આ 10 રીતોથી કોઈ પણ વ્યક્તિ PM મોદી સુધી પહુંચાડી શકે છે પોતાની વાત.

0
3216

દેશની તમામ માહિતીથી માહિતગાર રહેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા પ્રયાસો કર્યા છે, તેમનો આ એક એવો જ પ્રયાસ છે. જે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) દરરોજ ટ્વીટરના શરેરાશ ૧૨૫ થી ૧૭૫ કમેન્ટ્સની યાદી બને છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) દરરોજ ટ્વીટરના શરેરાશ ૧૨૫ થી ૧૭૫ કમેન્ટ્સની યાદી બને છે. તેને સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શેર કરવામાં આવે છે. એ વાતનો ખુલાસો પીએમઓમાં દરરોજ બનતા સોશિયલ મીડિયાના અહેવાલ ઉપરથી થયો છે.

દૈનિક ભાસ્કર પાસે એપ્રિલ મહિનાના તમામ ૩૦ દિવસનો અહેવાલ છે. તેમાં લગભગ ૧૦૦૦થી વધુ પાનાંનો દસ્તાવેજ છે. આ અહેવાલમાં ખાસ કરીને દલિત, સાંપ્રદાયિક વિષયો સાથે જોડાયેલી બાબતો ઉપર આવેલી કમેન્ટનું વર્ણન રાખવામાં આવે છે.

તમે ૧૦ રીતે કરી શકો છો પીએમ મોદી સાથે સંપર્ક :-

પીએમ નરેન્દ્ર મોદી ફેસબુકથી લઈને ટ્વીટર સુધી દરેક ઉપર એક્ટીવ રહે છે. આજે અમે જણાવી રહ્યા છીએ એવી ૧૦ રીત જેના દ્વારા તમે પીએમ મોદી સુધી તમારી વાત પહોચાડી શકો છો.

જો તમારા મનમાં જોઈ પ્રશ્ન કે ભલામણ છે તો તમે www.pmindia.gov. in/en/interact-with-honble-pm/ ઉપર લોગ ઇન કરી શકો છો અને પોતાને રજીસ્ટર કરી શકો છો. આ એક ઓફીશીયલ ભાગ છે, જેને પીએમ નરેન્દ્ર મોદી સાથે ઈંટરેક્ટ કરવા માટે બનાવવામાં આવ્યો છે.

તમે પીએમના ઓફીશીયલ એડ્રેસ ઉપર તેને સીધો પત્ર લખી શકો છો. અહેવાલ મુજબ પીએમ મોદીને રોજના ૨ હજારથી વધુ પત્રો દેશ આખામાંથી મળે છે.

શું છે ઓફીશીયલ એડ્રેસ : વેબ ઇન્ફોર્મેશન મેનેજર, સાઉથ બ્લોક, રાયસીના હિલ

નવી દિલ્હી :૧૧૦૦૧૧

ફોન નંબર :૨૩૦૧૨૩૧૨

ફેક્સ ૨૩૦૧૯૫૪૫, ૨૩૦૧૬૮૫૭

તમે ‘ઓનરેબલ પ્રાઈમ મીનીસ્ટર ઓફ ઇન્ડિયા, ૭ રેસકોર્સ રોડ, નવીદિલ્હી લખીને પણ પત્ર પહોચાડી શકો છો.

આઈડિયા શેયરિંગ માટે તમે www.mygov. in ઉપર જઈ શકો છો. અહિયાં સજેશન, આઈડિયા આપી શકો છો.

તમે RTI દ્વારા પણ પીએમઓને કોઈ પ્રશ્ન પૂછી શકો છો.

તમે @PMOIndia या @Narendramodi ઉપર ટ્વીટ કરીને પણ સીધી તમારી વાત પીએમ સુધી પહોચાડી શકો છો. મોદીના ટ્વીટરઉપર ૧૬ મીલીયનથી વધુ ફોલોઅર્સ છે.

તમે યુ-ટ્યુબ દ્વારા પણ પીએમ સુધી તમારી વાત પહોચાડી શકો છો. Narendra modi’s Youtube Channel ઉપર જઈને તમારો મેસેજ સેન્ડ કરી શકો છો.

Narendra modi Facebook Page કે fb. com/pmoindia ઉપર જઈને તમે ફેસબુક દ્વારા પણ પીએમ સુધી તમારી વાત પહોચાડી શકો છો.

narendramodi1234@gmail. com આ પીએમનો ઈમેલ આઈડી છે. આ તેમના એંડ્રોઇડ એપ પેજ સાથે જોડાયેલી છે.

તે ઉપરાંત તમે ઈંસ્ટાગ્રામ ઉપર પણ પીએમ સાથે સંપર્ક કરી શકો છો. ઈંસ્ટાગ્રામ દ્વારા https://www.instagram. com/narendramodi/ અને લીંક્ડઇન માટે https://in.linkedin. com/in/narendramodi ઉપર જાવ.

તમે NaMo એંડ્રોઇડ એપ ડાઉનલોડ કરીને પણ પીએમ મોદી સુધી તમારી વાત પહોચાડી શકો છો અને તેમની સાથે જોડાયેલા રહી શકો છો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.