ૮ વર્ષથી હેલસિંકીમાં રહે છે.

સીનનનું કહેવું છે કે ડીઝીટલ જીવનનો અરહ સ્વચાલન સાથે છે, જેમ કે સુપરમાર્કેટ માંથી જાતે ચેકઆઉટ.

તે ઓનલાઈન સેવાઓને અંગ્રેજી ભાષામાં હોવાને પણ પ્રોત્સાહન આપે છે. તેનાથી ફીનીશ ભાષા શીખ્યા કે સમજ્યા વગર પણ તે રોજીંદા કામ પાર પાડી શકે છે.

ફીનલેંડમાં ઈન્ટરનેટ ઉપર ઢગલાબંધ જાણકારીઓ અંગ્રેજીમાં છે. ડોક્ટરના બુકિંગથી લઈને કર્મચારી તરીકે અધિકાર સમજવા સુધી. ૨૦૦૪માં જયારે હું વિદ્યાર્થી તરીકે અહિયાં આવ્યો હતો, ત્યાર પછી ઘણું બધું બદલાઈ ગયું છે.

ફીનલેંડમાં ડીઝીટલ પાયાના ઢાંચો વધારવા સાથે સાથે શિક્ષણ અને સમાજ ઉપર પણ ભાર આપવામાં આવે છે.

સીનન કહે છે, હેલસિંકીની નવી લાયબ્રેરીમાં સરસ ડીઝીટલ સુવિધાઓ છે, સામાજિક કેન્દ્રોમાં તમામ ક્ષેત્રોના લોકો કસરત કરવા, ખાવા પીવા અને ઓનલાઈન થવા માટે આવે છે.

દુરદુરના વિસ્તારોમાં ઈન્ટરનેટ અને મોબાઈલની પહોચ હોવા છતાંપણ ફીનલેંડના મોટાભાગના લોકો નેટવર્કથી અલગ થઈને રહે છે.

સીનન કહે છે, ઉનાળામાં ફીનલેંડના લોકો પોતાના કોટેજમાં જ રહે છે. તે સમયે તે ઈન્ટરનેટ સાથે જોડાયેલા નથી રહેતા.

ફીનલેંડમાં એવા પાંચ લાખથી વધુ સમર કોટેજ બનેલા છે, જ્યાં લોકો આરામ કરવા જાય છે. વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) એ હાલમાં જ ફીનલેંડને સૌથી સ્વસ્થ દેશોમાં સમાવેશ કર્યો છે.

અહીયાની ૩૦ થી ૪૦ વર્ષની વસ્તીના અડધાથી વધુ લોકો અઠવાડિયામાં ૧૫૦ મિનીટની હળવી કસરત કે ૭૦ મિનીટની આકરી કસરત કરે છે.

3. ઇઝરાયલ :

ઈન્ટરનેટ સુધી રોકટોક વગર પહોચ અને સ્થાનિક મોબાઈલ નંબર મેળવવામાં સરળતાની બાબતમાં ઇઝરાયલ ત્રીજા નંબર ઉપર છે. તેની પાસે એક મજબુત અને પ્રગતિશીલ ટેકનીક કેન્દ્ર છે.

અહીયાના લોકોને આનંદ સાથે દેશનું ઉપનામ ‘સ્ટાર્ટ-અપ નેશન’ ને અપનાવ્યું છે આને થોડા જ લોકો સોશિયલ અને કમ્યુનીકેશણ એપ્સથી અલગ છે.

ઇઝરાયલના રહેવાસી અને ઇન્ટરનેશન્સની એમ્બેસડર મારિયા પીનેલીસ કહે છે, વૃદ્ધો પાસે પણ સ્માર્ટ ફોન છે, તે ફેસબુક ઉપર સમય પસાર કરે છે કે વોટ્સઅપ ઉપર ટેક્સ્ટ કે મેસેજર ઉપર વિડીયો ચેટ કરે છે.

તમે અહિયાં ૭૦ વર્ષની વુદ્ધ મહિલાઓને પણ અમેરિકા કે ક્યાય બીજે રહેતા પોતાના સંબંધીઓને વિડીયો કોલ કરતા જોવા મળી શકે છે.

તેલ અવીબ પાસે રહેતા રાફેલ હોય ડીઝીટલ મીડિયા બિજનેશ આમીન વી,આમીનના સીઈઓ અને સહ-સંસ્થાપક છે. તેમનું કહેવું છે કે અહિયાં ઈન્ટરનેટ ઝડપી, સસ્તું અને વિશ્વાસપાત્ર છે. તે નવા સંશોધકો અને ડીઝીટલ વાળાને મદદ કરે છે.

હું ખાસ કરીને મારા મોટાભાગના કામ ઘરેથી કે કોફી શોપમાંથી કરું છું. કોફીની ઘણી દુકાનો મફતમાં વાઈ ફાઈ સુવિધા પૂરી પાડે છે. મહાનગરના ક્ષેત્રોમાં ઘણી જગ્યાઓ ઉપર સ્થાનિક ઈન્ટરનેટ સર્વિસીસ પણ પોતાના ગ્રાહકોને મફત વાઈ ફાઈની સુવિધા પૂરી પાડે છે. સ્ટાર્ટ-અપના શોખીન લોકો સામાન્ય રીતે તે અવિવ તરફ જાય છે જે ક્યારેય ન સુવા વાળા શહેર તરીકે ઓળખવામાં આવે છે.

ઇઝરાયલના લગભગ ૧,૦૦૦ સ્ટાર્ટ-અપમાંથી મોટાભાગના તેલ અવિવ(એક શહેરનું નામ) માંથી જ છે. હોપ કહે છે, અવિવમાં મોંઘુ ભાડું આપવા માટે પણ તૈયાર રહે છે.

4. કેનેડા :

કેનેડાએ ડીઝીટલ જીવનના લગભગ તમામ વર્ગોમાં સતત સારી પ્રગતી કરી છે, ખાસ કરીને સરકારી સેવાઓની ઓનલાઈન સુવિધા અને કેશલેસ ચુકવણીની બાબતમાં.

મોટા શહેરોમાં ટેકનીકને જલ્દી અપનાવી લેવામાં આવે છે અને ઈન્ટરનેટ સેવાઓ ઝડપી છે, એટલા માટે ત્યાં ડીઝીટલ જીવનની ઝડપ પણ વધુ છે.

પેંગુઈન એંડ પિયામાં બ્લોક લખવા વાળા એરિક વીચોપેન કહે છે, ટોરેંટો જેવું મોટું શહેર ડીઝીટલ જીવન માટે વધુ અનુકુળ છે.

નાની અને નવી દુકાનોમાં મોબાઈલ પે સહીત ચુકવણીની નવી ટેકનીક અપનાવવામાં આવી રહી છે. બીજા દેશોની સરખામણીમાં કેનેડામાં કનેક્ટિવિટી થોડી મોંઘી છે, છતાંપણ ટેલીકોમ સેક્ટર કેન્દ્રીકૃત છે અને દુર દુરના ક્ષેત્રોમાં દરેક જગ્યાએ કવરેજ નથી.

ક્રીપ્ટોકરેંસી ટ્રેડીંગ પ્લેટફોર્મ ક્વાઈનસ્કવાયરના ચીફ ડીઝીટલ એંડ ગ્રોથ ઓફિસર થોમસ જાન્કોવ્સકીનું કહેવું છે કે કેનેડામાં ઈન્ટરનેટ મોંઘુ છે અને તેની ઝડપ ઓછી છે. પરંતુ અંતે કેનેડાની સરકારી સેવાઓની ઓનલાઈન સુવિધા (૮મ નંબર) અને ઓનલાઈન સેવાઓની સુવિધા (૧૧ માં નંબર) એ અહીયાના ટેકનીશીયનોને તક આપી છે, શરુઆતને સરળ બનાવી છે અને બિજનેશને કોઈપણ રીતે ચલાવવાની સુવિધા આપી છે.

જોન્કોવ્સકી કહે છે, ઘર, કેફે કે ટેન્ટમાંથી પણ કંપનીને ઓનલાઈન શરુ અને ચલાવવા, બેન્કિંગ, સંચાલન, હિસાબ રાખવા, બીલની ચુકવણી કરવા અને દસ્તાવેજો ફરી વખત બનાવાની સુવિધાથી ચમત્કાર થઇ શકે છે. ધંધાનું રોકાણ ઘટી શકે છે અને ઘણો બધો સમય બચી શકે છે.

5. દક્ષીણ કોરિયા :

ઘરમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધાની બાબતમાં દક્ષીણ કોરિયા નંબર વન છે. તેનાથી લોકોના જીવનને પણ ઝડપી બનાવી દીધું છે.

સોલમાં રહેવા વાળી ચોઈ યે યુન કહે છે, દક્ષીણ કોરિયાનું રોજિંદુ જીવન ઝડપથી દોડે છે. ખાવાનું ઓર્ડર કરવું, ડીલીવરી લેવા અને ચુકવણી કરવાના કામ માત્ર પાંચ સેકન્ડમાં જ થઇ જાય છે. ચોઈના કાકાને બેંક સર્વિસ જેવી સુવિધાઓ ગમે છે. જેમાં ડીઝીટલ બેન્કિંગની મેસેજર એપથી જોડવામાં આવી છે.

દક્ષીણ કોરિયામાં ઈન્ટરનેટની ઝડપ દુનિયામાં સૌથી વધુ છે. ગેમ્સથી લઈને વિડીયો સ્ટ્રીમીંગ સુધીના મનોરંજન વિકલ્પ દરેક સ્થળે મળી રહે છે.

ચોઈ કહે છે, અમે ટ્રેનોમાં પણ કંટાળતા નથી કેમ કે ત્યાં પણ અને યુટ્યુબ અને ઈંસ્ટાગ્રામ ઉપર હેશટેગ જોઈ શકીએ છીએ.

સોલમાં જ રહેવા વાળા લી નામુ (માર્ટીન) તેની સાથે સહમત છે. કોરિયામાં ઈન્ટરનેટની ઝડપની દુનિયાને ઈર્ષા થઇ શકે છે. અહિયાં વિડીયો સ્ટ્રીમીંગ, ગેમ્સ ડાઉનલોડ અને વિડીયો ચેટ કાંઈ પણ નથી અટકતું.

પાડોશી ચીન અને ઉત્તર-કોરિયા મુજબ દક્ષીણ કોરિયાની સરકારે ઈન્ટરનેટને મુક્ત રાખ્યું છે, તેનાથી અહિયાંના નાગરિક પણ વધુ જોડાઈ શકે છે.

ચોઈ કહે છે, ડીઝીટલ સૃધારાએ દક્ષીણ કોરિયાના લોકતંત્રને આગળ વધાર્યો છે. મફત ઈન્ટરનેટ સુવીધાએ સામાજિક સમસ્યાઓમાં નાગરિકોનો રસ વધાર્યો છે.

૨૦૧૬-૧૭ના કેન્ડલ લાઈટ પ્રદર્શનને સારું કરવા માટેનો શ્રેય સોશિયલ મીડિયાને જાય છે. સત્તાનો દુરઉપયોગ અને ભ્રષ્ટાચારના આરોપમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગ્રન-હે એ રાજીનામું આપવું પડ્યું હતું.

સોશિયલ મીડિયાએ #MeToo આંદોલન પણ વધાર્યું ત્યાર પછી ઘણી ધરપકડો થઇ અને બલાત્કારને લઈને જાગૃતતા આવી.

આમ તો તમામ સેવાઓ અને એપ અજાણ નથી, લી કહે છે, થોડી ડીઝીટલ સેવા નકામી છે. સોફ્ટવેર ક્યારે ક્યારે મારા સાધનની ઝડપ ઘટાડી દે છે અને અંગત ડેટાને લીક કરી દે છે. આ વર્ષની શરુઆતમાં દક્ષીણ કોરિયાના થોડી એન્ડ્રોયડ એપ પાસવર્ડ અને નાણાકીય માહિતી લીક કરતા જોવા મળ્યા હતા. બ્લૂમવર્ગે દક્ષીણ કોરિયાના ડેટા ઉલંઘનના જોખમની બાબતમાં સૌથી ઉપર મુકવામાં આવ્યું છે.

લી સ્થાનિક એપ્સને બદલે અનેઝોન અને પે-પાલ જેવી અમેરિકી એપ્સનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.